તારીખ લોડ થાય છે...
બ્રેકિંગ ન્યૂઝ
The News Times પર આપનું સ્વાગત છે | તાજા સમાચારો માટે જોડાયેલા રહો... કચ્છ અને ગુજરાતના તમામ મહત્વપૂર્ણ અપડેટ્સ સતત 24 કલાક ઉપલબ્ધ...
અથવા

વિડિઓ સમાચાર (Shorts)

The News Times

સમાચાર શોધો

ભુજમાં માનવતાનો અનોખો ઉત્સવ - ‘મહાજનનું મામેરૂ’ યોજના હેઠળ ૨૭૮મી દિકરીના લગ્ન ભાવભીનાં માહોલમાં સંપન્ન

— જાહેરાત (Google AdSense In-Article Top) —

ભુજમાં માનવતાનો અનોખો ઉત્સવ: ‘મહાજનનું મામેરૂ’ યોજના હેઠળ ૨૭૮મી દિકરીના લગ્ન ભાવભીનાં માહોલમાં સંપન્ન

The News Times


ભુજ શહેરમાં માનવતા, સેવા અને સંસ્કારનો હૃદયસ્પર્શી દૃશ્ય ત્યારે સર્જાયો જ્યારે શ્રી ક.વી.ઓ. જૈન મહાજન ભુજ દ્વારા સંચાલિત ‘મહાજનનું મામેરૂ’ યોજના અંતર્ગત ૨૭૮મી દિકરીના લગ્નોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. સમગ્ર પ્રસંગ માત્ર એક લગ્ન સમારોહ નહોતો, પરંતુ સમાજની સહાનુભૂતિ, સહકાર અને સંવેદનાનો જીવંત દાખલો બની રહ્યો હતો.


અનશનવ્રતધારી અને જૈન સમાજરત્ન તરીકે જાણીતા માનનીય શ્રી તારાચંદભાઈ છેડાની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ, સંસ્થાના પ્રમુખ શ્રી જીગર તારાચંદભાઈ છેડાની આગેવાનીમાં યોજાયેલ આ લગ્ન પ્રસંગે દરેક ઉપસ્થિત વ્યક્તિની આંખો ભીની થઈ ગઈ હતી. ભુજ નિવાસી ભરતભાઈ વાઘેલાની સુપુત્રી ચિ. નેન્સી અને મોરબી જિલ્લાના વાંકાનેર નિવાસી ભુપતભાઈ સારેસાના સુપુત્ર ચિ. પ્રકાશના વૈવાહિક જીવનનો પ્રારંભ સાજન મહાજનની ઉપસ્થિતિમાં ધામધૂમપૂર્વક કરાવવામાં આવ્યો હતો.


લગ્ન પ્રસંગ દરમિયાન એવું વાતાવરણ સર્જાયું હતું કે જાણે કોઈ પોતાના જ પરિવારની દીકરીના લગ્ન ઉજવી રહ્યું હોય. કન્યા પક્ષ અને મહાજનના સભ્યો વચ્ચે લાગણીનો એવો અદભૂત સંગમ જોવા મળ્યો કે પ્રસંગ ભાવુક બની ગયો હતો. સમાજના વિવિધ વર્ગોના લોકો, આગેવાનો અને દાતાશ્રીઓની ઉપસ્થિતિએ કાર્યક્રમને વધુ ગૌરવમય બનાવ્યો હતો. આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ શ્રી જીગરભાઈ છેડાએ જણાવ્યું હતું કે આજના મોંઘવારીના સમયમાં મધ્યમવર્ગીય અને આર્થિક રીતે નબળા પરિવારો માટે દીકરીના લગ્ન કરાવવું મોટો પડકાર બની ગયો છે. અનેક પરિવારો દીકરીના લગ્ન માટે ઊંચા વ્યાજે રૂપિયા ઉછીના લેવા મજબૂર બનતા હોય છે, જે તેમને આર્થિક તેમજ માનસિક રીતે તણાવમાં મૂકે છે. આવા સમયે સમાજની જવાબદારી માત્ર શબ્દોમાં નહીં પરંતુ કાર્યો દ્વારા નિભાવવી જરૂરી બની જાય છે.


