ચૂંટણી પંચ દ્વારા કચ્છમાં 15 દિવસિય સઘન કાર્યક્રમ યોજાયા

Live Viewer's is = People

ચૂંટણી


૧૫ દિવસીય સઘન કાર્યકમ અંતર્ગત જિલ્લામાં KYPS અને ચુનાવ પાઠશાળા જેવા કાર્યક્રમો યોજાયા છે.

ચૂંટણી પંચ દ્વારા ૧૫ દિવસીય સઘન કાર્યક્રમ અંતર્ગત આજરોજ સમગ્ર જિલ્લામાં KYPS (નો યોર પોલિંગ સ્ટેશન)- તમારા મતદાન મથકને ઓળખો અને ચુનાવ પાઠશાળા જેવા કાર્યક્રમો  જિલ્લાના દરેક તાલુકામાં યોજાયા હતા.

ચૂંટણી


જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર કચ્છ અમિત અરોરા,નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી મેહુલ દેસાઈના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં મતદાન જાગૃતિ બાબતે વિવિધ પ્રવૃત્તિઓ થઈ રહી છે. 

આજરોજ ગામ કે શહેરના મતદારોને પોતાનું મતદાન ક્યાં કરવાનું છે, તે બાબતની સમજણ આપવા માટે KYPS કાર્યક્રમ જિલ્લાના તમામ બુથ ઉપર યોજવામાં આવ્યો હતો.જે અંતર્ગત  ગામના BLO, તલાટી,શિક્ષકો, આંગણવાડી વર્કર,આશા વર્કર ,ગ્રામ સેવક,વગેરે કર્મચારીઓ અધિકારીઓ દ્વારા મતદારોને તેઓના મતદાન મથકની ઓળખ મતદાન મથક સુધી લાવીને  કરાવવામાં આવી હતી.

Job, vacancy

આ ઉપરાંત આજના દિવસે -  ખાસ કરીને જિલ્લાના એવા બુથ ઉપર કે જ્યાં ગત વિધાનસભા ચૂંટણીમાં  ૫૦ ટકા કરતાં ઓછું મતદાન  નોંધાયું છે અને જ્યાં મહિલા મતદાનનું પ્રમાણ પુરુષોની સરખામણીએ ૧૦ ટકા અથવા એના કરતાં વધુ ઓછું જણાયું છે તેવા જિલ્લાના કુલ ૬૨૪ કરતાંય વધુ બૂથ ઉપર ચુનાવ પાઠશાળાનું પણ આયોજન મહિલા મતદારોને બોલાવીને કરવામાં આવ્યું હતું અને મતદાન વિશે સમજ આપવામાં આવી હતી અને અચૂક મતદાન કરવા માટેના સંકલ્પ પણ મતદાર મહિલાઓ દ્વારા  લેવામાં આવ્યા હતા.

આજના આ બંને કાર્યક્રમ અંતર્ગત અંદાજિત 52 (બાવન) હજાર કરતાંય વધુ મતદારો સમક્ષ મતદાન જાગૃતિનો સંદેશ વહેતો થયો હોવાની લાગણી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા વ્યક્ત કરાઈ હતી.

આજના આ KYPS તેમજ ચુનાવ પાઠશાળાના સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા TIP નોડલ અધિકારી અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી એસ.કે.પ્રજાપતિ,SVEEP નોડલ અધિકારી બી.એમ.વાઘેલા,મદદનીશ નોડલ જી.જી.નાકર, શીવુભા ભાટી અને સમગ્ર ટીમ,તમામ તાલુકા વિકાસ અધિકારી અને તેમની ટીમે જહેમત ઉઠાવી હતી.

અહેવાલ :- રોહિતસિંહ પઢિયાર, ભુજ - કચ્છ.

અમારી સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો.

ધ ન્યુઝ ટાઈમ્સ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે.

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ધ ન્યુઝ ટાઈમ્સ (The News Times) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ધ ન્યુઝ ટાઈમ્સ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android એપ. લેટેસ્ટ ન્યૂઝ થી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયા પ્લેટફોર્મ પર અમારી સાથે જોડાઓ.

Post a Comment

0 Comments

close