બ્રેકિંગ ન્યૂઝ :ભૂજમાં ધમધમતા રોડ પર અત્યારે કાર સળગી હતી

Live Viewer's is = Peopleભુજના ટ્રાફિક થી ધમધમતા માર્ગ જ્યુબિલી ગ્રાઉન્ડ થી વીડી હાઈસ્કૂલ જતા રોડ પર ફોર વ્હીલર ટાટા ઈન્ડીકા કાર બળી ગઈ હતી. વાહનના આગળના ભાગે સ્પાર્કિંગ થતું હતું. આ સ્પાર્કિંગે થોડી જ વાર માં વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં આખી કાર ભળભળ કરતા બળી ગઈ હતી.  વાહનચાલક ને આગ લાગવાની જાણ થતાં તેઓ કાર માંથી બહાર નીકળી ગયા હતા. જેથી કોઈ જાનહાનિ થઈ નહોતી. વાયરીંગમા શોર્ટ સર્કિટ ના કારણે આગ લાગી ગઈ હતી. આસપાસના લોકો એ ભુજ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતાં, ભુજની ફાયર બ્રિગેડની ટીમ તુરંત ઘટના સ્થળે દોડી આવી હતી. અને બર્નિંગ કારની આગને કાબૂમાં લીધી હતી. મોડીરાતે સાડાદસ, અગીયાર વાગ્યાની આસપાસ બનેલા આ બનાવથી થોડા સમય સુધી ટ્રાફિકજામ સર્જાયો હતો, પરંતુ નગરપાલિકા ની ફાયર ફાઈટર ટીમે ઝડપથી કામગીરી કરી આગને કાબૂમાં લેવામાં આવતા વધુ નુકશાની ટળી હતી. 

રીપોર્ટ :અયાઝ સિદીકી, ભુજ

Post a Comment

0 Comments

close