ભચાઉમાં આવેલા વોર્ડ નં.7 માં આવેલા ભઠ્ઠા વિસ્તારમાં વારંવાર થતાં વીજ વિક્ષેપના કારણે રહેવાસીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. હાલત એવી થઈ છે કે, છેલ્લા ત્રણ દિવસમાં બે વખત ટીસી બદલાવવાનો વારો આવ્યો છે. વોર્ડ નંબર સાતના ભઠ્ઠા વિસ્તારમાં આવેલી આશા બા પીરની દરગાહ પાસે પીજીવીસીએલ ના ગુરુકૃપા ફીડરમાં છેલ્લા એકાદ માસથી વીજ ધાંધિયા શરૂ થયા છે. લો વોલ્ટેજ અને અવારનવાર વીજ વિક્ષેપના કારણે સ્થાનિક રહેવાસીઓના વિદ્યુત ઉપકરણો માં નુકસાની પણ થવા પામી છે. ક્યારેક ક્યારેક આખી રાત લાઈટ ન હોવાના કારણે લોકોના આરોગ્ય પણ બગડે છે. વિજિલન્સ દ્વારા વીજ ચોરીની ચકાસણી હાથ ધરાઈ પરંતુ આવા અંદરના વિસ્તારોમાં કોઈ ટીમ ચકાસણી કરવા આવતી નથી. નાનકડા એવા ડીપીમાં ઓવરલોડ થઈ જવાના કારણે વારંવાર ટીસી ઉડી જવાની સમસ્યા જાણે દૈનિક હાજરી પુરાવા આવતી હોય તેવી રીતે ઉપસ્થિત થાય છે. ત્યારે અમુક લોકો ગેરકાયદેસર કનેક્શન લઈ વીજ વપરાશ કરે છે તેવા આક્ષેપો સ્થાનિક લોકોએ કર્યા હતા. બીજી બાજુ નાના એવા ડીપી માંથી થ્રી ફેસ કનેક્શન આપવાના કારણે પણ ડીપી પર લોડ પડે છે અને ટીસી ઉડી જાય છે.
અહેવાલ - ગની કુંભાર, ભચાઉ.
અમારી સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો.
ધ ન્યુઝ ટાઈમ્સ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે.
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ધ ન્યુઝ ટાઈમ્સ (The News Times) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ધ ન્યુઝ ટાઈમ્સ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયા પ્લેટફોર્મ પર અમારી સાથે જોડાઓ.
0 Comments