મુન્દ્રા લોહાણા મહાજન દ્વારા તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું

Live Viewer's is = People

મુન્દ્રા લોહાણા મહાજન દ્વારા તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું.મુન્દ્રા,તા.: તાજેતરમાં મુન્દ્રા લોહાણા મહાજન દ્વારા શૈક્ષણિક ક્ષેત્રે વિરલ સિધ્ધી પ્રાપ્ત કરનારા સમાજના તેજસ્વી તારલાઓને પ્રોત્સાહીત કરવા માટે સરસ્વતી સન્માન સમારોહ પીપલેશ્વર મહાદેવ મંદિરના પ્રાંગણમાં યોજાઈ ગયો. જેમાં જ્ઞાતિજનોના સ્નેહમિલન સાથે નાના નાના ભૂલકાઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રજૂ કરવામાં આવ્યા હતા.લોહાણા મહાપરિષદ, જિલ્લા તથા વિવિધ તાલુકાના લોહાણા સમાજના મોવડીઓની ઉપસ્થિતીમાં યોજાયેલ સન્માન સમારંભમાં નિપુણ મહેશભાઈ ઠકકરનું ઇલેક્ટ્રિક ઇનજીનીયરની ડિગ્રી મેળવવા બદલ મુન્દ્રા લોહાણા મહાજનના પ્રમુખ કપિલભાઈ કેશરીયાના હસ્તે વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત પ્રથમ વર્ષ બી.એ.માં ઉત્તીર્ણ થવા બદલ તિતિક્ષા પ્રકાશચંદ્ર ઠકકરનું સન્માન પૂર્વપ્રમુખ પ્રવીણચંદ્ર વી. ગણાત્રાના હસ્તે, ધોરણ 12માં ઉત્તીર્ણ થવા બદલ ઝીલ છોટાલાલ ચોથાણીનું સન્માન પૂર્વપ્રમુખ મનોજભાઈ એચ. કોટકના હસ્તે, ધોરણ 10માં ઉત્તીર્ણ થવા બદલ કેશવી નિશિથભાઈ ઠકકરનું પ્રકાશ ઠકકરના હસ્તે, ધોરણ 9માં ઉત્તીર્ણ થવા બદલ હિતૈષી મહેશભાઈ ઠકકરનું યોગેશભાઈ ઠકકરના હસ્તે, ધોરણ 8માં ઉત્તીર્ણ થવા બદલ પૂજા પ્રકાશચંદ્ર ઠકકરનું વિમલભાઈ જોબનપુત્રાના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે મહાજન તરફથી સમૂહ પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું.


Post a Comment

0 Comments

close