આજ રોજ તા. ૩૧-૧૦-૨૦૨૪ આસો વદ અમાસ (ગુરૂવાર) દિવાળીના શુભ અવસરે સાંજે ૦૬:૦૦ કલાકે માં મહામાયા મંદિર પ્રાગમહેલ દરબારગઢ ભુજ મધ્યે મહારાણીશ્રી પ્રિતીદેવીબા સાહેબ કચ્છના સુચન અનુસાર તેરા ઠકોર શ્રી મયુરધ્વજસિંહજી સહપરિવારના શુભ હસ્તે લક્ષ્મી પૂજન તેમજ ચોપડા પૂજન કરવામાં આવ્યુ હતું. કચ્છના અંતિમ મહારાવ શ્રી (સ્વ.) પ્રાગમલજી ત્રીજાના આર્શીવાદ સહ મહારાણી પ્રિતી દેવીબા સાહેબે સમગ્ર કચ્છવાસીઓને આવતા નવા વર્ષની શુભેચ્છા આપી. વિ.સં.૨૦૮૧ નું વર્ષ સર્વે માટે સુખકારી રહે તેવી માતાજી પાસે પ્રાર્થના કરી હતી.
આજ ના શુભ દિવસે પ્રાગમહેલમાં દેશવિદેશ થી આવતા પર્યટકો માટે ખોલવામાં આવેલ કચ્છ હાટ ની સર્વે ઉપસ્થિત મહાનુભાવોએ મુલાકાત લિધી હતી. આ હાટ માં કચ્છની વિવિધ પ્રકારના કચ્છી પોશાક તેમજ આભૂષણો ની દુકાનો અહીં આવનાર પ્રવાસીઓ ને જરૂર થી પસંદ પડશે તેવી આશા વ્યકત કરી હતી.
આજના શુભ અવસરે દેવપર ઠાકોર કૃતાર્થસિંહજી સહપરિવાર, વિજેશકુમાર પુંજા, રાજસિંહ ગોહીલ, સમીર ભટ્ટ તેમજ પ્રાગમહેલના સમસ્ત કર્મચારી ગણ ઉપસ્થિત રહી પૂજાનો લાભ લીધો હતો.
અહેવાલ :- રોહિતસિંહ પઢિયાર, ભુજ - કચ્છ.
અમારી સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો.
ધ ન્યુઝ ટાઈમ્સ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે.
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ધ ન્યુઝ ટાઈમ્સ (The News Times) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ધ ન્યુઝ ટાઈમ્સ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android એપ. લેટેસ્ટ ન્યૂઝ થી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયા પ્લેટફોર્મ પર અમારી સાથે જોડાઓ.
0 Comments