દેસલપર(ગુંતલી) થી ઉગેડી માર્ગ માં આર.સી.સી રોડ પર સ્પીડ બ્રેકરનો અભાવ — અકસ્માતનો ભય
નખત્રાણા તાલુકાના દેસલપર(ગુંતલી) થી ઉગેડી ગામ તરફ જતા માર્ગ પર બનાવવામાં આવેલ આર.સી.સી રોડ પર સ્પીડ બ્રેકર (જમ્પ) ન હોવાને કારણે અકસ્માતનો ગંભીર ભય ઊભો થયો છે. આ રોડ ગામના મેંઈન બજાર વિસ્તારમાં આવેલો હોવાથી અહીં દિવસભર લોકો અને વાહનોની અવરજવર રહે છે.
ખાસ કરીને આ રોડ પર શિવ મંદિર, રામ મંદિર, મસ્જિદ,સસ્તા અનાજ ની દુકાન સહીત લોટપીસાડી ચકકી તેમજ શાળાની આવન-જાવનનો મુખ્ય માર્ગ હોવાને કારણે નાના બાળકો, વડીલો અને શ્રદ્ધાળુઓ માટે જોખમ વધ્યું છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ ઘણી વખત વાહનો ઝડપથી પસાર થતા હોય છે, જેના કારણે કોઈપણ સમયે દુર્ઘટના સર્જાઈ શકે છે.
આ પણ વાંચો - સોલાર એનર્જીમાં ગુજરાતનો દબદબો, કચ્છ પણ મોખર
ગામલોકોમાં ભારે ચિંતા જોવા મળી રહી છે અને તેઓએ તાત્કાલિક સ્પીડ બ્રેકર બનાવવાની માંગ ઉઠાવી છે. લોકોનું કહેવું છે કે “કોઈ અનિચ્છનીય ઘટના બને તે પહેલાં જ તંત્ર દ્વારા યોગ્ય પગલાં લેવાં જરૂરી છે, નહીં તો કોઈના લાડકવાયા નો જીવ જોખમમાં મુકાઈ શકે છે.”
સ્થાનિક તંત્રને તેમજ હોદેદારોને વારંવાર રજૂઆત કરવા છતાં હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી, જેના કારણે ગામલોકોમાં અસંતોષ ફેલાયો છે. હવે લોકો તાત્કાલિક કામગીરીની અપેક્ષા રાખી રહ્યા છે.
અહેવાલ: જગદીશ દવે | દેશલપર (ગુંતલી)
અમારી સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો.
ધ ન્યુઝ ટાઈમ્સ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે.
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ધ ન્યુઝ ટાઈમ્સ (The News Times) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ધ ન્યુઝ ટાઈમ્સ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android એપ. લેટેસ્ટ ન્યૂઝ થી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયા પ્લેટફોર્મ પર અમારી સાથે જોડાઓ.

0 Comments