પોષણ ઉત્સવ તથા પોષણ ઉડાન અંતર્ગત ભુજ ઘટક ભુજ ૧ ના કોડકી સેજામાં આવતી માનકુવા આંગણવાડી નંબર પાંચ માં ભુજ ઘટક ૧ના કોડકી સેજા માં કચ્છ જિલ્લા સંકલિત બાળ વિકાસ યોજનાનાં પ્રોગ્રામ ઓફિસર દશરથ પંડ્યા તથા અધિકારી જાગૃતિબેન જોશીના માર્ગદર્શન હેઠળ પોષણ ઉત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ. જેમાં મિલેટ્સ (શ્રીઅન્ન), ટી.એચ.આર (બાલ શક્તિ,પૂર્ણા શક્તિ માતૃશક્તિ,) તથા સરગવા માંથી બનતી વિવિધ પૌષ્ટિક વાનગીઓની હરીફાઈ યોજવામાં આવી હતી. જેમાં આંગણવાડી કાર્યકર બહેનો, આંગણવાડી તેડાગર બહેનો તથા આંગણવાડીના લાભાર્થીઓ - સગર્ભા બહેનો, ધાત્રી બહેનો તથા કિશોરીઓએ વિવિધ વાનગીઓ બનાવીને સ્પર્ધામાં ભાગ લીધો હતો.. કાર્યક્રમમાં મહેમાનો તરીકે તાલુકા પંચાયત સભ્ય મંજુલાબેન ભંડેરી, PHC કોડકીના મેડિકલ ઓફિસર ડૉ.ઉપાસના ગોર, કન્યા શાળાનાં શિક્ષિકા કવિતાબેન, કુમારશાળાનાં આચાર્ય વિષ્ણુભાઈ નિનામા, પૂર્વ મુખ્ય સેવિકા વનીતાબેન ચાવડા હાજર રહ્યા હતા. ઉપરાંત આઈસીડીએસ, આરોગ્ય વિભાગ, આંગણવાડી કાર્યકર બહેનો, લાભાર્થીઓ અને ગામ લોકોએ ભાગ લીધો હતો. દીપ પ્રાગટ્ય દ્વારા કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી. આમંત્રિત તમામ મહેમાનોનું તુલસીના છોડથી સ્વાગત કરવામાં આવેલ.
કોડકી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડોક્ટર ઉપાસનાબેન ગોર દ્વારા મિલેટ્સના ફાયદાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જ્યારે માનકુવા કન્યાશાળાના શિક્ષિકા કવિતાબેન દ્વારા મિલેટ્સનાં પ્રકાર અને તેમના ઉપયોગ કરવા અંગે સમજણ આપવામાં આવી હતી. પૂર્વ મુખ્ય સેવિકા વનિતાબેન ચાવડાએ નવી બનતી વિવિધ વાનગીઓ બનાવવા માટે લાભાર્થીઓને અનુરોધ કર્યો હતો કોડકી સેજાનાં મુખ્ય સેવિકા રસીલા ચાવડા દ્વારા ટેક હોમ રાશન THR ક્યાં બને છે? અને તેમાંથી મળતા પોષક તત્વો અંગે લાભાર્થીઓને સમજ આપવામાં આવી હતી. પોષણ ઉડાન કાર્યક્રમમાં નાના ભૂલકાઓએ બાળગીતો રજૂ કર્યા હતા. જેને નિહાળી મહેમાનો પણ અભિભૂત થયા હતા. સાથે સાથે બાળકની માતા, કિશોરીઓ એ આંગણવાડી માંથી મળતી સેવાઓ અંગેના પોતાના અનુભવો રજૂ કરી પ્રતિભાવો આપવામાં આવ્યા હતા.
કાર્યક્રમમાં મિલેટ માંથી બનાવવામાં આવેલી વાનગીઓનું નિદર્શન ગોઠવવામાં આવ્યું હતું. વાનગી નિદર્શન દ્વારા નિર્ણાયકોએ પોતાના નિર્ણય જાહેર કર્યા હતા અને મિલેટ માંથી બનતી વાનગીઓમાં પ્રથમ નંબરે જુવારની ખીચડી જે માનકુવા પાંચ આંગણવાડીનાં કાર્યકર જોસના બેન સુથાર દ્વારા બનાવાઈ હતી, દ્વિતીય નંબરે બાજરીની ઈડલી જે માનકુવા ૧ આંગણવાડી કાર્યકર ઇન્દિરાબેન ચાવડા દ્વારા બનાવાય હતી તેમજ તૃતીય નંબરે જુવારનો હાંડવો જે આંગણવાડી કાર્યકર આશાબેન સોની દ્વારા બનાવવામાં આવ્યો હતો. તે સિવાય THR માંથી બનતી વાનગીઓમાં પ્રથમ નંબરે બાલ શક્તિ ના બિસ્કીટ આંગણવાડી કોડકી બે ના કાર્યકર પ્રાચીબેન ભુડિયા, દ્વિતીય નંબરે ટીએચઆર મિક્સ કેક, જે માનકુવા 10 આંગણવાડી કેન્દ્રના લાભાર્થી અસ્મિતા બેન ત્રાયા, અને તૃતીય નંબરે બાલ શક્તિના લાડુ સુમરાસર જતના રેશ્માબેન જતે મેળવ્યો હતો. વિજેતા વાનગીના તમામ લાભાર્થીઓને સર્ટીફીકેટ તથા ઇનામ દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
પોષણ ઉડાન કાર્યક્રમ અંતર્ગત કિશોરીઓ દ્વારા પ્રોગ્રામમાં બાળગીત અને પતંગ પર સ્લોગન લખવામાં આવેલા. બાળકો દ્વારા પતંગ પર ચિત્ર દોરવામાં આવ્યા હતા. કિશોરીઓ સાથે આરોગ્ય અને પોષણને લગતી ક્વિઝ સ્પર્ધા પણ યોજાઈ હતી. પહેલા બીજા ત્રીજા નંબરને ઇનામ વિતરણ કરેલ. બાળકોને સંગીત ખુરશી રમાડવામાં આવી. કાર્યક્રમને અંતે કોડકી સેજાના સુપરવાઇઝર ચાવડા રસીલા દ્વારા આભાર વિધિ કરાઈ હતી.
અહેવાલ :- રોહિતસિંહ પઢિયાર, ભુજ - કચ્છ.
મો.966 492 8653
અમારી સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો.
ધ ન્યુઝ ટાઈમ્સ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે.
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ધ ન્યુઝ ટાઈમ્સ (The News Times) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ધ ન્યુઝ ટાઈમ્સ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android એપ. લેટેસ્ટ ન્યૂઝ થી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયા પ્લેટફોર્મ પર અમારી સાથે જોડાઓ.
0 Comments