કચ્છમાં શિક્ષકોની ઘટ પુરાશે: વેરીફીકેશન બાદ સ્થળ પર નિમણુંક પત્રો અપાયા

Live Viewer's is = People



કચ્છ જીલ્લા માધ્યમિક શિક્ષણાધિકારી કચેરી ખાતે જ્ઞાન સહાયક યોજના અંતર્ગત ડોક્યુમેન્ટ વેરિફિકેશનની કામગીરી હાથ ધરાઈ હતી. સરકાર દ્વારા અજ્ઞાન સહાયક ભરતી ની જાહેરાત મુજબ કચ્છને ૩૮૪ ઉમેદવારોની ફાળવણી કરવામાં આવી છે. આ ફાળવણી થતાં બોર્ડના વિદ્યાર્થીઓને રાહત થશે. છેલ્લા બે દિવસથી જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી ઉમેદવારોથી ધમધમી રહી હતી. વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ઉમેદવારોને ટોકન આપવામાં આવ્યા હતા. અને હાજર રહેલ ઉમેદવારોને સ્થળ પર જ નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા હતા.



જીલ્લા શિક્ષણ અધિકારી સંજય પરમાર એ જણાવ્યું હતું કે, માધ્યમિક વિભાગમાં સરકારીમાં ૩૦૬ અને ગ્રાન્ટેડ શાળામાં ૧૧૧ મળી કુલ્લ ૪૧૭ જગ્યાઓ ખાલી હતી જેમાંથી ૩૮૪ જેટલા ઉમેદવારોની ફાળવણી કરવામાં આવી છે અને ૩૨૫ જેટલા ઉમેદવારોને નિમણૂક પત્રો આપવામાં આવ્યા છે.



ડોક્યુમેન્ટ વેરીફીકેશન ની પ્રક્રિયા બે દિવસ ચાલી હતી જેમાંથી પ્રથમ દિવસે ૨૫૮ અને બીજા દિવસે ૬૭ જેટલા ઉમેદવારોને હુકમો આપવામાં આવ્યા છે. જ્યારે ૫૯ ઉમેદવારોને વેઇટિંગ લિસ્ટ મુજબ હુકમો આપવામાં આવશે. જે ઉમેદવારોને હુકમો મળ્યા છે તે આગામી ૧ નવેમ્બરથી નિમણૂક ઓર્ડર મુજબ શાળામાં હાજર થશે.



જ્ઞાન સહાયક શિક્ષકો ૧૧ માસના કરાર આધારિત ફરજ બજાવશે અત્રે નોંધનીય છે કે, મોટાભાગના જ્ઞાન સહાયક ઉમેદવારો કચ્છ જીલ્લા બહારના છે. જો કે હાલે ૩૨૫ જેટલા ઉમેદવારોને નિમણુંક અપાતા બોર્ડના વિદ્યાર્થીઓને રાહત થશે.



અહેવાલ - રોહીતસિંહ પઢીયાર, ભુજ.


ધ ન્યુઝ ટાઈમ્સ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે.

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ધ ન્યુઝ ટાઈમ્સ (The News Times) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ધ ન્યુઝ ટાઈમ્સ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android એપ. લેટેસ્ટ ન્યૂઝ થી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયા પ્લેટફોર્મ પર અમારી સાથે જોડાઓ.

Post a Comment

0 Comments

close