શ્રી નીલકંઠ આશ્રમ પીયોણી ના ગુરુ શ્રી રાજગિરી ગઈકાલે રાત્રે સાધુ સંતો સાથે સત્સંગ કરતા હતા ત્યારે તેમને શરીરમાં બેચેની લાગતા તે આરામ કરવા માટે ગયા હતા. અને સવારે તેઓ બેભાન અવસ્થામાં મળી આવતાં તેમને ભુજની લેવા પટેલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા પરંતુ ત્યારબાદ ત્યાં હાજર કર્મચારીઓ એ પ્રાથમિક તપાસ કરી રૂપિયા ની માંગણી કરવામાં આવેલી. તેમની સાથે આવેલા અન્ય સંતોએ જણાવ્યું કે, રૂપિયા ની વ્યવસ્થા થઈ જશે તમે સારવાર શરૂ કરો, ત્યારે ત્યાં હાજર કર્મચારી એ સ્પષ્ટ જણાવ્યું કે, અમારી પાસે આવી કોઇ ફેસીલીટી નથી તમે આને જનરલ હોસ્પિટલમાં લઇ જાવ, જયાં સુધી મા તબીયત બગડતી જાતી હતી, અને અંતે જનરલ હોસ્પિટલમાં શ્રી નીલકંઠ આશ્રમ પીયોણી ના ગુરુ શ્રી રાજગિરી બાપુએ અંતિમ શ્વાસ લીધા હતા અને બાપુ બ્રહ્મલીન થયા હતા. વધુ વિગતો માટે જુઓ પુરો વિડિયો.
0 Comments