અબડાસાના તેરા નજીક ટ્રેઈલર અને ટ્રક વચ્ચે થયો અકસ્માત : જાનહાની ટળી

Live Viewer's is = People

અબડાસાના તેરા નજીક ટ્રેઈલર અને ટ્રક વચ્ચે થયો અકસ્માત : જાનહાની ટળી
તેરા નજીક થયો અકસ્માત, ટ્રક અને ટ્રેઇલર વચ્ચે થયેલા અકસ્માતમાં કોઈ જાનહાની થઈ નથી પરંતુ નલિયા બીટા રોડ પર ટ્રાફિક જામ ના દ્રશ્યો ઉભા થયા હતા. અબડાસા નજીક ટ્રેઇલર અને ટ્રક વચ્ચે ગઈકાલે સવારે વાગ્યાના સુમારે થયેલા અકસ્માત ને કારણે બપોરે વાગ્યા સુધી ટ્રાફિક ની લાંબી લાઈનો લાગી હતી. બે કિલોમીટર જેટલી લાગેલી ટ્રાફિકની લાઈનોને ખુલ્લી કરતા કરતા બે વાગી ગયા હતા


     નમક ભરેલી ટ્રેઇલરે ટ્રક ને પાછળ થી ઠોકર મારી હતી જેને કારણે ટ્રેઇલર ની કેબીન નો બુડચો બોલી ગયો હતો. અકસ્માતને પગલે પ્રવાસી બસો, એસ.ટી. બસો, સિમેન્ટ અને મીઠા ભરેલી ટ્રકો લગભગ કલાક સુધી અટવાઈ ગઈ હતી. જો કે અકસ્માતમાં કોઈને જાનહાની થઈ નથી. સદ્ભાગ્યે બન્ને વાહનની ટક્કરમાં કોઇને ઇજા થઇ હતી.અકસ્માતનાં પગલે અટવાઇ પડેલા એસ.ટી. બસ સહિતનાં વાહનો સવારે સાડા આઠ વાગ્યાથી બપોરે બે વાગ્યા સુધી ફસાયેલાં રહ્યાં હતાં. બપોર પછી માર્ગ પૂર્વવત બન્યો હતો. અકસ્માતની જાણ થતાં નલિયા પોલીસ સ્ટેશનના અનિરુદ્ધસિંહ વાઘેલા, અરુણભાઈ ડાભી, યુવરાજસિંહ ઝાલા તેમજ જી.આર.ડી.ના જવાનો પરસોત્તમ વાણંદ અને અરવિંદ યાદવ સહિતના કર્મચારીએ હાજર રહી વ્યવસ્થા સાંભળી હતી.

રિપોર્ટ : હીરાજીભાઈ મહેશ્વરી, તેરા, બીટા, નલિયાPost a Comment

0 Comments

close