📅
પ્રકાશિત: Monday, April 20, 2026
•
⏱️
વાંચન સમય: ૨ મિનિટ
👁️
ગણતરી થાય છે...
વાંચકોએ જોયું
ભુજ પ્રાગમહેલમાં વૈશાખી પરંપરાનો ભવ્ય આરંભ: મા મહામાયાના આશીર્વાદ સાથે સમૃદ્ધિ માટે પ્રાર્થના
ભુજ ખાતે સ્થિત ઐતિહાસિક પ્રાગમહેલ દરબારગઢમાં આજે વૈશાખ સુદ એકમના પાવન પ્રસંગે કચ્છની રાજપરંપરાને અનુરૂપ ટીલામેડી ખાતે મા મહામાયાનું વિધિવત પૂજન ભવ્યતા સાથે યોજાયું હતું. આ ધાર્મિક વિધિમાં પરંપરા, શ્રદ્ધા અને સંસ્કૃતિનો અનોખો સંગમ જોવા મળ્યો હતો.
આ શુભ અવસરે મહારાણીશ્રી પ્રિતી દેવીબાએ મા મહામાયાની આરાધના કરી સમગ્ર સમાજના સુખ, શાંતિ અને સર્વાંગી વિકાસ માટે હૃદયપૂર્વક પ્રાર્થના કરી હતી. પૂજન દરમિયાન ધાર્મિક વિધિ-વિધાનોનું પાલન કરવામાં આવ્યું અને વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.
પૂજન કાર્યક્રમની શરૂઆત પહેલા દરબારગઢ પરિસરમાં સ્થાપિત કચ્છ રાજ્યના અંતિમ મહારાવશ્રી પ્રાગમલજી ત્રીજાની પ્રતિમાને સર્વે ઉપસ્થિત મહાનુભાવો દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે રાજવી વારસાની ગૌરવગાથાને યાદ કરવામાં આવી અને ઐતિહાસિક પરંપરાનો માન વધારવામાં આવ્યો.
આ ધાર્મિક સમારોહમાં વિવિધ રાજવી તથા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં તેરા ઠાકોરશ્રી મયુરધ્વજસિંહજી, દેવપર ઠાકોરશ્રી કૃતાર્થસિંહજી, પૂર્વ સાંસદ પુષ્પદાનભાઈ ગઢવી, વિજેશકુમાર પુંજા, રાણી આરતીકુમારી, કુમાર હર્ષાદિત્યસિંહ, ડૉ. દિપાલીબેન ચાવડા, પ્રમોદભાઈ જેઠી સહિત રણજીતવિલા અને પ્રાગમહેલના સ્ટાફ સભ્યો હાજર રહ્યા હતા.
આ સમગ્ર કાર્યક્રમે કચ્છની સમૃદ્ધ સાંસ્કૃતિક પરંપરા અને રાજવી ધરોવાહિકતાને ઉજાગર કરી, સાથે સાથે નવી પેઢીને આ વારસાથી જોડવાનો સંદેશ પણ આપ્યો. વૈશાખી પર્વના આ પાવન દિવસે યોજાયેલા આ પૂજન વિધિએ ભક્તિ, એકતા અને સંસ્કૃતિનું સુંદર દૃશ્ય સર્જ્યું હતું.
અહેવાલ: રોહિત પઢિયાર | ભુજ - કચ્છ.
અમારી સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો.
ધ ન્યુઝ ટાઈમ્સ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે.
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ધ ન્યુઝ ટાઈમ્સ (The News Times) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ધ ન્યુઝ ટાઈમ્સ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android એપ. લેટેસ્ટ ન્યૂઝ થી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયા પ્લેટફોર્મ પર અમારી સાથે જોડાઓ.
0 ટિપ્પણીઓ: