બનાસકાંઠાના પરિવારનો બેગ ખોવાઇ જતા ભુજ પોલીસે ગણતરીની કલાકોમાં શોધી આપ્યો.
બનાસકાંઠાના ભાભરથી સિદીકાબેન તથા તેમનો પરિવાર ભુજ ખાતે આવેલ હતા. જેમનો કિંમતી સામાન, બેગ, તથા મોબાઈલ રીક્ષામા ગુમ થઇ ગયેલ હતો. જેની તપાસ માટેની કામગીરી ડી-સ્ટાફના ઇન્ચાર્જ ભરતભાઈ માજીરાણા તથા ઇન્વેસ્ટિગેશન ઇન્ચાર્જ ઇન્દ્રસિંહને સંયુક્ત પણે સોંપાતા તેના આધારે ટેક્નિકલ સર્વેલન્સ અને હ્યુમન રિસોર્સનો ઉપયોગ કરી તુરંત તપાસ હાથ ધરી હતી.
ઝડપથી હાથ ધરાયેલી કામગીરીને પગલે ગણતરીની કલાકોમાં પોલીસને બેગ શોધવામાં સફળતા મળી હતી. જે બેગ પોલીસે હસ્તગત કરી જેમાં રહેલ સામાનની ખરાઈ કરી બેગ મેળવી મૂળ માલીક ને પરત સોંપવામાં આવી હતી. ભાભરના પરિવારને બેગમાં રહેલ ચીજવસ્તુઓ પરત મળતા ભુજ બી ડિવિઝન પોલીસ મથકના સ્ટાફનો પરિવારે આભાર વ્યક્ત કર્યો હતો.
અહેવાલ :- રોહિતસિંહ પઢિયાર, ભુજ - કચ્છ.
મો. 966 492 8653
અમારી સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો.
ધ ન્યુઝ ટાઈમ્સ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે.
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ધ ન્યુઝ ટાઈમ્સ (The News Times) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ધ ન્યુઝ ટાઈમ્સ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android એપ. લેટેસ્ટ ન્યૂઝ થી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયા પ્લેટફોર્મ પર અમારી સાથે જોડાઓ
0 Comments