થરાદ તાલુકાના વાડીયા ગામની શાળાના રૂમો ખંડેર હાલતમાં

Live Viewer's is = People
વિકસિત ગુજરાત ના સૂત્રો સામે અમે આજે થરાદ તાલુકાના વાડીયા ગામની એક એવી સ્ટોરી લઇને આવ્યા છીએ કે શિક્ષણ છે શિક્ષકો છે પણ જોખમી ભણતર શાળા ઓરડો ની છત પર થી પડી રહ્યા છે સિમેન્ટ ના પડો શું છે આવો જોઈએ.
કહેવાય છે ને કે... કૂવામાં હોય તો હવાડા માં આવે ... પણ આતો ઊલટું છે કૂવામાં હોવા છતાં પણ અવાડા માં આવતું નથી આ છે થરાદ તાલુકાના બહુજ ચરચિત એવા અને આખા દેશમાં જાણીતું એવું વાડીયા ગામની વાત જયાં શાળામાં બાળકો આવે છે શિક્ષકો આવે છે પણ શાળાના રૂમો ખંડેર હાલતમાં છે દિવાલો પર તિરાડો.પડેલી છે શાળા ના ઓરડાઓ માં બેસતા પણ બાળકો ડરી રહા છે વિધાથી ઓ ને બેસવા માટે અને ભણવા માટે મોટી સમસ્યા ઉભી થઇ રહી છે એક બાજુ સરકાર વિકાસ ની મોટી મોટી વાતો કરતી હોય છે. અને બીજી બાજુ શાળા ના રૂમો પણ ખંડેર જેવા છે વરસાદ ના સમયે તો જાણે આભ તૂટી પડવા જેવી તકલીફો અને ભય બાળકોમાં હોય છે

થરાદ તાલુકાના વાડીયા ગામમાં જયાં સરકાર દ્વારા સુધારા કરવા ની કોશિશો ના પરિણામે આજે આ ગામમાં પરીવર્તન આવી ગયું છે આજે ગામના બાળકો શાળામાં જવા લાગયા છે બાળકો ભણે પણ છે પણ આ ખંડેર જેવા મકાન માં ભણવું પડે છે જીવ અધ્ધર રાખીને
Association of Bhuj Computer Dealers


  જાગૃત અગ્રણી એવા રમેશભાઈ દ્વારા જાણવા મળ્યું કે અમે ગ્રામ પંચાયત થી લઇને રાજય કક્ષા સુધી અનેક વખત રજૂઆત કરી પણ કોઈ અમારા ગામમાં દેખવા પણ આવતું નથી રમેશભાઈ દ્વારા જણાવ્યું કે શું અમે ભારત દેશ ના નાગરિક નથી કે શું અમારી કોઈ રજૂઆત સરકાર ના લગતા વળગતા અધિકારીઓ સાભળવા તૈયાર કેમ નથી હવે અમારે કોને કરવી રજૂઆત .આ ગામમાં વષો થી સ્વસ્તિક સંસ્થા દ્વારા ગામમાં સુધારા લાવી રહી છે ત્યારે સરકારની પણ આ ગામના લોકોને સહકાર મળી રહે તે માટે સરકાર કેમ આવતી નથી ગામમાં પાણી વિજળી જેવી જીવન જરૂરિયાત વાળી સુવિધાઓ નો પણ અભાવ છે વાડીયા ગામને વડગામડા પંચાયત લાગે છે ત્યારે ગામના સરપંચ શ્રી તો આજ સુધી વાડીયા ગામમાં દેખવા માટે પણ આવ્યા નથી ગામના સ્થાનિક લોકો દ્વારા જણાવ્યું કે અમે પંચાયત થી લઇને રાજય કક્ષા સુધી મૌખિક અને લેખિત રજૂઆતો કરી છે કે અમારા ગામની શાળાને નવા મકાન આપવામાં આવે બાળકો નું ભાવિ જોખમમાં છે કયારે છત પડી જાય તે નક્કી પણ નથી તો નવા મકાનો ની શાળાના આચાર્ય દ્વારા અને ગામના લોકો દ્વારા પંચાયત માં અને તાલુકા મથકે રજૂઆત કરવામાં આવી છે પણ કોઈ જવાબ આજ સુધી આવ્યો નથી 
જોવાનું રહું કે કયારે તંત્ર આ ગામના બાળકો નું સાભળે છે કયારે નવા મકાનો શાળાને આપે છે 

કેવી રીતે ભણશે ગુજરાત...
કેવી રીતે આગળ આવશે ગુજરાત કેવી રીતે  વિકાસ કરશે આ વાડીયા ગામ શું વિકાસ થશે નવા શાળા ના ઓરડા આવશે....
શાંતિ થી કયારે ભણશે આ ગામના બાળકો ?આ બધું તો હવે આવનાર સમય જ બતાવશે


એહવાલ-વસરામ ચૌધરી થરાદ બનાસકાંઠા

Post a Comment

0 Comments

close