પાંચ ગજરાજ સાથે માનકુવામાં નીકળી ભવ્ય વિશ્વશાંતિ રેલી, હજારો હરિભક્તોએ આપ્યો માનવતા અને વિશ્વબંધુત્વનો સંદેશ

Live Viewer's is = People

પાંચ ગજરાજ સાથે માનકુવામાં નીકળી ભવ્ય વિશ્વશાંતિ રેલી, હજારો હરિભક્તોએ આપ્યો માનવતા અને વિશ્વબંધુત્વનો સંદેશ

The News Times


કચ્છ જિલ્લાના માનકુવા-નવાવાસ ખાતે શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા આયોજિત શ્રી ઘનશ્યામ મહારાજ અમૃત પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ભવ્ય વિશ્વશાંતિ રેલી યોજાઈ હતી. પરમ પૂજ્ય જ્ઞાનમહોદધિ આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ રેલી જીએમડીસી ગ્રાઉન્ડ ખાતેથી પ્રસ્થાન કરી શ્રી સ્વામિનારાયણ મંદિર, માનકુવા-નવાવાસ ખાતે પૂર્ણ થઈ હતી.


અંદાજે બે કિલોમીટરથી વધુ લાંબી આ રેલીમાં દેશ-વિદેશથી મોટી સંખ્યામાં હરિભક્તો જોડાયા હતા. ભક્તિમય માહોલ વચ્ચે ભગવાનના જયઘોષ, ધૂન-કીર્તન અને શાંતિના સંદેશ સાથે સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો. વિશ્વશાંતિ રેલીમાં પાંચ ગજરાજોની શોભાયાત્રા મુખ્ય આકર્ષણ બની હતી, જેને જોવા માટે માર્ગકાંઠે સ્થાનિક લોકો પણ ઉમટી પડ્યા હતા.

The News Times


આ પ્રસંગે મહંત સદ્ગુરુ શ્રી ભગવત્પ્રિયદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે આજના અશાંતિભર્યા સમયમાં માનવતાની મહેક પ્રસરે અને દાનવતાના વિચારો સમાપ્ત થાય તે માટે સમાજે એકતા અને પ્રેમનો માર્ગ અપનાવવો જરૂરી છે. વિશ્વશાંતિ યાત્રા એ માત્ર ધાર્મિક કાર્યક્રમ નહીં પરંતુ સમગ્ર માનવજાતને શાંતિ, સહઅસ્તિત્વ અને ભાઈચારાનો સંદેશ આપતો જનઆંદોલન સમાન પ્રયાસ છે.

આ પણ વાંચો

માનકુવા ખાતે પાંચ દિવસીય વિશ્વશાંતિ મહોત્સવનો શુભારંભ

તેમણે જણાવ્યું હતું કે હાથીને શાંતિ અને ગૌરવનું પ્રતિક માનવામાં આવે છે, ત્યારે પાંચ ગજરાજોની ઉપસ્થિતિ સાથે નીકળેલી આ યાત્રાએ સમગ્ર શહેરમાં ઐતિહાસિક વાતાવરણ સર્જ્યું હતું. યાત્રામાં જોડાયેલા હરિભક્તોમાં વિશેષ ઉત્સાહ અને ભક્તિભાવ જોવા મળ્યો હતો.


શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા દેશ-વિદેશમાં વિશ્વબંધુત્વ, માનવએકતા અને ‘વસુધૈવ કુટુંબકમ’ની ભાવનાને મજબૂત બનાવવા માટે સતત વિવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે. માનકુવા જેવા ઐતિહાસિક ગામમાં યોજાયેલો આ મહોત્સવ પણ આધ્યાત્મિકતા સાથે સામાજિક જાગૃતિનો સંદેશ આપતો બન્યો હતો.


આ મહોત્સવને સફળ બનાવવા માટે મહોત્સવના યજમાન શ્રી ગીરીશભાઈ શીવજીભાઈ જાદવાભાઈ પરિવાર, ચંદ્રકાંતભાઈ વેલજીભાઈ વરસાણી પરિવાર તેમજ શ્રી સ્વામિનારાયણ સિદ્ધાંત સજીવન મંડળ, માનકુવા-નવાવાસના સભ્યો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી. સમગ્ર આયોજન દરમિયાન સેવકો દ્વારા ભક્તજનો માટે સુચારુ વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી.


માનકુવાની ધરતી પરથી નીકળેલી આ વિશ્વશાંતિ રેલી ભક્તિ, ભવ્યતા અને માનવમૂલ્યોનો અનોખો સમન્વય બની રહી હતી, જેને સ્થાનિકોમાં પણ વ્યાપક પ્રતિસાદ મળ્યો હતો.


અહેવાલ: રોહિત પઢિયાર | ભુજ - કચ્છ.

અમારી સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો.

ધ ન્યુઝ ટાઈમ્સ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે.

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ધ ન્યુઝ ટાઈમ્સ (The News Times) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ધ ન્યુઝ ટાઈમ્સ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android એપ. લેટેસ્ટ ન્યૂઝ થી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયા પ્લેટફોર્મ પર અમારી સાથે જોડાઓ.

Post a Comment

0 Comments

close