સેવા.. સમર્પણ .. અને સત્સંગ..ના સંગાથે દેશ અને વિદેશ માં વસ્તા લાખો હરિભકતો માટે ખુશી નો અવસર

Live Viewer's is = People

ભુજ સ્વામિનારાયણ મંદિર દ્વારા કચ્છ ના તીર્થધામ નારાયણ સરોવર ખાતે પોથી યાત્રા સાથે મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ નો પ્રારંભ કરાયો. વિશાળ મંદિર, વિશ્રાંતિ ભુવન, ભોજનાલય નું તા.૧૪/૮ ના રોજ આચાર્ય મહારાજશ્રી ના વરદહસ્તે થશે લોકાપર્ણ કરાશે

Rohit Padhiyar
ભારત દેશ માં સૌથી મોટો જિલ્લો ગુજરાત રાજ્ય ના કચ્છ માં આવેલ છે લખપત તાલુકા માં આવેલ તીર્થધામ નારાયણ સરોવર સાથે સ્વામિનારાયણ સંપ્રદાય ની વાત કરીએ તો આ ભારતદેશની ભૂમિ ખૂબજ ભાગ્યવંતી છે, આ  ભૂમિ પર ભગવાનના અનેક અવતારો થયા ની સાથે અનેક ઋષિમુનીઓએ પણ જન્મધારણ કરીને આ ભૂમિને તીર્થરૂપ બનાવેલ. આ તીર્થ ના દર્શનમાત્રથી જ મનુષ્યો જીવાત્માનું કલ્યાણ થાય છે. ભારતખંડ માં મુખ્યત્વે ચાર સરોવરોનો મહિમા ખૂબ જ ગવાયો છે. તેમાં પંપા સરોવર, માન સરોવર, બિંદુ સરોવર અને નારાયણ સરોવર આ સરોવરો પૈકી તીર્થરાજ નારાયણ સરોવર આપણા કચ્છ નું સુવર્ણ આભૂષણ સમાન છે. કચ્છપ્રદેશ એટલા માટે ભાગ્યવાન છે કે, નારાયણ સરોવર નો મહિમા શ્રીમદ્ભાગવત મહાપુરાણ માં ખુદ ભગવાન શ્રી .વેદવ્યાસજીએ દર્શાવેલો છે, દક્ષ પ્રજાપતિના અગિયાર હજાર પુત્રો નારદઋષિની પ્રેરણાથી આ જ તીર્થક્ષેત્રમાં તપશ્ચર્યા કરીને સંતત્વને પામેલ, સાથો સાથ દશ પ્રચેતાઓ પણ દશ હજાર વર્ષ પર્યંત આ તીર્થક્ષેત્રમાં રહીને જપ-તપ કર્યાં છે તેનો ઉલ્લેખ પણ શ્રીમદ્ભાગવતમાં જોવા મળે છે. આવી ભાગ્યવંતી આ ધરાનો મહિમા ખૂબ અપરંપાર છે.

Rohit Padhiyar

આ નારાયણ સરોવર તીર્થમાં ભગવાન શ્રી સ્વામિનારાયણેપણ સંતો અને ભક્તજનો સાથે પધારીને સ્નાન કર્યું હતું. આ તીર્થધામ માં હજારો અને લાખો ની સંખ્યામાં હરિભકતો દેવ દર્શન, યાત્રા , તર્પણ વિધિ, જેવા અનેક ધાર્મિક કાર્યો કરવા દર વર્ષે  નારાયણ સરોવર  આવે છે.

જ્યાં સુધી ભુજ સ્વામિનારાયણ મંદિર સંપ્રદાય ની વાત કરીએ તો વર્ષો થી ભુજ મંદિરે સનાતન ધર્મ ના પ્રચાર અને પ્રસાર માટે દેશ અને દુનિયા માં અનેક મંદિરો, હરિ મંદિરો નું નિર્માણ કાર્ય સેવા, સત્સંગ અને સમર્પણ ના સંગાથે  કર્યું છે અને હજુ પણ કરી રહ્યું છે.

