મુસ્લિમ હોસ્ટેલ ના છત પર લગાડવામાં આવેલા મોબાઈલ ટાવર પર લાગી આગ.

Live Viewer's is = People
ભુજના મણિયાર ફળિયા ખાતે આવેલ મુસ્લિમ હોસ્ટેલ ના છત પર લગાડવામાં આવેલા મોબાઈલ ટાવર પર લાગી આગ.


કલાકો સુધી હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ દ્વારા બુઝાવવા માટે નિષ્ફળ પ્રયત્નો કરવામાં આવ્યા.

આસપાસમાં રહેતા લોકો માટે રોષની લાગણી ફેલાઈ છે. આ રહેણાંક વિસ્તારમાં મોબાઈલ કંપનીના ટાવર ન હોવા જોઈએ. તેવી પ્રબળ માંગણી કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસો અગાઉ નખત્રાણાના વિરાણી ખાતે પણ મોબાઈલ કંપનીના ટાવરમાં આગ લાગી હતી.


ભુજના મણિયાર ફળિયા ખાતે આવેલી મુસ્લિમ હોસ્ટેલ મુસ્લિમ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા સંચાલન કરવામાં આવે છે. આજે હોસ્ટેલમાં છત પર લગાવવામાં આવેલ મોબાઇલના ટાવરમાં આગ લાગી હતી. મુસ્લિમ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા વધુ રૂપિયા કમાવા ની લાલચમાં મોબાઇલ કંપનીવાળા ને ટાવર લગાવવાની પરમિશન આપી વિદ્યાર્થીઓના આરોગ્ય સાથે ધોરીધાર ચેડા કરવામાં આવે છે. કારણ કે મોબાઈલના ટાવર માંથી નિકળતા કિરણો જો પુખ્ત વયના માણસને નુકસાન કરતા હોય તો હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓને કેટલું નુકસાન કરતા હશે?  લાગેલી આગના પગલે કોઇ જાનહાની થઇ નથી, પરંતુ જો કોઈ જાનહાનિ થાત અને સુરત જેવી ઘટનાનું પુનરાવર્તન થાય તો જવાબદાર કોણ આ પણ લોક ચર્ચાઓ ચાલી રહી હતી. ફાયર સેફ્ટીના કોઈપણ સાધનો આ મોબાઈલ ટાવર ની આસપાસ જોવા મળ્યા ન હતા વિદ્યાર્થીઓએ પાણીના ટાંકા માંથી નાની-નાની પાણીની બાલદીઓ ભરી આ વિકરાળ આગને કાબૂમાં કરવા માટે નિષ્ફળ પ્રયત્નો કર્યા હતા હોસ્ટેલ ની અંદર પણ ફાયર સેફ્ટીના સાધનો નો અભાવ જોવા મળ્યો હતો. જ્યારે સુરતની ઘટના બની હતી ત્યારે ભુજનું વહીવટી તંત્ર સફાળું જાગ્યું હતું અને ખાનગી ટયુશન સંચાલકો ને સેફટી ના સુચનો આપ્યા હતા, અને જ્યાં સુધી પુરતા સાધનો ઉપલબ્ધ કરાવવામાં ન આવે ત્યાં સુધી ટ્યુશન કલાસ બંધ પણ રહ્યા હતા. તે સમયે તમામ શાળાઓમાં સર્વે કરાવવામાં આવેલ.  આ સર્વેમાં હોસ્ટેલ પરનું મોબાઈલ ટાવર તંત્ર ની નજરમાં આવ્યું નહોતું. કદાચ તંત્ર ને ગાંધી બાપુના ફોટાવાળા ચશ્માં પહેરાવી દેવામાં આવ્યા જેથી સર્વેમાં બધું બરાબર દેખાય. 



આ અંગે મુસ્લિમ એજ્યુકેશન ટ્રસ્ટના ટ્રસ્ટીઓ સાથે મીડિયાવાળા અને પ્રશ્નોત્તરી કરી હતી ત્યારે ટ્રસ્ટી ઉશ્કેરાઈ ગયા અને સ્પષ્ટ ભાષામાં જણાવેલ કે, અમે કોઈને જવાબ આપવા બંધાયેલા નથી તમને પણ ઇન્ટરવ્યુ આપીશ નહિ.

આમ માત્ર પૈસા કમાવાની લાલચમાં વિદ્યાર્થીઓના આરોગ્ય સાથે વિદ્યાર્થીઓ ના જીવન સાથે ગંભીર ચેડા કરી, મોબાઈલના ટાવર હોસ્ટેલની છત ઉપર લગાવવાની પરમિશન આપી એક ગંભીર કાર્ય કરેલ છે, અને તંત્ર ની ચુપકીદી ઘણુંબધું કહી જાય છે. તંત્ર હજુ કોઈ મોટી દુર્ઘટના થવાની રાહ જોતો હોય તેમ લાગે છે.  તેવું પણ આસપાસ રહેતા લોકો જણાવી રહ્યા હતા. તો બીજી બાજુ એવી પણ લોક ચર્ચાઓએ જોર પકડ્યું છે કે, સરકારી પરિપત્ર પ્રમાણે શાળાના શિક્ષકો દ્વારા ટ્યુશન ચલાવી શકાય નહીં, જ્યારે મુસ્લિમ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત આજ હોસ્ટેલમાં શાળાના શિક્ષકો દ્વારા ફી ઉઘરાવીને ટ્યુશન ક્લાસ ચલાવવામાં આવે છે અને ટ્રસ્ટ દ્વારા ત્યાંથી પણ નાણાં ઉસેડવામાં આવે છે મતલબ કે નાણાં કમાવાનો કોઈ પણ રસ્તો આ ટ્રસ્ટ મૂકતો નથી. સરકાર હોસ્ટેલો અને શાળાઓની છત પર લાગેલા મોબાઈલ ટાવરો અંગે યોગ્ય કાર્યવાહી કરે તેવી લોક માંગણી ઉઠી છે

રીપોર્ટ :અયાઝ સિદીકી, ભુજ

Post a Comment

0 Comments

close