ભચાઉ તાલુકા ના ખડીર પોલીસ સ્ટેશન ના એએસઆઇ નું મોટર સાયકલ સ્લીપ થતાં નિધન થયું
હાલ કોરોના વાયરસ નો કહેર વકરી રહ્યો છે રાત દિવસ પોલીસ તંત્ર તનતોડ મહેનત કરી ને લોક ડાઉન નો અમલ કરાવી રહ્યા છે ત્યારે આજે બપોર ના ભાગે ખડીર પોલીસ સ્ટેશનના ધોરાવીરા ઓપી મા એએસઆઇ તરીકે ફરજ બજાવતા દિપક સિંહ અજીત સિંહ જાડેજા ઉ. વ. ૫૫ કે જેઓ રતનપર થી ધોરાવીરા મોટર સાઇકલ પર જઈ રહ્યા હતા ત્યારે જનાણ બાંભણકા વચ્ચે મોટર સાયકલ સ્લીપ થતાં ગંભીર ઈજા થતાં સારવાર માટે રાપર સીએચસી ખાતે ખસેડવામાં આવ્યા હતાં જ્યા સારવાર દરમિયાન નિધન થતાં વાગડ વિસ્તારમાં પોલીસ તંત્ર મા શોક નું મોજું ફરી વળ્યું દિપક સિંહ જાડેજા મુળ ભચાઉ તાલુકાના વામકા ગામ ના વતની હતા આ અંગે ખડીર. બાલાસર પીએસઆઇ બી. જે. પરમાર એ તપાસ હાથ ધરી છે આવતી કાલે ગાડઁ ઓફ ઓનર સાથે અગ્નિ સંસ્કાર કરવામાં આવશે એએસઆઇ ના નિધન થી શોકની લાગણી ફેલાઈ છે
0 Comments