૧૦% ઈ ડબલ્યુ એસ ની યોજના કચ્છ માટે લોલીપોપ, એબીવીપીની રજુઆત

Live Viewer's is = People

સરકાર દ્વારા 10% EWS લાગુ કરવામાં આવ્યું છે પણ કચ્છ યુનિવર્સિટીમાં બીએડ જેવા અભ્યાસક્રમોમાં તેનો અમલીકરણ થતો નથી.ત્યારે વિદ્યાર્થીઓને ન્યાય અપાવાની માંગ સાથે વિવિધ વિદ્યાર્થીલક્ષી પ્રશ્નોની રજુઆત ABVP દ્વારા યુનિવર્સિટીમાં કરવામાં આવી હતી..





ક્ચ્છ યુનિવર્સિટી સંલગ્ન વિવિધ કોલેજોના છાત્રોના રી એસેસમેન્ટ અને રી ચેકીંગના પરિણામો તેમજ તાજેતરમાં લેવાયેલી રીમીડિયલ પરિક્ષના પરિણામો તાત્કાલીક જાહેર કરવામાં આવે..કચ્છમાં અમુક કોલેજો દ્વારા માત્ર ચાલુ વર્ષના વિદ્યાર્થીઓને જ પ્રવેશ અપાયો છે જેમની સામે કાર્યવાહી થાય...સરકારે સવર્ણ જ્ઞાતિના આર્થિક નબળા વર્ગ માટે 10 ટકા અનામત જાહેર કર્યું છે પણ ક્ચ્છ યુનિવર્સિટીમાં હજી તેનું અમલીકરણ થયું નથી ત્યારે આ સહિતના મુદ્દે તાત્કાલિક નિવેડો આવે તે માટે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના છાત્રોએ યુનિવર્સિટીમાં પરીક્ષા નિયામકને આવેદનપત્ર આપી નિરાકરણની માંગ કરી છે.

રીપોર્ટ :અયાઝ સિદીકી ભુજ 

Post a Comment

0 Comments

close