પસ્તી ગ્રુપ દ્વારા ૧૪૦૦ વિદ્યાર્થીઓ ને શૈક્ષિણક કીટ વિતરણ કરવામાં આવી.

Live Viewer's is = People

The News Times
પસ્તી ગ્રુપ દ્વારા વર્ષ 2011 થી શહેરમાં ફરી ફરી રદ્દી છાપાની પસ્તી ઉઘરાવી તેમાંથી જે નાણા ઉપજે તે નાણા નો સદુપયોગ શૈક્ષણિક કાર્ય કરવા પાછળ વાપરવામાં આવે છે. છેલ્લા 13 વર્ષથી અવિરતપણે આ સેવાની જ્યોત ચાલુ રાખવામાં આવી છે. અને દર વર્ષે ખુલતા શૈક્ષણિક સત્ર દરમિયાન ભુજની સરકારી શાળા માંથી આચાર્ય પાસેથી જરૂરતમંદ વિદ્યાર્થીઓનું લિસ્ટ મંગાવી તે મુજબ નોટબુકની ખરીદી કરી અને નિશુલ્ક વિતરણ કરવામાં આવે વર્ષ 2011 થી 2024 સુધી અંદાજે 18000 થી વધુ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ નો લાભ આપવામાં આવ્યો પસ્તિ ગ્રુપ દ્વારા શૈક્ષણિક ક્ષેત્રે સેવા કરવા સિવાય રક્તદાન જાગૃતિ માટે પણ અનોખો પ્રયાસ કરવામાં આવે જે અંતર્ગત સ્વજનોના જન્મદિવસ, એનિવર્સરી, વર્ષગાંઠ અને શ્રદ્ધાંજલિ જેવા પ્રસંગોને રક્તદાન કરીને ઉજવવા માટે પ્રેરણા આપવામાં આવે છે. અને આ પ્રેરણા અંતર્ગત લોકોએ પણ પસ્તી ગ્રુપને સાથ સહકાર આપી 45 જેટલા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.ભુજના ટાઉનહોલ ખાતે આજે પસ્તી ગ્રુપ દ્વારા શૈક્ષણિક કીટ વિતરણ સમારોહ યોજવામાં આવ્યો હતો. ભુજ નગરપાલિકાના સહયોગથી ભુજના ટાઉનહોલ મધ્યે ભુજની સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા જરૂરત મંદ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. આજના કાર્યક્રમના મુખ્ય અતિથિ કેશુભાઈ પટેલ તેમજ ભુજ નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી રશ્મીબેન સોલંકી કારોબારી ચેરમેન મહિદીપસિંહ જાડેજા અને ભાજપના અગ્રણી ડોક્ટર મુકેશ ચંદે સહિતના અગ્રણીઓ તેમજ ભુજ શહેરના પસ્તી દાતાઓ ના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લું મૂકવામાં આવ્યો હતો. 

The News Times


આજના કીટ વિતરણ સમારોહમાં 1400 જેટલા વિદ્યાર્થીઓને નોટબુક બોલપેન તેમજ એજ્યુકેશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. સમગ્ર ટાઉનહોલ શાળાના બાળકોની કીકીયારી થી ગુંજી ઉઠ્યો બાળકોને પણ મોંઘવારીના સમયમાં શૈક્ષણિક કીટની ભેટ મળતા આનંદની લાગણી છવાઈ હતી.

