કોરોનાની રસી સંપૂર્ણ અને સલામત છે જેથી પ્રયાસ કરીએ કે વધુને વધુ લોકોને વેકિસન લેવા પ્રોત્સાહિત કરી શકીએ- રતનબેન વાળંદ

Live Viewer's is = Peopleવિથોણના રતનબેન વાળંદ જણાવે છે કે, આંગણવાડી વકર્સના પ્રોત્સાહન થકી આજે મેં વેકિસન લીધી છે અને હું પણ પ્રયાસ કરીશ કે મારી પ્રેરણાથી વધુને વધુ લોકો રસી લે. રતનબેન વાળંદ વિથોણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે વેકિસન લેતા જણાવે છે કે, જો કોઇના મનમાં વેકિસન અંગે ડર કે શંકા હોય તો તે કાઢી નાખવા જોઇએ. કારણ કે વેકિસન સંપૂર્ણ સલામત અને સુરક્ષિત છે. કોરોનાની સામે રોગપ્રતિકારક શકિત વધારવા માટે આ રસી ખુબ જરૂરી છે. માટે હું પણ વધુને વધુ લોકોને રસી લેવા માટે પ્રોત્સાહિત કરું જેથી તેઓ રસી લઇને સલામત અને સુરક્ષિત બને.


Post a Comment

0 Comments

close