મુન્દ્રાની કોલેજમાં વિદ્યાર્થીઓની તંદુરસ્તી માટે શિક્ષણ સાથે કસરત અને યોગ શરૂ કરાયા

Live Viewer's is = People

મુન્દ્રાની કોલેજમાં વિદ્યાર્થીઓની તંદુરસ્તી માટે શિક્ષણ સાથે કસરત અને યોગ શરૂ કરાયા.

Rohit Padhiyar


કોલેજના વિદ્યાર્થીઓમાં શૈક્ષણિક વિકાસની સાથે કેળવણી અને સર્વાંગી વિકાસ થાય તેમજ સ્વાસ્થ્ય તંદુરસ્ત રહે તે માટે તાજેતરમાં મુન્દ્રાની એસ. ડી. શેઠિયા બી. એડ. કોલેજના પ્રિન્સીપાલ ડો. એલ. વી. ફફલના માર્ગદર્શન હેઠળ શિયાળાની શરૂઆતમાં જ યોગ અને કસરતની કવાયત શરૂ કરવામાં આવી હતી.


Rohit Padhiyar

આજના દોડધામ ભર્યા જીવનમાં સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. જો સ્વાસ્થ્યનું ધ્યાન રાખવામાં ન આવે તો અનેક બીમારીઓ શરીરમાં પ્રવેશ કરી જાય છે. દરરોજ નિયમિત યોગ અને કસરત કરવાથી સ્કિનથી લઇને હેલ્થને લગતી અનેક બીમારીઓ દૂર થઇ જાય છે. યોગ કરવાથી તન, મન અને આત્માને અઢળક ફાયદાઓ મળે છે. યોગ અને કસરત એ વિવિધ રોગ સામે રામબાણ ઈલાજ તરીકે કામ કરે છે.

Rohit Padhiyar


શ્રેષ્ઠ શિક્ષણની દ્રઢ સંકલ્પના સાથે કસરત કવાયત દરમિયાન કોલેજના તમામ પ્રાધ્યાપક તથા વિદ્યાર્થીઓ જોડાયા હતા.  આરતી સોલંકી અને જાનકી હાલાઈ દ્વારા યોગ અને કસરતનું નિદર્શન તથા આરીફા મલેક દ્વારા ભાવવહી શૈલીમાં સમજણ સાથે સંચાલન કરવામાં આવ્યું હતું.

Rohit Padhiyar



અહેવાલ : રોહિત પઢિયાર, ભૂજ
આપની આસપાસ બનતી ઘટનાઓ ને સમાચાર માધ્યમ માં પ્રસારિત કરવા અમારો સંપર્ક કરો.

Post a Comment

0 Comments

close