રાષ્ટ્રીય પક્ષી મોર નો પવનચકી ના પાપે મોત. વિકાસ ના નામે વિનાશ યથાવત.પક્ષીવિદોની ચુપકીદી..?

Live Viewer's is = People





તા:૩૦.૩.૨૧ ના રોજ માંડવી તા. કોટડી મહાદેવપુરી માં જી ઇ ઇન્ડિયા કંપની ના વિજલાઈન માં સૉર્ટ સર્કિટ ના કારણે રાષ્ટ્રીય પક્ષી મોર નો મોત નીપજ્યું હતું. તે આશાપુરા મંદિર ની બાજુમાં મોર નું મૃત્યુ થયું હતું. વહીવટીતંત્ર પાસે રાષ્ટ્રીય પક્ષી મોર ના રહેઠાણ ને અનામત જાહેર કરવામાં આવે, એવી સતત રજુઆત છતાં સતત પવનચક્કીઓ અને તેમની વિજલાઈનો ના કારણે અનેક વખત મોર ના મોત થતા રહ્યા છે, તેમ છતાં વહીવટીતંત્ર અને વન વિભાગ દ્વારા સર્વે કરી ને આવી જગ્યાઓ અનામત જાહેર કરવી જોઈએ તે કરવામા આવતી નથી. આ એક નહીં પણ આ અગાઉ કચ્છમા અનેક જગ્યાએ રાષ્ટ્રીય પક્ષી મોરોના મુત્યુ થયા છે,આજે કોટડી મહાદેવપુરી ના જાગૃત નાગરિકો એ વન વિભાગમાં જાણ કરવામાં આવી હતી. ત્યારે ફોરેસ્ટ ની ટીમ ઘટના સ્થળપર આવ્યા હતા અને પંચનામુ કરવામા આવ્યું હતું અને મૃત્યુ પામનાર મોરને પીએમ માટે લઇ ગયા હતા, સ્થાનીક રહેવસીઓએ જિલ્લા વહીવટીતંત્ર વિનંતી કરી હતી કે, આ અંગે તાત્કાલિક અસર થી વિજલાઈન હટાવવામાં આવે અને જી ઇ ઇન્ડિયા કંપની વિરોધ માં ફોજદારી ફરિયાદ નોંધવામાં આવે.

રિપોર્ટ, અસગર માંજોઠી, ધ ન્યુઝ ટાઇમ્સ, નાગ્રેચા



Post a Comment

0 Comments

close