રેઈન્બો ઇન્ડિયા સ્કૂલ ખાતે યોજાયેલા ફન ફેર સાથે આર્ટ મેલા નું આયોજન કરવામાં આવ્યું હતું. શાળાના બાળકોએ શાળા કાર્ય દરમિયાન કરેલી આર્ટની પ્રતિકૃતિઓનો પ્રદર્શન પણ યોજાયું હતું. જેમાં મર્ડવર્ક, વેસ્ટ માંથી બેસ્ટ, પેઇન્ટિંગ, જેવા બાળકોએ તૈયાર કરેલ કૃતિઓએ આકર્ષણ જણાવ્યું હતું. આર્ટ મેળામાં આવેલા માતા પિતાઓએ પોતાના બાળકોની કૃતિ જોઈ આનંદિત થયા હતા અને બાળકોની કૃતિ સાથે સેલ્ફી ફોટો પડાવ્યા હતા. અમુક બાળકો સાથે તેના દાદા અથવા દાદી પણ આવ્યા હતા અને તેઓના ચહેરા પર અનોખી સ્મિત લહેરાઈ હતી.
આર્ટ મેલામાં સરદાર પટેલ ડેમ, ચંદ્રયાન, પ્લાસ્ટિકના ઝબલાના વેસ્ટ માંથી બેસ્ટ બનાવવા, મડવર્ક, ચિત્રકલા, પેપર કટિંગ માંથી ડિઝાઇન, જેવા લાઇવ ડેમો રાખવામાં આવ્યા હતા. અને વિદ્યાર્થી સાથે પેરેન્ટને પણ લાઈવ ડેમો નિહાળવાની મજા પડી ગઈ હતી. ત્યારે માટી કામ માટે માટીકામના માસ્ટર દ્વારા નાના નાના પાત્રો જેવા કે, ગ્લાસ, વાટકી, દીવડો, ફ્લાવરપોટ જેવી વસ્તુ લાઈવ બનાવીને બતાવવામાં આવ્યા હતા. જેને જોવા માટે કાયદેસર રીતે લોકોના ટોળા વળ્યા હતા.
શાળામાં પ્રથમ માળે રાજસ્થાન સ્ટાઇલમાં થતા લગ્નોત્સવ ની અલગ અલગ વિધિ જેવી કે, ગણપતિ સ્થાપન, હલ્દી, ચોરીનો માંડવો વિગેરે અનોખી કૃતિએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું અને રાજસ્થાનમાં થતા લગ્ન ઉત્સવ થી વાકેફ થયા હતા.
બાળકોની રમતગમત માટે જમ્પિંગ અને સ્લાઈડીંગ ની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. સાથે જ હેલ્ધી ફૂડ જેવી કે સ્પ્રાઉટ ભેલ, ઘઉંના લોટની બ્રેડ સેન્ડવીચ જેવી આરોગ્યપ્રદ નાસ્તાની વાનગીઓ નો સેલ કાઉન્ટર પણ રાખવામાં આવ્યું હતું. જમ્પિંગ અને સ્લાઈડીંગ જેવી રમતો જોઈ નાના વિદ્યાર્થીઓ ખુશખુશાલ જોવા મળ્યા હતા.
આ ફન ફેરમાં આનંદ ઉલ્લાસ, જ્ઞાન સાથે ગમ્મત, આરોગ્યનું પણ ધ્યાન રાખવામાં આવ્યું હતું અને આરોગ્યપ્રદ નાસ્તા નું સેલ કાઉન્ટર રખાયું હતું. આ ફનફેર ને સફળ બનાવવા માટે ભુજની રેઇન્બો ઇન્ડિયા સ્કૂલના સ્ટાફગણે ભારે જહેમત ઉઠાવી હતી. શાળાના પ્રિન્સિપાલ મેડમ અને સાહેબે સૌને આવકાર્યા હતા.
0 Comments