Rohit Padhiyar


જ્યારે ભુજ મંદિર ના અક્ષર નિવાસી સંતો એ વર્ષો પહેલાં પોતાની ઉપસ્થિત માં એ સમયે ઈચ્છા દર્શાવી હતી કે આ ભારત ખંડ માં આવેલ પ્રવિત્ર યાત્રા ધામ નારાયણ સરોવર ભુમિમાં ભુજ સ્વામિનારાયણ મંદિર દ્વારા  મંદિર વિગેરે નું નિર્માણ થાય. સમયાંતરે એ બ્રહ્મનિષ્ઠ અક્ષર નિવાસી સંતોનો સંકલ્પ ભુજ મંદિર ના મહંત સ્વામી શ્રી ધર્મનંદનદાસજી, એ શ્રી. નરનારાયણ દેવ ના સાંનિધ્ય માં આ ભગીરથ કાર્ય કરવા, મંદિર ના મંડળધારી સંતો, વરિષ્ઠ સંતો, સાંખ્ય યોગી બહેનો અને દેશ વિદેશ માં વસ્તા હરિભકતો સામે પ્રસ્તાવ મૂકતા સર્વ પ્રથમ ભુજ મંદિર સલાહકાર સમિતિ ના પ્ર.ભ. શ્રી. રામજીભાઈ દેવજી વેકરિયા પરીવાર એ ૧૨ એકર નું ભૂમિદાન આપવા તૈયારી બતાવતાની સાથે મદનપુર ના હરિભક્ત શ્રી. કાનજીભાઈ મેપાણી સહ પરીવાર શિલાન્યાસ માં યોગદાન આપ્યું હતું તો બીજી તરફ મંદિર માં જે મૂર્તિઓ બિરાજમાન થશે તે માટે ભુજ મંદિર ના કોઠારી મુરજીભાઈ શિયાણી એ તમામ સહયોગ ની સાથે અનુદાન મળતાં આ કાર્ય નો સંકલ્પ પરી પૂર્ણ થયો છે  .  

Rohit Padhiyar

નારાયણ સરોવર ખાતે મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ નો વિધિવત્ પ્રારંભ આજરોજ વિશાળ પોથી યાત્રા શરૂ થયો હતો, આ પોથી યાત્રા માં ભુજ મંદિર ના મહંત શ્રી ધર્મનંદનદાસજી ઉપમહંત સ્વામી શ્રી ભગવતજીવન દાસજી, કોઠારી પાર્ષદ જાદવજી ભગત, વરિષ્ઠ સંતો સાથે દાતા પરિવારો માં શ્રી. રામજીભાઈ દેવજી વેકરિયા,શ્રી. રામજીભાઈ ગોપાલ દબાસીયા , શાંતીભાઈ દબાસીયા , લાલજીભાઈ દબાસીયા, કાંતીભાઈ નારાણ કેરાઈ , ઉપકોઠારી જાદવજીભાઈ વિશ્રામ ગોરસીયા, શ્રી.રવજીભાઈ જાદવા ખીમાણી દહીસરા અને શ્રી.કાનજીભાઈ. કે. વરસાણી સામત્રા, ગોવિંદભાઈ ધનજી રાબડિયા, ભીમજી હરજી ભુડીયા , રવિભાઈ પ્રેમજી રાઘવાણી,અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સત્સંગ સમાજ રવાપર સાથે દાતા પરિવારો, સંતો અને દેશ વિદેશ માં વસ્તા હરિભકતો વિશાળ પોથી યાત્રા જોડાયા હતા.

Rohit Padhiyar

વિશાળ સભા મંડપ માં મહંત સ્વામી શ્રી ધર્મનંદનદાસજી, વરિષ્ઠ સંતો અને દાતાશ્રીઓ દીપ પ્રાગટ્ય કરી મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ નો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

મહોત્સવ દરમ્યાન વ્યાસપીઠ પર શાસ્ત્રી સ્વામી શ્રી ગોલોકવિહારીદાસજી, નારાયણમુનીદાસજી, આનંદવલ્લભદાસજી તથા રામકૃષ્ણદાસજી શ્રીમન્નારાયણ તીર્થ મહિમા ની કથાનું રસપાન કરાવી રહ્યા છે  જ્યારે સંગીત અને ગાયન સંગાથ સ્વામી શ્રીજીનંદનદાસજી, નીલકંઠમુન્ની સાથે તબલા સંગત શ્રી.કપિલમુન્ની આપી રહ્યા છે 

