સરકારી માધ્યમિક શાળાઓમાં સ્થાનિક શિક્ષકોની નિમણુંક થતા શિક્ષકોની ઘટ નિવારી શકાશે.
ભુજ : રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષક ભરતી અંતર્ગત આજ રોજ કચ્છ જિલ્લામાં સરકારી માધ્યમિક શાળાઓની ભરતી અન્વયે ઓલ્ફ્રેડ હાઇસ્કૂલ ભુજ ખાતે કચેરીની વિવિધ શૈક્ષણિક અને વહીવટી ટીમોએ સુંદર સંકલન કર્યું હતું. જિલ્લા શિક્ષણાધિકારી સંજયભાઈ પરમારે નવનિયુક્ત શિક્ષકોને આવકારી ધગશ પૂર્વક શિક્ષણકાર્ય કરાવવા અનુરોધ કર્યો હતો. કચ્છમાં નવનિયુક્ત શિક્ષકોના વરસાદ થકી કચ્છની શિક્ષણ ધરા પર જ્ઞાનની લીલોતરી ખીલી ઉઠશે. ત્યારે પાંજા કચ્છને 30 ટકા જેટલા સ્થાનિક કચ્છ જિલ્લાના જ શિક્ષકો મળ્યા છે. આજે નિમણુંક કરાયેલા કચ્છ તેમજ કચ્છ બહારના ઉમેદવારો કચ્છ માધ્યમિક શિક્ષણની ગુણવત્તા સુધારણા માટે તત્પર છે.
ભુજ વિભાગના ધારાસભ્ય કેશુભાઈ પટેલે કચ્છના બાળકોની ચિંતા કરી શિક્ષણકાર્ય કરાવવા અનુરોધ કરી નિશ્ચિંતપણે નોકરી કરવા શુભકામના પાઠવી હતી. માંડવી વિભાગના ધારાસભ્ય અનિરુદ્ધસભાઈ દવે એ શિક્ષક બનવું એ સૌભાગ્યની વાત ગણાવી પ્રેમપૂર્વક નોકરી કરવા જણાવ્યું હતું. અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમ્નસિંહ જાડેજા એ તમામ તાલુકામાં કોઈ પણ અગવડ પડે તો જન પ્રતિનિધિઓ કોઈ પણ સમયે ઉપયોગી બનશે એવી ખાતરી આપી હતી.
ભુજની ઓલ્ફ્રેડ હાઈસ્કૂલ ખાતે યોજાયેલા આજના આ કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન વિરમભાઇ ગઢવી, એન. એ. મન્સુરી, બીપીનભાઈ વકીલ, પૃથ્વીરાજસિંહ ઝાલા સહિત જિલ્લાની સમગ્ર વર્ગ 2 આચાર્યની ટીમ, તમામ મદદનિશ શિક્ષણ નિરીક્ષકો, કચેરીના હિસાબી અધિકારી ભરતભાઈ મકવાણા, હેડ ક્લાર્ક કૃણાલભાઈ મકવાણા, સિનિયર ક્લાર્ક બીપીનભાઈ નાગુ અને તેમની વહીવટી ટીમ, ઓલ્ફ્રેડ હાઇસ્કૂલ ભુજના આચાર્ય અને રાજ્ય સરકારી શિક્ષક સંઘના પ્રમુખ દિવ્યરાજસિંહ જાડેજા, શૈક્ષિક સંઘના અધ્યક્ષ નયનભાઈ વાંઝા ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન ભૂમિબેન ચોક્સીએ કર્યું હતું.
અહેવાલ :- રોહિતસિંહ પઢિયાર, ભુજ - કચ્છ.
મો.9664928653
અમારી સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો.
ધ ન્યુઝ ટાઈમ્સ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે.
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ધ ન્યુઝ ટાઈમ્સ (The News Times) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ધ ન્યુઝ ટાઈમ્સ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android એપ. લેટેસ્ટ ન્યૂઝ થી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયા પ્લેટફોર્મ પર અમારી સાથે જોડાઓ.
0 Comments