જાફરાબાદમાં પોલીસ લોકદરબાર: એસ.પી. સંજય ખરાતે સાંભળ્યા જનસમસ્યા, પ્રોજેક્ટ ‘ઈગલ આઈ-૨’ ગામોના આગેવાનોનું સન્માન
જાફરાબાદ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે વાર્ષિક ઇન્સપેકશન સાથે લોકદરબારનું આયોજન કરવામાં આવતાં પોલીસ અને જનતા વચ્ચેનો સકારાત્મક સંવાદ જોવા મળ્યો હતો. આ કાર્યક્રમ એસ.પી. સંજય ખરાતના અધ્યક્ષસ્થાને યોજાયો હતો, જેમાં કાયદો-વ્યવસ્થા સાથે જોડાયેલા મુદ્દાઓ ઉપરાંત નાગરિકોના પ્રશ્નોને પ્રાથમિકતા આપવામાં આવી હતી.
લોકદરબારમાં જાફરાબાદ શહેરના વિવિધ સમાજોના આગેવાનો, વેપારીઓ, સરપંચો, નગરના હોદેદારો તેમજ મહાનુભાવો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆતમાં હાજર આગેવાનો દ્વારા સંજય ખરાતનું સાળ ઓઢાડી, પુષ્પગુચ્છ અને હાર પહેરાવી ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.
વિશેષ નોંધપાત્ર બાબત એ રહી કે પ્રોજેક્ટ “ઈગલ આઈ-૨” અંતર્ગત વિવિધ ગામોમાં સીસીટીવી કેમેરા સ્થાપિત કરવામાં સહકાર આપનાર ગામોના આગેવાનો, દાતાશ્રીઓ અને સરપંચોનું સંજય ખરાતના હસ્તે સન્માનપત્ર આપી સન્માન કરવામાં આવ્યું. આ પહેલથી ગ્રામ્ય વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી.
લોકદરબાર દરમિયાન નાગરિકોએ કાયદા સંબંધિત પ્રશ્નો, ટ્રાફિક, સુરક્ષા, ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને સ્થાનિક સ્તરે ઉકેલવા યોગ્ય સમસ્યાઓ રજૂ કરી હતી. પોલીસ વિભાગ દ્વારા આ તમામ મુદ્દાઓને નોંધમાં લઈ ત્વરિત કામગીરી કરવાની ખાતરી આપવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન પર્યાવરણ પ્રત્યે જાગૃતિના સંદેશ સાથે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું, જેનાથી સામાજિક જવાબદારીનો સંદેશ પ્રસરી ગયો.
આ પ્રસંગે ડીવાયએસપી નયનાબેન ગોરડીયા, ટાઉન પીઆઇ જે.આર. ભાચકન, મરીન પીઆઇ ગોહિલ, બંને પોલીસ સ્ટેશનના પીએસઆઇઓ તથા પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. સાથે સાથે અમરેલી જિલ્લા યુવા મોરચાના પ્રમુખ ચેતનભાઈ શિયાળ, નગરપાલિકા પ્રમુખ પ્રતિનિધિ પ્રફુલ્લભાઈ બારૈયા, ચીફ ઓફિસર, વિવિધ જ્ઞાતિના પટેલો, સમાજના આગેવાનો, વેપારીઓ, સરપંચો તેમજ વિશ્વ હિન્દુ પરિષદના પ્રતિનિધિઓ સહિત શહેરના અગ્રણી નાગરિકોએ હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
આ લોકદરબાર દ્વારા પોલીસ તંત્ર અને જનતા વચ્ચે વિશ્વાસનું બળ મજબૂત બન્યું હોવાનું સ્થાનિક સ્તરે પ્રતિસાદ મળ્યો હતો.
અહેવાલ: બાબુભાઈ વાઢેળ, જાફરાબાદ
મો.૯૭૧ ૪૩૭ ૯૨૮૬
ધ ન્યુઝ ટાઈમ્સ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે.
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ધ ન્યુઝ ટાઈમ્સ (The News Times) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ધ ન્યુઝ ટાઈમ્સ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android એપ. લેટેસ્ટ ન્યૂઝ થી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયા પ્લેટફોર્મ પર અમારી સાથે જોડાઓ.

0 Comments