Rohit Padhiyar


દ્વિતીય સત્ર માં શિવપુજન ના કાર્યક્ર્મ માં ધારાસભ્ય શ્રી.પ્રદ્યુમનસિંહજી જાડેજા સાથે વિસ્તાર ના જનપ્રતિનિધિઓએ લાભ લીધો હતો જ્યારે શ્રી નારાયણ, સંત અને બ્રાહ્મણ પુજન માં સંતો સ.ગુ.સ્વામી દેવકૃષ્ણદાસજી, સ.ગુ.સ્વામી બાલકૃષ્ણદાસજી, સ.ગુ.સ્વામી કેશવજીવનદાસજી, સ.ગુ.સ્વામી લક્ષ્મિપ્રસાદદાસજી, સ.ગુ.સ્વામી પુરૂષોત્તમસ્વરૂપદાસજી, સ.ગુ.સ્વામી દેવપ્રકાશદાસજી, સ.ગુ.સ્વામી ગોલોકવિહારીદાસજી શાસ્ત્રી સ્વામી શ્રી . વિશ્વપ્રકાશદાસજી, સ્વામી ધર્મચરણદાસજી વિગેરે સંતો, દાતાશ્રીઓ અને હરિભકતો જોડાયા હતા.

તિર્થધામ નારાયણ સરોવર ખાતે ભવ્યાતિભવ્ય મંદિર અને યાત્રાર્થીઓને રહેવા માટે સંકુલના નિર્માણકાર્ય અંગે વિશેષ માહિતી આપતાં ભુજ મંદિર ના કોઠારી સ્વામી શ્રી. દેવપ્રકાશદાસજીએ જણાવ્યું હતું કે ખુબ ટૂંક સમય માં આ વિશાળ  મંદિર સંકુલ કાર્ય કરવામાં મંદિર ની બાંધકામ સમિતિ માં ઉપમહંત 

શ્રી ભગવત્જીવનદાસજી, પાર્ષદ કોઠારી શ્રી જાદવજી ભગત, સદગુરૂ સ્વામી શ્રી પરમહંસદાસજી અને શાસ્ત્રી સ્વામી શ્રી. કૃષ્ણ વિહારી દાસજી વિગેરે સમિતિ ના સંતો, સભ્યો અને એન્જિનિયર ટીમ, ભુજ મંદિર ના મહંત સ્વામી શ્રી ધર્મનંદનદાસજી, વરિષ્ઠ સંતો નું માર્ગદર્શન અને આજ્ઞાની સાથે ભગવાનશ્રી નરનારાયણ દેવ ના આશીર્વાદ થી આ ભવ્ય સંકુલ નું કામ પરિપૂર્ણ થયું છે આ વિશાળ મંદિરને રાષ્ટ્રીય સ્તરે લોકાર્પણ તા. ૧૪-૦૮-૨૦૨૫ ગુરૂવાર, શ્રાવણ વદ ૬ ના રોજ અમદાવાદ કાળુપુર મંદિર શ્રી નરનારાયણદેવ પીઠાધિપતિ ૫.પૂ.ધ.ધૂ. ૧૦૦૮ આચાર્ય શ્રી કૌશલેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીના વરદ્ હસ્તે  મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા અને  વિશાળ સંકુલ નું લોકાપર્ણ થવા જઈ રહ્યું છે  

તા.૧૪/૮ ગુરુવાર સુધી ચાલનારા આ મહોત્સવ માં ધામોધામથી વંદનીય સંતો, સાંખ્યયોગી બહેનો તથા દેશ-વિદેશથી મોટી સંખ્યામાં હરિભક્તો પધારી રહ્યા છે. મહોત્સવમાં ધર્મકુળ, તથા સંતોનાં દિવ્ય દર્શન તેમજ કથાવાર્તાનું શ્રવણ કરી જીવનને ધન્યભાગી બનાવવા ભુજ મંદિર ના મહંત શ્રી ધર્મનંદનદાસજી, વરિષ્ઠ સંતો, સાંખ્યયોગી બહેનો, તથા ટ્રસ્ટી મંડળ દ્વારા દરેક ધર્મપ્રેમી ભાઈ બહેનો મોટી સંખ્યામાં પધારવા ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે. સભા સંચાલન નો દોર શાસ્ત્રી સ્વામી શ્રી કૃષ્ણવિહારીદાસજી, શ્રી. શુકદેવસ્વરૂપદાસજી અને શ્રી. હરિકૃષ્ણદાસજી સંભાળી રહ્યા છે.

અહેવાલ: રોહિતસિંહ પઢિયાર, ભુજ

મો.૯૬૬ ૪૯૨ ૮૬૫૩

અમારી સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો.

ધ ન્યુઝ ટાઈમ્સ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે.

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ધ ન્યુઝ ટાઈમ્સ (The News Times) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ધ ન્યુઝ ટાઈમ્સ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android એપ. લેટેસ્ટ ન્યૂઝ થી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયા પ્લેટફોર્મ પર અમારી સાથે જોડાઓ.

Post a Comment

0 Comments

close