તેમણે જણાવ્યું કે છેલ્લા પંદર વર્ષથી તેમના પિતાશ્રી તારાચંદભાઈ છેડાની પ્રેરણાથી શરૂ કરાયેલી ‘મહાજનનું મામેરૂ’ યોજના દ્વારા અનેક પરિવારોને સહારો મળ્યો છે અને આજે ૨૭૮મી દિકરીના લગ્ન કરાવવાનો ગૌરવપૂર્ણ પ્રસંગ સમાજ માટે પ્રેરણારૂપ બન્યો છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે મહાજનની પરંપરા માત્ર દાન સુધી મર્યાદિત નથી, પરંતુ સમાજના અંતિમ માણસ સુધી પહોંચીને તેના સુખ-દુઃખમાં ભાગીદાર બનવાની ભાવનામાં વિશ્વાસ રાખે છે.

આ પણ વાંચો....

ઓડિસાના મુખ્યમંત્રીએ કર્યું વેપારનું આહવાન 


લગ્ન પ્રસંગ દરમિયાન અનેક દાતાશ્રીઓ દ્વારા નવવધૂને ઉપયોગી ભેટસોગાદ અર્પણ કરવામાં આવી હતી. માતૃશ્રી લક્ષ્મીબેન જગશી ચાંપશી છેડાના હસ્તે વિવિધ પરિવારો અને દાનવીરોએ કન્યાને આશીર્વાદ સાથે ભેટો આપી શુભેચ્છાઓ પાઠવી હતી. સમગ્ર પ્રસંગમાં સહકાર આપનાર દાતાશ્રીઓ પ્રત્યે સંસ્થાએ આભાર વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમમાં મહાજનના ટ્રસ્ટીઓ, પદાધિકારીઓ, સમાજના આગેવાનો અને સખીવૃંદના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સૌએ નવદંપતિને સુખમય દામ્પત્ય જીવન માટે શુભકામનાઓ પાઠવી હતી.


સંપૂર્ણ કાર્યક્રમની વ્યવસ્થા સંસ્થાના મેનેજર, કર્મચારીઓ અને સ્વયંસેવકો દ્વારા સુચારૂ રીતે સંભાળવામાં આવી હતી. વિધિ વિધાન પરંપરાગત રીતે સંપન્ન કરાવવામાં આવ્યા હતા, જ્યારે મહેમાનો માટે ભાવતા ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.


સમાજમાં વધતી સ્પર્ધા અને સ્વાર્થની વચ્ચે ‘મહાજનનું મામેરૂ’ જેવી યોજનાઓ આજે પણ માનવતાના દીવા પ્રગટાવી રહી છે. ભુજમાં યોજાયેલ આ ૨૭૮મો લગ્નોત્સવ માત્ર એક સામાજિક કાર્યક્રમ નહીં પરંતુ સહઅસ્તિત્વ, સંસ્કાર અને સેવાભાવની અનોખી મિસાલ બની રહ્યો હતો.

______________________________

અહેવાલ: રોહિત પઢિયાર | ભુજ - કચ્છ.

અમારી સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો.

ધ ન્યુઝ ટાઈમ્સ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે.

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ધ ન્યુઝ ટાઈમ્સ (The News Times) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ધ ન્યુઝ ટાઈમ્સ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android એપ. લેટેસ્ટ ન્યૂઝ થી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયા પ્લેટફોર્મ પર અમારી સાથે જોડાઓ.

સમાચાર શેર કરો:
— જાહેરાત (Google AdSense In-Article Bottom) —
💬
વોટ્સએપ ચેનલમાં જોડાઓ

ગુજરાત અને દેશ-વિદેશના તાજા અને મહત્વના સમાચારો સીધા આપના મોબાઈલ પર મેળવો.

WhatsApp ચેનલમાં જોડાઓ →

💬 વાચકોનો પ્રતિભાવ (Comments)

0 ટિપ્પણીઓ:

— જાહેરાત (Google AdSense) —
હોમ