તારીખ લોડ થાય છે...
બ્રેકિંગ ન્યૂઝ
The News Times પર આપનું સ્વાગત છે | તાજા સમાચારો માટે જોડાયેલા રહો... કચ્છ અને ગુજરાતના તમામ મહત્વપૂર્ણ અપડેટ્સ સતત 24 કલાક ઉપલબ્ધ...
અથવા

વિડિઓ સમાચાર (Shorts)

The News Times

સમાચાર શોધો

દાનવીર જનતાના સહકારથી ફરી ખીલી આશાની કિરણ — કચ્છના યુવાન માટે લાખોની સારવાર સહાય એકત્ર

— જાહેરાત (Google AdSense In-Article Top) —

દાનવીર જનતાના સહકારથી ફરી ખીલી આશાની કિરણ — કચ્છના યુવાન માટે લાખોની સારવાર સહાય એકત્ર

The News Times

કચ્છની ધરતી દયા, સેવા અને સહકારની પરંપરાથી સદાય સમૃદ્ધ રહી છે. આ પરંપરાને આગળ વધારતી એક અનોખી માનવતાભરી પહેલ છેલ્લા પચ્ચીસ વર્ષથી સતત જીવદાયી સાબિત થઈ રહી છે. અનશનવ્રતધારી, જૈન સમાજરત્ન તારાચંદભાઈ જગશી છેડાની પ્રેરણાથી અને સંસ્થાના પ્રમુખ જીગર તારાચંદભાઈ છેડાના માર્ગદર્શન હેઠળ સંચાલિત ક.વી.ઓ. જૈન મહાજન ભુજ દ્વારા કચ્છ જિલ્લામાં અતિ ગંભીર અને જીવલેણ બીમારીથી પીડાતા ગરીબ તથા મધ્યમવર્ગીય દર્દીઓને સારવાર માટે આર્થિક સહાય આપવામાં આવે છે.

આ સમગ્ર ઘટનાએ ફરી સાબિત કર્યું કે માનવતા હજુ જીવંત છે — અને સમાજ સાથે ઊભો રહે ત્યારે અશક્ય લાગતી લડાઈ પણ જીતવામાં આવે છે.
આ સંસ્થા વર્ષોથી એક અનોખી પદ્ધતિ દ્વારા કાર્યરત છે. સંસ્થા શરૂઆતમાં જ દર્દીને ઓપરેશન માટે રૂપિયા ૨૫,૦૦૦ની સહાય પોતાના ફંડમાંથી આપે છે અને ત્યારબાદ વર્તમાનપત્રોમાં જાહેર અપીલ પ્રકાશિત કરે છે. કચ્છ તેમજ કચ્છ બહાર વસતા દાનવીર લોકો આ અપીલને હંમેશા ઉત્સાહભેર પ્રતિસાદ આપે છે. જરૂરી રકમ ટૂંકા ગાળામાં એકત્રિત થઈ જાય છે અને તે સંપૂર્ણ પારદર્શિતાથી દર્દી કે તેના પરિવારને સુપ્રત કરવામાં આવે છે. વિશેષ વાત એ છે કે રકમ એકત્ર થયા બાદ સંસ્થા ફરી અખબારમાં જાહેર આભાર વ્યક્ત કરીને વધુ દાન ન મોકલવાની વિનંતી પણ કરે છે — જે સંસ્થાની વિશ્વસનીયતા અને પારદર્શિતાનો જીવંત પુરાવો છે.

The News Times


તાજેતરમાં અંજાર શહેર નિવાસી મણશીભાઈ મહેશ્વરના પુત્ર ચિ. યોગેશ માટે આ જ માનવતાભરી પહેલ આશીર્વાદ સમાન સાબિત થઈ. યોગેશને ફેફસાંના ટ્રાન્સપ્લાન્ટ જેવી અતિ જટિલ અને ખર્ચાળ સારવારની જરૂર છે, જેના માટે અંદાજે રૂપિયા ૪૫ લાખનો ખર્ચ થવાનો છે. હાલના તબક્કે પ્રાથમિક તપાસ અને સારવાર માટે જ રૂપિયા ૫ લાખની તાત્કાલિક જરૂરિયાત હતી.


યોગેશનો પરિવાર આર્થિક રીતે નબળો છે. પિતા નિવૃત્ત છે, નાનો ભાઈ અભ્યાસ કરી રહ્યો છે અને મોટો ભાઈ ખાનગી મેડિકલ ક્ષેત્રે નોકરી કરીને ઘરનું ગુજરાન ચલાવે છે. આવી પરિસ્થિતિમાં આટલો મોટો ખર્ચ ઉઠાવવો પરિવાર માટે અસંભવ હતો. નિરાશાની ઘડીમાં પરિવારે જીગર તારાચંદભાઈ છેડાનો સંપર્ક કર્યો.


સ્થિતિની ગંભીરતા સમજતા જ જીગરભાઈએ તરત જ જાહેર અપીલ પ્રકાશિત કરવાની વ્યવસ્થા કરી. કચ્છ અને બહાર વસતા દાનવીર લોકોએ ફરી એકવાર હૃદયથી સહકાર આપ્યો અને ટૂંકા જ સમયમાં જરૂરી રકમ એકત્રિત થઈ ગઈ. સંસ્થાની વર્ષોથી ચાલી આવતી વિશ્વાસપાત્ર કામગીરીના કારણે લોકો નિર્ભયતાથી દાન આપે છે અને જરૂરિયાતમંદ સુધી સહાય ઝડપથી પહોંચે છે.

The News Times


જીગરભાઈએ જણાવ્યું કે, મારા પૂજ્ય પિતાશ્રીએ શરૂ કરેલી આ જાહેર અપીલની પરંપરા આજે હજારો પરિવારો માટે આશાનું પ્રતિક બની છે. દાનવીર જનતાના સહકારથી છેલ્લા પચ્ચીસ વર્ષમાં અનેક દર્દીઓને નવું જીવન મળ્યું છે.


એકત્રિત થયેલી સહાયની રકમનો ચેક દર્દીના પિતાને સોપવામાં આવ્યો. આ પ્રસંગે જિલ્લા પંચાયતના સભ્ય કેશવજીભાઈ રોશીયા, દિનેશભાઈ માતંગ તેમજ દર્દીના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.

અહેવાલ: રોહિત પઢિયાર, ભુજ

મો.966 492 8653

અમારી સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો.

ધ ન્યુઝ ટાઈમ્સ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે.

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ધ ન્યુઝ ટાઈમ્સ (The News Times) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ધ ન્યુઝ ટાઈમ્સ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android એપ. લેટેસ્ટ ન્યૂઝ થી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયા પ્લેટફોર્મ પર અમારી સાથે જોડાઓ.

સમાચાર શેર કરો:
— જાહેરાત (Google AdSense In-Article Bottom) —
💬
વોટ્સએપ ચેનલમાં જોડાઓ

ગુજરાત અને દેશ-વિદેશના તાજા અને મહત્વના સમાચારો સીધા આપના મોબાઈલ પર મેળવો.

WhatsApp ચેનલમાં જોડાઓ →

💬 વાચકોનો પ્રતિભાવ (Comments)

0 ટિપ્પણીઓ:

— જાહેરાત (Google AdSense) —
હોમ