તારીખ લોડ થાય છે...
બ્રેકિંગ ન્યૂઝ
The News Times પર આપનું સ્વાગત છે | તાજા સમાચારો માટે જોડાયેલા રહો... કચ્છ અને ગુજરાતના તમામ મહત્વપૂર્ણ અપડેટ્સ સતત 24 કલાક ઉપલબ્ધ...
અથવા

વિડિઓ સમાચાર (Shorts)

The News Times

સમાચાર શોધો

ન્યુજર્સી : સ્વામિનારાયણ ગાદી સંસ્થાનનો ભવ્ય મહોત્સવ; આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજીને ‘વિશ્વ સત્સંગ સમ્રાટ’ની પદવીથી સન્માન

— જાહેરાત (Google AdSense In-Article Top) —

ન્યુ જર્સીમાં સ્વામિનારાયણ ગાદી સંસ્થાનનો ભવ્ય મહોત્સવ

The News Times

ન્યુ જર્સી ખાતે શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા આયોજિત ‘શ્રી ઘનશ્યામ મહારાજ રજત પ્રતિષ્ઠા મહોત્સવ’ ભક્તિ, આધ્યાત્મિકતા અને સંત સમાગમના અદભુત સંમેલન તરીકે ઉજવાયો હતો. મહોત્સવ દરમિયાન યોજાયેલા સંત સંમેલનમાં પરમ પૂજ્ય જ્ઞાનમહોદધિ આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજને પ્રતિષ્ઠિત સંતો અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં ‘વિશ્વ સત્સંગ સમ્રાટ’ની પદવીથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

The News Times


આ વિશેષ પ્રસંગે ભારતીય સંત સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ અને જગદ્દગુરુ અવિચળ દેવાચાર્યજી મહારાજ, રાજસ્થાનના મહામંડલેશ્વર પ્રતાપુરીજી મહારાજ, હરિદ્વારના યોગાચાર્ય શ્રી અખિલેશદાસજી મહારાજ, મહામંડલેશ્વર શ્રી હરીશચંદ્રપુરીજી મહારાજ સહિત વિવિધ સંતો તથા બી.એ.પી.એસ. સંસ્થાના પૂજનીય સંતોની ઉપસ્થિતિએ કાર્યક્રમની આધ્યાત્મિક ગરિમામાં વધારો કર્યો હતો. સંત સમાગમ દરમિયાન આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજીના સત્સંગ, સંસ્કાર અને માનવસેવાના ક્ષેત્રે યોગદાનને બિરદાવી આ વિશેષ સન્માન અર્પણ કરવામાં આવ્યું હતું.

The News Times

રજત પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત દિવસો દરમિયાન અનેક ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. વિવિધ શિબિરો, ભવ્ય અન્નકૂટ, આરતી, શાકોત્સવ, હિંડોળા ઉત્સવ, પાટોત્સવ વિધિ, ભક્તિ સંધ્યા, એકતાયાત્રા તથા ભગવાનને અભિષેક જેવા કાર્યક્રમોમાં ભક્તોએ શ્રદ્ધાપૂર્વક ભાગ લીધો હતો. ભક્તિ નૃત્યો અને સાંસ્કૃતિક પ્રસ્તુતિઓએ મહોત્સવને વધુ આકર્ષક બનાવ્યો હતો.

The News Times


આ પ્રસંગે આશીર્વચન આપતા આચાર્ય સ્વામીશ્રી મહારાજે વિદેશમાં વસતા ભારતીયોને સ્થાનિક કાયદા અને નિયમોનું પાલન કરવાની સાથે મનુષ્યસેવા, સત્સંગ અને સારા સંસ્કારોને જીવનનું અભિન્ન અંગ બનાવવાનો સંદેશ આપ્યો હતો.

આ પણ વાંચો 
માલદે સોઢા સમાજ દ્વારા ભુજમાં.....

મહોત્સવમાં ભારત ઉપરાંત અમેરિકા, ઓસ્ટ્રેલિયા, નાઈરોબી, દુબઈ, લંડન અને બોલ્ટન સહિત વિવિધ દેશોમાંથી હરિભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા. શ્રી સ્વામિનારાયણ સિદ્ધાંત સજીવન મંડળ, ન્યુ જર્સીના સભ્યો, હરિભક્તો તેમજ વિવિધ દેશોમાંથી આવેલા સેવાભાવી ભક્તોના સહયોગથી સમગ્ર મહોત્સવ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. મહંત સદ્ગુરુ શ્રી ભગવત્પ્રિયદાસજી સ્વામીના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ મહોત્સવે વૈશ્વિક સ્તરે સ્વામિનારાયણ સંપ્રદાયની આધ્યાત્મિક એકતા અને સેવાભાવની ઝલક રજૂ કરી હતી.

______________________________

અમારી સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો.
ધ ન્યુઝ ટાઈમ્સ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે.

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ધ ન્યુઝ ટાઈમ્સ (The News Times) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ધ ન્યુઝ ટાઈમ્સ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android એપ. લેટેસ્ટ ન્યૂઝ થી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયા પ્લેટફોર્મ પર અમારી સાથે જોડાઓ.
સમાચાર શેર કરો:
— જાહેરાત (Google AdSense In-Article Bottom) —
💬
વોટ્સએપ ચેનલમાં જોડાઓ

ગુજરાત અને દેશ-વિદેશના તાજા અને મહત્વના સમાચારો સીધા આપના મોબાઈલ પર મેળવો.

WhatsApp ચેનલમાં જોડાઓ →

💬 વાચકોનો પ્રતિભાવ (Comments)

0 ટિપ્પણીઓ:

— જાહેરાત (Google AdSense) —
હોમ