ભુજની એરપોર્ટ રોડપર આવેલી મુસ્લીમ એજયુકેશન શાળામાં કર્મચારીઓને કરાયા છુટા

Live Viewer's is = People

ભુજની એરપોર્ટ રોડપર આવેલી મુસ્લીમ એજયુકેશન શાળામાં કર્મચારીઓને કરાયા છુટા


ભુજની એરપોર્ટ રોડપર આવેલી મુસ્લીમ એજયુકેશન શાળામાં કર્મચારીઓને કરાયા છુટા. કોરોનાની મહામારી વચ્ચે લોકડાઉન વચ્ચે કર્મચારીની હાલત કફોળી થઈ ગઈ છે. સરકારશ્રીના નીયમો મુજબ ખાનગી શાળામાં કોઈ પણ કર્મચારીઓને છુટા કરવા માટે એક માસ અગાઉ કારણદર્શક નોટીશ આપી ફરજ મુકત કરવામાં આવે છે ત્યારે આવા કોઈ નીયમો સંસ્થા દ્વારા પાડવામાં આવ્યા નથી. અને અનેક કર્મચારીઓને ભુખ ભેગા કરી દેવાયા છે.




ટ્રસ્ટના ટ્રસ્ટીઓના અંદરો અંદરના ડખ્ખાઓનો શીકાર બન્યા છે ચોથા વર્ગના કર્મચારીઓ. કર્મચારીઓને કયાંય દાદ ન મળતા મીડીયાનો સહારો લીધો હતો અને પોતાની આપવીતી સંભળાવી હતી. ભુજના વસીમ ચૌહાણ જે મુસ્લીમ એજયુકેશનમાં છે૮લા પાંચ વર્ષથી ફરજ બજાવી રહયા હતા. ટ્રસ્ટ દ્વારા અચાનક ફરજમુકત કરાતા વસીમ ચૌહાણની હાલત કફોળી થઈ ગઈ છે. ફરજમુકત કરવાને કારણે વસીમના પરિવારનો ગુજરાન ચલાવો મુશ્કેલ છે.પરિવારમાં બે નાના બાળકો છે. હાલત ખરાબ થઈ ગઈ છે. અને ઘરમાં ખાવાપીવાની રાશન સામગ્રી પણ ખુટી જવા પામેલ છે. મુસ્લીમ એજયુકેશન ટ્રસ્ટ દ્વારા સરકારી નીયમોને ઘોળીને પી જવાયું છે. હેલ્પર જેવા વ્યકિતની પાંચ વર્ષની ફરજને ધ્યાનમાં ન રાખી એકાએક કોઈપણ જાતના કારણ વિના છુટો કરી દેવાતા વસીમ તેમજ તેના પરીવારજનો મુશ્કેલીમાં મુકાયા છે. વસીમને તેના પરીવારનો ગુજારો કરવો મુશ્કેલ બની ગયો છે અત્યારે વસીમના ઘરની હાલત એવી છે કે દરરોજ જમવા માટે રાશન સામગ્રીની વ્યવસ્થા કરવી એ મહામુશ્કેલીનો સામનો કરવો પડે તેમ છે. કોઈપણ વ્યકિતની આવક બંધ થાય ત્યારે દૈનીક જરૂરીયાતની ચીજવસ્તુઓની વ્યવસ્થા કરવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે તેમ છે.

બીજીબાજુ સમજસેવાના નામે ઉભા કરાયેલા ટ્રસ્ટની યોગ્ય તપાસ કરવામાં આવે તો અનેક ગેરરીતિઓ સામે આવે તેમ છે. અને હિટલર શાહી જેમ શાસન ચલાવતા બનીબેઠેલાં ટ્રસ્ટીઓ ના પગ નીચે રેલો આવે તેમ છે. અને આ અનેક ભોપાળા બહાર આવે તેમ છે.

રિપોર્ટ :અયાઝ સિદ્દીકી, ભુજ 

Post a Comment

0 Comments

close