The News Times


પ્રાસંગિક ઉદબોધન કરતા ભુજ નગરપાલિકાના નગર અધ્યક્ષા અને પ્રથમ નાગરિક એવા શ્રીમતી રશ્મિબેન ને જણાવ્યું હતું કે,પસ્તીના માધ્યમથી પુસ્તકોની સેવા અનોખી સેવા છે. તેમજ શૈક્ષણિક ક્ષેત્રે કરાતી આ સેવા નોંધપાત્ર છે. ત્યારે ડોક્ટર મુકેશ ચંદે જણાવ્યું હતું કે, ઘરમાં સવારે 9:00 વાગે આવતો છાપા ની આવરદા બપોરે 11 અથવા 12:00 વાગે સુધીની છે. ત્યારબાદ તેની કોઈ કિંમત રહેતી નથી અને તે રદ્દીમાં ફેરવાઈ જાય છે. પરંતુ પસ્તી ગ્રુપના સભ્યોએ આ મૃત થયેલા છાપાને પણ નવજીવન આપી ભારતના ભવિષ્ય એવા બાળકો માટે શૈક્ષણિક કીટની વ્યવસ્થા કરવાનો જે અભિગમ અપનાવ્યો છે તે અભિનંદનને પાત્ર છે. સાથે જ એમને અવાર નવાર ટેલીફોનીક જાણ થાય કે આજે અહીં રક્તની જરૂરત છે તે પસ્તિગ્રૂપ ના સભ્યોએ વ્યવસ્થા કરાવી દીધી.

The News Times

ભુજ નગરપાલિકાના કારોબારી ચેરમેન મહિદીપ સિંહે જણાવ્યું હતું કે, ભુજમાં શૈક્ષણિક ક્ષેત્રે અનોખી સેવા કરતા આપના ગ્રુપ દ્વારા જે કામગીરી કરવામાં આવે છે તે ખરેખર પ્રશંસનીય છે. અમે પણ વર્ષ 2011 થી પસ્તી દાતા તરીકે તમારા ગ્રુપ થી સંકળાયેલા છીએ. અને હંમેશા તમારી કામગીરી ની નોંધ લેતા હોઈએ છીએ આજે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી તેઓએ પસ્તી ગ્રુપના તમામ સભ્યોની કામગીરીને બિરદાવી હતી.શૈક્ષણિક કીટ વિતરણ સમારોહમાં ભુજ નગરપાલિકા તરફથી ટાઉનહોલ નો સહયોગ મળ્યો હતો.

The News Times


કાર્યક્રમના અંતે આભાર વિધિ કરતાં પસ્તી ગ્રુપના મનીષ નિરંજને જણાવ્યું હતું કે, દર વખતે આ કાર્યક્રમ થાય છે તેનો તમામ શ્રેય પસ્તી દાતાઓને આભારી છે તે સિવાય કશું શક્ય જ અમે તો નિમિત માત્ર છીએ તમારા ઘરેથી પસ્તી લઈ જઈને યોગ્ય જગ્યાએ વેચાણ કરીને ભંડોળ ઊભો કરીએ છીએ અને આ ભંડોળને યોગ્ય જગ્યાએ વાપરવાનું કામ કરીએ માટે પસ્તી દાતાઓ સિવાય આ કાર્યક્રમ શક્ય નથી.


આ કાર્યક્રમમાં બાળકોને શાળાએથી ટાઉનહોલ સુધી લઈ આવવામાં મિતરાજ ટ્રાવેલ્સ દ્વારા બસ ફાળવવામાં આવી હતી. કીટ વિતરણ વ્યવસ્થા માટે પસ્તી ગ્રુપના સભ્યોએ જહેમત ઉઠાવવી હતી તેમજ સમગ્ર કાર્યક્રમનું સંચાલન ચાર્વી બેન અંજારિયા અને પ્રતિમાબેન જોશી દ્વારા કરવામાં આવ્યું હતું.

અહેવાલ :- રોહિતસિંહ પઢિયાર, ભુજ - કચ્છ.

અમારી સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો.

ધ ન્યુઝ ટાઈમ્સ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે.

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ધ ન્યુઝ ટાઈમ્સ (The News Times) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ધ ન્યુઝ ટાઈમ્સ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android એપ. લેટેસ્ટ ન્યૂઝ થી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયા પ્લેટફોર્મ પર અમારી સાથે જોડાઓ.

Post a Comment

0 Comments

close