તારીખ લોડ થાય છે...
બ્રેકિંગ ન્યૂઝ
The News Times પર આપનું સ્વાગત છે | તાજા સમાચારો માટે જોડાયેલા રહો... કચ્છ અને ગુજરાતના તમામ મહત્વપૂર્ણ અપડેટ્સ સતત 24 કલાક ઉપલબ્ધ...
અથવા

વિડિઓ સમાચાર (Shorts)

The News Times

સમાચાર શોધો

નવજીવન વૃદ્ધાશ્રમમાં મધર્સ ડેની અનોખી ઉજવણી - “અમે આશીર્વાદ લેવા દીકરી બનીને આવ્યા છીએ”

— જાહેરાત (Google AdSense In-Article Top) —

“અમે આશીર્વાદ લેવા દીકરી બનીને આવ્યા છીએ”

The News Times


શહેરના નવજીવન શાંતિ નિકેતન વૃદ્ધાશ્રમમાં મધર્સ ડેના અવસરે એક એવી લાગણીસભર ઉજવણી યોજાઈ હતી, જેણે હાજર દરેકના હૃદયને સ્પર્શી લીધા હતા. ભારતીય જૈન સંગઠન દ્વારા પ્રમુખ ગીતાબેન પારેખ ના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં આશરે ૪૦થી વધુ વડીલ માતાઓ સાથે સ્નેહ, લાગણી અને માનવતાનો અદભુત મેળાપ જોવા મળ્યો હતો.

આ પણ વાંચો . . .
કલાવીથી 2026 નું સમાપન

કાર્યક્રમની શરૂઆત નવકાર મંત્રની પ્રાર્થનાથી કરવામાં આવી હતી, જેના કારણે સમગ્ર વાતાવરણ આધ્યાત્મિક ભાવનાથી છલકાઈ ઊઠ્યું હતું. ત્યારબાદ લતા વોરા દ્વારા રજૂ કરાયેલા ભાવસભર ગીતે વૃદ્ધાશ્રમમાં રહેલી માતાઓની લાગણીઓને સ્પર્શી હતી. ગીતના સ્વરો સાથે અનેક વડીલોના ચહેરા પર સ્મિત અને આંખોમાં ભીનાશ એકસાથે જોવા મળી હતી.


શરૂઆતમાં વૃદ્ધાશ્રમમાં રહેલી કેટલીક માતાઓને એવું લાગ્યું હતું કે કદાચ કોઈ વ્યક્તિગત ઉજવણી કે જન્મદિવસનો કાર્યક્રમ હશે, પરંતુ જ્યારે સંગઠનની બહેનોએ તેમની વચ્ચે જઈ “આજે અમે તમારી દીકરીઓ બનીને આવ્યા છીએ” એવા પ્રેમાળ શબ્દો સાથે તેમને હૂંફ આપી, ત્યારે સમગ્ર માહોલ ભાવુક બની ગયો હતો. પરિવારથી દૂર જીવન જીવતી માતાઓ માટે આ ક્ષણ અત્યંત યાદગાર બની રહી હતી. ઘણા વડીલોના ચહેરા પર વરસો પછી લાગણીભર્યું સ્મિત જોવા મળ્યું હતું.


આ પ્રસંગે પ્રમુખ ગીતાબેન પારેખે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે આજના સમયમાં મધર્સ ડે માત્ર ઔપચારિક શુભેચ્છાઓ પૂરતો મર્યાદિત રહી ગયો છે, પરંતુ સમાજમાં એવી પણ અનેક માતાઓ છે, જેઓ પોતાના સંતાનોની નજીક રહી શકતી નથી. આવા સમયે તેમની સાથે થોડો સમય વિતાવવો અને તેમને લાગણીનો અહેસાસ કરાવવો એ જ સાચી ઉજવણી છે. તેમણે જણાવ્યું હતું કે સંગઠનની બહેનો અહીં કોઈ ઉપકાર કરવા નહીં પરંતુ માતૃત્વના આશીર્વાદ મેળવવા દીકરી તરીકે આવી છે.


કાર્યક્રમ દરમિયાન વડીલો સાથે કેક કટિંગ, આઈસક્રીમ પાર્ટી અને હળવા મનોરંજક સંવાદોનું આયોજન કરવામાં આવ્યું હતું. આશરે ૮૨ જેટલા વડીલો સાથે પ્રેમભર્યો મેળાવડો યોજાયો હતો. આઈસક્રીમ માટે સરલા ભદ્રેશ દોશી દ્વારા સહયોગ આપવામાં આવ્યો હતો.


કાર્યક્રમને સફળ બનાવવા માટે BJS ના અનેક હોદ્દેદારો અને સભ્ય બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. તેમાં કાજલ ગાંધી, મિરલ શાહ, સરલા દોશી, પ્રીતિ શેઠ, લતા વોરા, સોનુ કોઠારી, બીજલ પારેખ, રક્ષા કોઠારી, નીલમ મોરબિયા અને રમીલા મહેતા સહિત અનેક બહેનો ઉપસ્થિત રહી હતી. સમગ્ર કાર્યક્રમ અંગેની માહિતી સોનુ મહેતા દ્વારા આપવામાં આવી હતી.


મધર્સ ડેની આ અનોખી ઉજવણી માત્ર એક કાર્યક્રમ નહીં પરંતુ સમાજમાં માનવતા અને લાગણીનું જીવંત ઉદાહરણ બની રહી હતી. વૃદ્ધાશ્રમમાં રહેલી માતાઓ માટે આ દિવસ લાંબા સમય સુધી યાદગાર બની રહેશે.

______________________________

અહેવાલ: રોહિત પઢિયાર | ભુજ - કચ્છ.
અમારી સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો.

ધ ન્યુઝ ટાઈમ્સ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે.

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ધ ન્યુઝ ટાઈમ્સ (The News Times) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ધ ન્યુઝ ટાઈમ્સ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android એપ. લેટેસ્ટ ન્યૂઝ થી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયા પ્લેટફોર્મ પર અમારી સાથે જોડાઓ.

સમાચાર શેર કરો:
— જાહેરાત (Google AdSense In-Article Bottom) —
💬
વોટ્સએપ ચેનલમાં જોડાઓ

ગુજરાત અને દેશ-વિદેશના તાજા અને મહત્વના સમાચારો સીધા આપના મોબાઈલ પર મેળવો.

WhatsApp ચેનલમાં જોડાઓ →

💬 વાચકોનો પ્રતિભાવ (Comments)

0 ટિપ્પણીઓ:

— જાહેરાત (Google AdSense) —
હોમ