વિકાસના નામે એવોર્ડ જીતેલી નગર પાલીકામા અનેક એવા કામો છે જે યોગ્ય રીતે કરવામા
આવે તો વહીવટ સુચારુ રુપે ચાલે તેમ છે. રોડ, રસ્તા, લાઈટ પાણિ જેવી અનેક સુવિદ્યાઓ અહિં પુરી પાડવામા આવી છે.
અને નગરજનો પણ સુવિદ્યાઓનો લાભ લઈ રહ્યા છે. પણ સિક્કાની
બે બાજુઓ હોય છે તેમ અહિં પણ સિક્કાની બિજી બાજુ એવી જ છે, લાખો
રુપીયાના ખર્ચે ઉભા કરાયેલ શોભાના ગાંઠીયા ભચાઉના અનેક વિસ્તારોમા ઉભા કરવામા આવ્યા
છે. ભચાઉના બટીયા વિસ્તાર, નવા બસ સ્ટેશન, વિર સાવરકર ચોક જેવા વિસ્તારોમા ઉભા છે આ શોભાના ગાંઠીયા.
શું છે આ શોભાના ગાંઠીયા...?
વાત એમ છે કે, ભચાઉમા
થતી અનેકવિધ ગતિવિધીઓ ઉપર નજર રાખવા માટે, તંત્ર દ્વારા ત્રીજી આંખ લગાવવામા આવી હતી. જી હા ત્રીજી
આંખ. જેથી ચોરી, કે
અકસ્માત જેવી ઘટનાઓ પર નજર રાખી શકાય, આ ત્રીજી આંખ ભચાઉના બટીયા વિસ્તાર, નવા બસ સ્ટેશન, વિર સાવરકર ચોક જેવા વિસ્તારોમા લગાવવામા આવી હતી. જેથી ચોરી કરનાર ચોર પણ ત્રીજી આંખની બીકે કંઈ પણ કરતા પહેલા
એકવખત વિચાર જરુર કરતો હતો.
ત્રીજી આંખની અત્યારની હાલત શું છે?
ભચાઉના અલગ અલગ વિસ્તારોમા ત્રીજી આંખ જે તે સમયે
તંત્ર દ્વારા લાખો રુપીયાના ખર્ચે લગાવાઈ હતી. ત્યારે ગ્રામજનો પણ વાહવાઈ કરતા થાક્યા
ન હતા. આ ત્રીજી આંખ ભચાઉના બટીયા વિસ્તાર, નવા બસ સ્ટેશન, વિર સાવરકર ચોક જેવા વિસ્તારોમા લગાવવામા આવી હતી. આજે આ શોભાના ગાંઠીયાની જેમ ઉભી છે તેવું જાગૃતોમા ચર્ચાનો
વાયરો ફેલાયો છે. કોઈ પણ કારણસર આ બંધ પડી છે, જેને શરુ કરવામા કોઈને
રસ હોય તેવું દેખાતું નથી.
શું નુકશાન થયું આના કારણે?
ભચાઉની ત્રીજી આંખ સમાન સીસીટીવી કેમેરા બંધ હાલતમા હોવાથી ઘણી જગ્યાએ નજર રાખી
શકાતી ન હોવાના કારણે તસ્કરોને મોકળો મેદાન મળી ગયો છે. સ્થાનીક વેપારીઓના જણાવ્યા
મુજબ નાની મોટી ચોરી, અને
બાઈક તસ્કરી જેવા બનાવો બન્યા છે પણ ત્રીજી આંખ શોભાના ગાંઠીયા જેવી હોવાના કારણે પોલીસ
તંત્રને પણ આવા ગુન્હાઓ શોધવામા મુશ્કેલી પડી રહી છે.
રિપોર્ટ: ગની કુંભાર, ધ ન્યુઝ ટાઇમ્સ, ભચાઉ
0 Comments