થરાદ મીઠા હાઇવે પર આવેલ 220 સબ સ્ટેશન માં આગ લાગતા અફરાતફરી

Live Viewer's is = People

થરાદ મીઠા હાઇવે પર આવેલ 220 સબ સ્ટેશન માં આગ લાગતા અફરાતફરી થરાદ-મીઠા હાઇવે પર આવેલા જીઇબીના 220 કેવીના ટ્રાન્સપોર્ટમાં રવિવારના સાંજના 6-30 વાગ્યાની આસપાસના સમયે શોર્ટ સર્કિટના કારણે આગ લાગતા ધુમાડાના ગોટેગોટા આકાશમાં જોવા મળ્યા હતા. જેને લઇ જવાબદાર અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવી પાલિકાના ફાયર ફાઇટરને જાણ કરતા નગરપાલિકાના લાખજી રાજપૂત અને તેમની ફાયર ટીમ સાથે દોડી આવી પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. સદ્નસીબે લાગેલી આગમાં મોટી જાનહાનિ ટળી હતી. આગ પર કાબુ મેળવતા અધિકારીઓએ હાશકારો અનુભવ્યો હતો. 

રીપોર્ટ : વસરામ ચૌધરી થરાદ

Post a Comment

0 Comments

close