મોટર ગેરેજ ચલાવતા મેકેનિકના બાળકે દસમા ધોરણમાં સિદ્ધિ હાંસલ કરી

Live Viewer's is = People

એક વિદ્યાર્થી ધારે તો શું ન કરી શકે? આજે દસમા ધોરણનું પરિણામ જાહેર થયું છે ત્યારે ભુજના સામાન્ય પરિવારમાંથી આવતા વિદ્યાર્થીએ આજે બાજી મારી હતી.



ભુજના હોસ્પિટલ રોડ પર આવેલી જૈન અજરામરજી ટ્રસ્ટ સંચાલિત ભુજ ઇંગ્લિશ સ્કૂલમાં અભ્યાસ કરતા દેવ બીપીનભાઈ પ્રજાપતિએ સારું પરિણામ લાવી શાળાનું નામ, પરિવારનું નામ રોશન કર્યું છે. ત્યારે તેના માતા પિતાની આંખોમાં હરખના આંસુ આવી ગયા હતા.



શું કહે છે શાળાના આચાર્ય?

શાળાના આચાર્ય અનિલ ગુંસાઈ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, દેવ પ્રજાપતિ શાળાની દરેક પ્રવૃતિમાં ભાગ લેતો હોય છે અને અભ્યાસમાં સંપૂર્ણ ધ્યાન રાખતો હતો. તે સિવાય તે શાળામાં ભણાવવામાં આવતા પાઠને ઘરે રિવિઝન કરી હતી. જેના પરિણામે આજે તેમને આ સિદ્ધિ હાંસલ કરી છે. અને પોતાના પરિવાર સાથે સાથે શાળાને ગૌરવ અપાવ્યું છે. શાળા પરિવારે તેમને મીઠું મોઢું કરાવ્યું હતું અને અભિનંદન પાઠવ્યા હતા.



કેવી પરીસ્થિતિ માંથી પસાર થયો ?

દેવ બીપીનભાઈ પ્રજાપતિ એ સામાન્ય પરિવાર માંથી આવે છે. તેના પિતા મોટર ગેરેજ મેકેનિક છે. ટુ વ્હીલર ગાડી રીપેર કરી પોતાનો ગુજરાન ચલાવે છે. તેમના પિતા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, દેવ ભણવામાં હોંશિયાર હતો, તે શાળાએ થી આવીને અભ્યાસ અને રીવિઝન કરવામાં લાગી જતો હતો. અને કોરોના કાળમાં જ્યારે ગેરેજમાં માણસો ન આવે ત્યારે મારી સાથે મદદમાં રહીને કામ કરતો હતો. અને અભ્યાસ સાથે પિતાને મદદ કરવાની ભાવના સાથે તાલમેલ કર્યું છે. અમે અમારા દીકરા દેવ ને આગળ ભણાવવા માટે તૈયાર છીએ. પણ મારી ઈચ્છા એવી છે કે, તે આગળ જઈને એન્જિનિયર બને.



શું કહે છે વિદ્યાર્થી ?

ભુજ ઇંગ્લિશ સ્કૂલમાં અભ્યાસ કરતા દેવ બીપીનભાઈ પ્રજાપતિએ ધોરણ દસમાં 600 માંથી 544 માર્કસ મેળવ્યા છે અને તે 92.67% અને 99.24 પર્સેન્ટાઇલ સાથે સિદ્ધિ હાંસલ કરી છે. ત્યારે ધ ન્યુઝ ટાઈમ્સ સાથે વાત કરતા જણાવ્યું હતું કે, હું શાળામાં અભ્યાસ કર્યા બાદ ઘરે જઈને તરત જ રિવિઝન કરતો હતો. ભુજ ઇંગ્લિશ સ્કૂલમાં અભ્યાસ દરમ્યાન શાળાના આચાર્ય શ્રી તેમજ શિક્ષકોએ ખૂબ સારી રીતે ભણાવ્યું છે જેનું આ પરિણામ મને મળ્યું છે. મને કોઈ પણ વિષયમાં કોઈ પ્રશ્ન થાય અથવા ના સમજાય તો શાળાના શિક્ષકગણ તરફ થી પૂરું માર્ગદર્શન પૂરું પાડવામાં આવતું હતું અને શાળા તરફ થી આગળ વધવા માટે સતત પ્રેરણા આપવામાં આવતી હતી. સાથે સાથે મારા માટે મારા માતા પિતા પણ પ્રેરણાસ્ત્રોત રહ્યા છે. અને હું હંમેશા ભણું અને આગળ વધું તેવું વાતાવરણ પૂરું પાડ્યું છે. જેના પરિણામે આજે આ પરિણામ આવ્યું છે. મારા આ સારા પરિણામ માટે મારા માતા-પિતા, ભુજ ઇંગ્લિશ સ્કૂલના શાળા પરિવારનો આભારી છું.



સારા સંસ્કાર સાથે ઉચ્ચ કક્ષાની કેળવણી સાથે તેમજ અવ્વલ નંબરે પાસ થઈ માતા-પિતા અને પરિવાર સાથે શાળાનું નામ રોશન કરનાર દેવ બીપીનભાઈ પ્રજાપતિને ધ ન્યુઝ ટાઈમ્સ પણ અભિનંદન પાઠવે છે અને હંમેશા આગળ વધે તેવી શુભકામના પાઠવે છે.

અહેવાલ : રોહિતસિંહ પઢીયાર, ભુજ-કચ્છ.

મો. 966 492 8653

ધ ન્યુઝ ટાઈમ્સ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે.

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ધ ન્યુઝ ટાઈમ્સ (The News Times) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ધ ન્યુઝ ટાઈમ્સ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયા પ્લેટફોર્મ પર અમારી સાથે જોડાઓ.

Post a Comment

0 Comments

close