વિકસિત ભારત @2047 વિષય અંતર્ગત જન કલ્યાણકારી યોજનાઓ અને અભિયાનો અંગે જાણકારી આપતું મલ્ટીમીડિયા પ્રદર્શન
કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયના કેન્દ્રીય સંચાર બ્યુરો, ભુજનું આયોજન.
મોટાયક્ષ મેળામાં ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના કેન્દ્રીય સંચાર બ્યુરો ભુજ દ્રારા વિકસિત ભારત @2047 વિષય અંતર્ગત આયોજિત મલ્ટીમીડિયા પ્રદર્શનનું ઉદઘાટન રાજ્યના પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ, કલાઈમેટ ચેન્જ મંત્રી મુળુભાઇ બેરાના હસ્તે કરવામાં આવ્યું. કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા, ભુજ ધારાસભ્ય કેશુભાઈ પટેલ, માંડવી ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે, અબડાસા ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, અંજાર ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગા, કચ્છ જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા , કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદ , જિલ્લા વિકાસ અધિકારી કે એસ પ્રજાપતિની પ્રેરક ઉપસ્થિતિ તેમજ કચ્છ જિલ્લા અને નખત્રાણા તાલુકાના પદાધિકારીઓ અને અધિકારીઓની ઉપસ્થિતિમાં પાંચ દિવસીય પ્રદર્શન સહિતના કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો.
સાંસદ વિનોદભાઈ ચાવડાએ મેળાના મુલાકાતીઓને અહીં સરકારની વિભિન્ન યોજનાઓ અંગેની જાણકારી અને માર્ગદર્શન પૂરું પાડતા આ પ્રદર્શનના આયોજનની સરાહના કરી હતી તેમજ વધુને વધુ લોકો આ પ્રદર્શનની મુલાકાત લે તે માટેની અપીલ પણ કરી હતી.
પ્રવાસનમંત્રી છેવાડાના માનવી સુધી જાણકારી અને માર્ગદર્શન પહોંચાડવાના કેન્દ્ર સરકારના આ અનોખા અભિગમને બિરદાવતા પ્રદર્શનના આયોજન બદલ કેન્દ્રીય સંચાર બ્યુરોના અધિકારીઓને અભિનંદન પાઠ્યા હતા. આધુનિક ટેકનોલોજીના ઉપયોગ સાથે તેમજ મનોરંજનના માધ્યમ દ્વારા યોજનાઓ અંગેની જાણકારી અને અભિયાનો અંગેના જાગૃતિ સંદેશાઓ આ પ્રકારના આયોજનથી અનેક લોકો સુધી પહોંચતા કરવા કેન્દ્ર સરકાર તરફથી રાજ્યના પ્રખ્યાત મેળાઓની પસંદગી કરી તેમાં આવાં ભવ્ય આયોજન થઈ રહ્યાં છે જે ખરેખર આનંદની વાત છે.
કેન્દ્રીય સંચાર બ્યુરો જુનાગઢના ક્ષેત્રિય પ્રચાર અધિકારી દેવેન્દ્ર ત્રિવેદીએ આયોજન અંગે જાણકારી આપતા જણાવ્યું કે તારીખ 25 સુધી તરણેતર ખાતે મલ્ટીમીડિયા એક્ઝિબિશન સહિતનાં કાર્યક્રમને જાહેર જનતા માટે આજ રોજ ખુલ્લો મુકાયો છે. સરકારની સિદ્ધિઓ અને વિભિન્ન જનકલ્યાણકારી યોજનાઓ સાથે રાષ્ટ્રીય અભિયાનો અંગે લોકોને જાણકારી મળી રહે તેમજ અભિયાનોમાં જનભાગીદારી વધે તેવા ઉદ્દેશ્ય સાથે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. વધુમાં તેમણે જણાવ્યું કે પ્રદર્શનના પૂર્વ પ્રચારના ભાગરૂપે વિભિન્ન સ્પર્ધાઓનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખાતે આયોજિત નિબંધ સ્પર્ધા,ચિત્ર સ્પર્ધા તેમજ વકૃત્વ સ્પર્ધાના વિજેતાઓને ઊપસ્થિત મહાનુભાવોના હસ્તે ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
આ પાંચ દિવસીય પ્રદર્શનમાં જાહેર જનતાને નિશુલ્ક પ્રવેશ રહેશે. તેમજ આગામી દિવસોમાં પણ પ્રદર્શન સ્થળ પર આવી વિભિન્ન સ્પર્ધાઓ અને કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. જેનો વધુને વધુ લોકો લાભ મેળવે તે માટે મેળાના મુલાકાતથીઓને આ પ્રદર્શનની મુલાકાત લેવાની અપીલ કરવામાં આવી હતી.
અહેવાલ :- રોહિતસિંહ પઢિયાર, ભુજ - કચ્છ.
અમારી સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો.
ધ ન્યુઝ ટાઈમ્સ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે.
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ધ ન્યુઝ ટાઈમ્સ (The News Times) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ધ ન્યુઝ ટાઈમ્સ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android એપ. લેટેસ્ટ ન્યૂઝ થી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયા પ્લેટફોર્મ પર અમારી સાથે જોડાઓ.
0 Comments