જાફરાબાદ ની
ખાડી ઉપર જુનો પુલ છે આ પુલ વર્ષોથી ખુબજ ડેમેજ થયેલો છે જ્યારે આનંદીબેન પટેલ મંત્રી
હતા ત્યારે રજુઆત કરવામાં આવેલ હતી.જાફરાબાદમાં નવો પુલ બનાવવામાં આવેલ પરંતુ જુના
પુલનું રીપેરીંગ કરવામાં આવેલ નથી અને માણસો તેમજ
નાના વહનો મોટર સાઇકલ. રીક્ષા માટે ચાલુ રાખવામાં આવેલ છે પરંતુ હાલમાં આ પુલ
ની મુલાકાત લેતા ૧૦૦ ટકા ડેમેજ થયેલો જોવા મળી રહ્યો છે. આ પુલ તાત્કાલિક
અસરથી માણસો માટે બંધ કરવામાં આવે અને ત્યારબાદ તેનું રિપેરીગ કરવામાં આવે, અગાઉના વર્ષોમાં દમણ ગંગા પરનો પુલ આનાથી સારી
કંડીશન મા હોવા છતાં મોટી હોનારત થયેલી જેમાં ૪૦ થી
વધુ બાળકો ના મરણ થયેલા,આવી હોનારત ન થાય તે પહેલાં આ પુલ માણસો
અને નાના વાહનો માટે બંધ કરવામાં આવે તેવી સરકાર શ્રી ને નમ્ર વિનંતી કરી છે.અને તાત્કાલિક
અસરથી જુનો પુલ બંધ કરી નવા પુલ પરથી માણસો ને ચાલવાની વ્યવસ્થા કરવામાં આવે.
રિપોર્ટ: બાબુભાઈ વાઢેળ, ધ ન્યુઝ ટાઇમ્સ, જાફરાબાદ,
0 Comments