કોટડા(જડોદર) ના અસ્થિર મગજના યુવાનનું અકસ્માતમાં મૃત્યુ થયું -જયંતિલાલ વાઘેલા

Live Viewer's is = People


કોટડા જડોદર ગામે 2002માં ગ્રામજનો દ્વારા આ મંદબુદ્ધિ નો અસ્થિર મગજ નો યુવાન કોટડા ગામમાં અંદાજિત ૧૭ વર્શપહેલા કોટડા ગામ ગામ માં આવયો હતો  ગ્રામજનો દ્વારા પોતાના ગામનો સદસ્ય માનીને ૧૭ વર્ષથી આ યુવાને ભોજન અને કપડા ની સુવિધાઓ આપતા હતા અને ઘણા વર્ષ આ વ્યક્તિ ને પરિવાર ની શોધ કરતા પણ આ ઈસમ ની ઓળખ ના મળી  ત્યારે આજે  રાત્રે આ વ્યક્તિ કોટડા થી રામદેવપીર ના  મેળામાં આવતા અને મેળા માં ફરતો ત્યારે શંકાસ્પદ વિશે પોલીસ ને જાણ થતાં પોલીસ તપાસ માં જાણવા મળ્યું કે આ વ્યક્તિ મંદબુદ્ધિ નો છે, તેવું જાણવા મળ્યું હતું,  પોલીસ ને માલુમ થતા રાત્રી દરમિયાન પોલીસ દ્વારા તેમના ફોટો પાડી  લીધો ત્યારબાદ રાત્રિના સમય દરમિયાન  કોટડા ગામ પરત જતો ત્યારે વિરાણી ફાટક અને લાલકા ફેક્ટરી ની વચ્ચે કોઈ અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા હડફેટ લેતા ઘટનાસ્થળ પર મોત નિપજયું છે. મુત્યુ પામનાર આ શખ્સની  ઓળખાણ થઈ નથી. ત્યારે કોટડા જડોદર ગામના ગ્રામજનો, નખત્રાણા પોલીસ સ્ટેશન અને મીડિયાના મિત્રો દ્વારા આ મંદબુદ્ધિ આ વ્યક્તિ ના ફોટા ને જો કોઈ ઓળખતા હોય તો માનવતાની ફરજ નિભાવી તેમના પરિવારને જાણ કરવા વિનંતી કરવામાં આવે છે. આ વ્યક્તિ હાલે નખત્રાણા પોલીસ સ્ટેશનનો સંપર્ક કરે અને આ વ્યક્તિ ની ડેડ બોડી નખત્રાણા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં રાખવામાં આવી છે તો આમ જનતાને અપીલ છે કે જે આ ફોટો વાળા વ્યક્તિને કોઈ ઓળખતા હોય તો તેમના પરિવારને જાણ કરે.

રીપોર્ટ : જયંતિલાલ વાઘેલા, નખત્રાણા 


Post a Comment

0 Comments

close