ભુજના ટાઊનહોલ ખાતે યોગ બોર્ડ દ્વારા યોગ સંવાદ કાર્યક્રમ યોજાયો, જેમા યોગ ટ્રેનર બનવા ગુજરાત યોગ બોર્ડના સોશિયલ મીડીયા પ્લેટ ફોર્મ સાથે જોડાવા અપીલ કરાઈ

Live Viewer's is = People



રાજય સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ હેઠળ ૨૦૧૯થી રચાએલ ગુજરાત રાજય યોગ બોર્ડ દ્વારા યોગ ટ્રેનરની તાલીમ આપવામાં આવે છે. છેવાડાના માનવી સુધી યોગ પહોંચે અને ગુજરાતને યોગમય બનાવવા રાજયના તમામ જિલ્લામાં યોગ કોચ નિમવા, કોચને તાલીમબધ્ધ યોગ કોચ બનાવવા અને દરેક યોગ કોચ હેઠળ ૧૦૦ જેટલા યોગ ટ્રેનરો ફી તેમના દ્વારા યોગ વર્ગો શરૂ કરવાની કામગીરી બોર્ડ કરી આપે છે.દેશમાં યોગ જાગૃતિનું અભિયાન ચલાવનાર ગુજરાત પ્રથમ છે. ભારતીય સંસ્કૃતિની દેન યોગને સમગ્ર વિશ્વએ સ્વીકારી અને ૨૧મી જુનની વિશ્વ યોગ દિવસ તરીકે ૨૦૧૫થી ઉજવણી કરે છે. યોગ બોર્ડના અધ્યક્ષશ્રી શીશપાલ રાજપૂત દ્વારા યોગમય ગુજરાત અભિયાન અંતર્ગત રાજયમાં યોગ સંવાદ કાર્યક્રમ ચાલી રહયો છે. જેમાં જિલ્લા, તાલુકા, શહેર અને ગ્રામ્યસ્તરના યોગ કોચ અને યોગ ટ્રેનરોના નિઃશુલ્ક એક દિવસના યોગ શિબિર અને સત્ર યોજાઇ રહયા છે.રોગ મુકત શરીર, તનાવમુકત મન અને આનંદયુકત જીવનના લક્ષ્યથી ચાલતી આ શિબિર સત્ર હેઠળ ડિસેમ્બર ૨૧ સુધી યોગમય ગુજરાત અભિયાન ચાલશે. યોગમય ગુજરાતના રીફ્રેશર તાલીમ સત્રમાં ટ્રેનરો અને કોચને સન્માનિત કરવામાં આવે છે તેમજ તાલીમ આપી વધુ રીફ્રેશ કરાય છે.

બોર્ડના ચેરમેનશ્રી શિશપાલ રાજપુત કહે છે એમ, “યોગ કરે રોગ, ક્રોધ અને નશાનો નાશ ના આ આદર્શથી અને સમગ્ર ગુજરાતને યોગમય બનાવી દઈશું. આ હેઠળ તેઓ છેવાડાના વ્યકિત અને ઘર દીઠ એક એક યોગ ટ્રેનર તૈયાર થાય તે માટે બોર્ડ કાર્યશીલ છે.  યોગ ટ્રેનર બનવા માટે યોગની વેબસાઇટ પર રજીસ્ટ્રેશન કરાવવાનું હોય છે. યોગ કોચને માનદ વેતન પણ આપવામાં આવે છે. યોગ ટ્રેનર બનવા માટે ગુજરાત યોગ બોર્ડના સોશિયલ મીડીયા પ્લેટફોર્મ સાથે જોડાઓ એમ ભુજના યોગ કોચ વિજયભાઇ સુખડીયા પણ કહે છે.



આ માટે તેમના સોશિયલ મીડીયા પ્લેટફોર્મ પર જોડાવા તેમની વેબસાઇટ અને ફેસબુક gujaratstateyogboard, ટવીટર @Gujaratyogboard પર અને યુટયુબ Gujaratstateyogboard પર સંપર્ક કરી શકાય છે. રાજયમાં યોગ કોચ દ્વારા ૩૦ દિવસમાં ૮૦ કલાકની યોગ શિક્ષણની તાલીમ આપી યોગ ટ્રેનર્સ, ટીચર્સ તૈયાર કરવામાં આવ્યા છે અને કરાય છે. જેમને માનદ વેતન રૂ.૩ હજાર ચૂકવાય છે. યોગ કલાસમાં ઓછામાં ઓછી ૨૦ વ્યકિતને તાલીમ આપવાની હોય છે, એમ યોગ સેવકશ્રી અક્ષયભાઇ ઠકકર જણાવે છે.



Post a Comment

0 Comments

close