તારીખ 15/03/2024 શુક્રવાર ના રોજ સર્કિટ હાઉસ ભુજ મધ્યે શ્રી રાજપૂત કરણી સેના દ્વારા અખિલ ગુજરાત નાઈટ ક્રિકેટ ટૂર્નામેન્ટ માટે પત્રકાર પરિસદ યોજવા માં આવી હતી જેમાં આગામી તારીખ 16/03/2024 થી પ્રારંભ થતી નાઈટ ક્રિકેટ ટૂર્નામેન્ટ ની ચર્ચા કરવા માં આવી હતી રાજપૂત ક્ષત્રિય સમાજ ના યુવા ક્રિકેટરો ને પ્રોત્સાહન પૂરું પાડવા અને સમાજ ને સંગઠિત કરવા માટે ગુજરાત કક્ષા નું આયોજન ભુજ જ્યુબિલી ગ્રાઉન્ડ મધ્યે કરવા માં આવી રહ્યું છે જેમાં ગુજરાત ના દરેક જિલ્લા ની ટિમો ભાગ લેશે ખેલદિલી પૂર્વક પોતાની ક્રિકેટ નું પ્રદર્શન કરશે આ ટૂર્નામેન્ટ આશરે 50 ટિમો ભાગ લેશે.
ટૂર્નામેન્ટના ઉદ્ધાટન સમારોહ માં મુખ્ય મહેમાન તરીકે ટૂર્નામેન્ટ ના મુખ્ય દાતા નેકનામદાર મહારાણી સાહેબ પ્રીતિદેવી ઓફ કચ્છ , સહયોગી દાતા તરીકે શ્રી રાજપૂત ક્ષત્રિય મહિલા સભા ના પ્રમુખ ચેતનાબા પી. જાડેજા (મહિલા સમાજ રત્ન) ચેરમેન શ્રી કન્યા છાત્રાલય કચ્છ , સહયોગી દાતા મનદીપસિંહ તથા નિખિલેશસિંહ જાડેજા અને ટૂર્નામેન્ટ ના અન્ય દાતા શ્રીઓ ઉપથિત રહેશે તથા શ્રી રાજપૂત કરણી સેના ગુજરાત અને કચ્છ જિલ્લા ના તમામ હોદ્દેદારો ઉપથિત રહેશે તેવી ચર્ચા પત્રકાર પરિસદ માં જણાવવા માં આવ્યું હતું. પત્રકાર પરિસદ માં વિરભદ્રસિંહજી સાવજસિંહજી જાડેજા, અધ્યક્ષ શ્રી રાજપૂત કરણી સેના ગુજરાત પ્રદેશ , માંધુભા મનોહરજી જાડેજા પ્રમુખ શ્રી કચ્છ જિલ્લા , ભાવસિંહ ઝાલા પ્રદેશ મંત્રી , અજયસિંહ ઝાલા મહામંત્રી કચ્છ , દલપતસિંહ મહામંત્રી કચ્છ ,કે.ડી જાડેજા મીડિયા પ્રભારી કચ્છ , દુષ્યંતસિંહ જાડેજા સહપ્રવક્તા , રામદેવસિંહ વાઘેલા પ્રમુખ ભુજ શહેર , પ્રુથ્વીસિંહ ઝાલા, પ્રમુખ માધાપર , કુલદીપસિંહ.આર.જાડેજા(ક્રિકેટ કોચ) , ભૂપતસિંહ જાડેજા, હરદીપસિંહ જાડેજા વગેરે હાજર રહ્યા હતા.
અહેવાલ :- રોહિતસિંહ પઢિયાર, ભુજ - કચ્છ.
અમારી સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો.
ધ ન્યુઝ ટાઈમ્સ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે.
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ધ ન્યુઝ ટાઈમ્સ (The News Times) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ધ ન્યુઝ ટાઈમ્સ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android એપ. લેટેસ્ટ ન્યૂઝ થી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયા પ્લેટફોર્મ પર અમારી સાથે જોડાઓ.
0 Comments