કમાળી ગામે શિક્ષણ જાગૃતિ અભિયાન યોજાયું.

Live Viewer's is = People

કમાળી ગામે શિક્ષણ જાગૃતિ અભિયાન યોજાયું.



         થરાદ તાલુકાના કમાળી ગામે બુધવારની સાંજે શિક્ષણ જાગૃતિ અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં આ અભિયાન ભરતભાઈ પટેલ દ્વારા ભગીરથ કાર્ય હાથ ધરી લોકોમાં શિક્ષણ અંગે જાગૃતિ લાવવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આ કાર્યક્રમમાં કમાળી દુધ મંડળી પર સાંજના સમયે કરવામાં આવ્યો હતો, જેમાં જાગૃતિ અભિયાનના સંયોજક ભરતભાઈ પટેલે જણાવ્યું હતું કે શિક્ષણ એ અભ્યાસ માટે છે પરંતુ જીવન માટે પણ આવશ્યક છે, વધુમાં તેમણે જણાવ્યું કે જો બાળકને સારું શિક્ષણ આપવું હશે તો તેમના વાલીએ શાળામાં સતત મુલાકાત લેતા રહેવું પડશે અને બાળકને અત્યારે જો નહીં ભણાવીએ તો તેની જિંદગી કેવી રીતે પસાર થશે તે બાબતે ગ્રામજનોને જણાવી જાગૃત કર્યા હતા. આ અભિયાન કાર્યક્રમના અંતમાં સરસ્વતી માતાની જયનો જયઘોષ કરી વાતાવરણ ગજવ્યું હતું, આ કાર્યક્રમ શિક્ષણ જાગૃતિનો હોવાથી ગામલોકોએ સાથ સહકાર આપી સાર્થક બનાવ્યો હતો, આ કાર્યક્રમમાં શિક્ષણ જાગૃતિ અભિયાનના સંયોજક ભરતભાઈ પટેલ, કમાળી ડેરીના મંત્રી, ગામના સરપંચ, ડેરીના ચેરમેન અને અરવિંદભાઈ ચૌધરી સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં.

Post a Comment

0 Comments

close