કોરોનાને મ્હાત આપવામા આપ પણ સહયોગ આપી સામાજીક ફરજ બજાવો.

Live Viewer's is = People



મુન્દ્રાના બારોઇ રોડ ખાતે શિશુમંદિરમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રતાડીયાના મેડિકલ ઓફિસર ડો.રીતુ પરમારના માર્ગદર્શન અને આગેવાની હેઠળ યોજાયેલ વેકસીનેશન કેમ્પમાં તાજેતરમાં કુલ ૮૦ જેટલા લોકોએ કોવીશીલ્ડ રસી લીધી હતી. મુન્દ્રામાં તાલુકા આરોગ્ય કેન્દ્રદ્વારા ત્રણ સ્થળે યોજાયેલા વેકસીનેશન કેમ્પમાં ફિમેલ હેલ્થ વર્કરો પણ માનવીય અભિગમથી સાચી કોરોના વોરિયર્સની પોતાની ફરજ નિભાવી રહયા હતા એવા જ એક ફિમેલ હેલ્થ વર્કર નિલમબેનની વાત તેમના જ શબ્દોમાં રજુ કરૂ તો...... હું તાવિયાડ નિલમબેન આઇ. પીએચસી રતાડીયાના સબ સેન્ટર બારોઇ-૨ માં ફરજ બજાવું છું. હું ૩ વર્ષથી બારોઇ-૨ સબ સેન્ટર પર કામ કરું છું. તથા હાલમાં ચાલતા કોરોનાની મહામારી સામે છેલ્લા એક વર્ષથી પ્રયત્નશીલ રહયા છીએ. કોવીડ-૧૯ને અટકાવવા માટે સરકારશ્રી દ્વારા કોરોના વેકસિનેશનનો પ્રોગ્રામ ચાલુ કરવામાં આવ્યો છે. જેમાં અમારી પીએચસી રતાડીયાની પુરી ટીમ દિવસ રાત સમય મર્યાદાઓને ધ્યાનમાં રાખ્યા વગર લોકોની સેવામાં મદદ કરી રહયા છીએ. આજે જયારે કોરોના રસીકરણ કાર્યક્રમ ચાલુ થઇ રહયો છે. તો દરેક લોકોને તથા જાગૃત નાગરિકોને નમ્ર અપીલ છે. આ રસી સુરક્ષિત છે. આ કોરોના વેકસીન લેવી જરૂરી છે અને કોવીડ વેકસીન લેવાથી કોઇ આડઅસર મળતી નથી. આ કોરોના વેકસીન લેવી જરૂરી છે એવી મારી નમ્ર વિનંતીછે. અમે અમારી ફરજ બજાવી રહયા છે. આપ પણ સહયોગ આપી સામાજિક ફરજ બજાવી સમાજ સેવા કરશો એમ તેઓ આમ જનતાને પોતાના સંદેશમાં જણાવે છે.

👉 મુંદ્રાના બારોઈ રોડના નલીનીબા જેઠવાએ કોવિશીલ્ડ રસી લઈ કહ્યું આવું, આપ પણ જાણો શું કહ્યું?

👉 વિથોણના રતનબેન વાળંદે રસી લીધા બાદ કહ્યું આવું, જાણો શું કહે છે? રતનબેન વાળંદ?


Post a Comment

0 Comments

close