ફેમિલી એક્સપ્રેસ નાટકનો ત્રીજો પડાવ આજે મુન્દ્રા શીશુ મંદિરનો રંગમંચ ગજવશે

Live Viewer's is = People

Family express


કચ્છી ભાષા અને રંગમંચના જીવંત રાખવાના સંસ્થાનો અનોખો પ્રયાસ.

કચ્છી ભાષા અને રંગભૂમિને જીવંત રાખવાના પ્રયાસરૂપે વિલેપાર્લા કચ્છી વિશા ઓશ સેવા સમાજ દ્વારા કચ્છના જુદા જુદા કામોમાં યોજાના કચ્છી નાટકોની શ્રેણીનો ત્રીજો પડાવ મુન્દ્રાના પૂર્વ બાજુ આવેલા શિશુ મંદિરના પટાંગણમાં યોજવામાં આવશે. 

Family express


શિશુ મંદિરના પૂર્વ ટ્રસ્ટી સ્વર્ગસ્થ કુંવરજીબાપા કેનીયાની સ્મૃતિ માં આ કચ્છી નાટક ફેમિલી એક્સપ્રેસ આજે રાત્રે 8:00 વાગે શિશુ મંદિરના રંગમંચ ઉપરથી રજૂ કરવામાં આવશે. 

Family express


અત્રે ઉલ્લેખનીય છે કે, રંગમંચને જીવંત રાખવા તેમજ કચ્છી ભાષાને લોકપ્રિય બનાવવા માટે રંગમંચના કલાકારો દ્વારા પ્રશંસનીય કામગીરી થઈ રહી છે. ત્યારે આ કલાકારો પોતાના અલગ અલગ વ્યવસાય સાથે સંકળાયેલા છે અને પ્રોફેશનલ કલાકારો નથી તેમ છતાં તેમનો આ અનોખો પ્રયાસ ઊડીને આંખે વળગે તેવો છે.

રાજમાતા અહલ્યાબાઈ હોલકરની ૩૦૦મી જન્મ જયંતીના ઉપલક્ષમાં અને વિલેપાર્લા કચ્છી વિશા ઓશવાળ સેવા સમાજ મુંબઈના 18માં વર્ષ ના પ્રવેશ પ્રસંગે કચ્છી નાટકોની હારમાળા રજૂ કરવામાં આવી રહી છે. દિગ્દર્શક વિજય ગાલા અને રિષભ છેડાના દિગ્દર્શનમાં કચ્છની પાંગરતી પ્રતિભાઓ રંગમંચની કલાના કામણ પાથરશે.પારિવારિક મૂલ્યોની સાથે હળવા ફૂલ અંદાજમાં હાસ્ય લાગણી સંવેદના અને ભાવનાથી ભરપૂર આ ફેમિલી એક્સપ્રેસ નાટક માણવા જેવું છે.


અહેવાલ :- રોહિતસિંહ પઢિયાર, ભુજ - કચ્છ.

મો.966 492 8653

અમારી સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો.

ધ ન્યુઝ ટાઈમ્સ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે.

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ધ ન્યુઝ ટાઈમ્સ (The News Times) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ધ ન્યુઝ ટાઈમ્સ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android એપ. લેટેસ્ટ ન્યૂઝ થી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયા પ્લેટફોર્મ પર અમારી સાથે જોડાઓ.

Post a Comment

0 Comments

close