સલામ છે સલામ ને : આ રીતે પણ કરાય દેશ સેવા
ધોરડોએ આજે વિશ્વ ફલક પર પોતાનું નામ કાઢ્યું છે. જે વિસ્તારમાં એક સમયે ચકલું પણ ફરકતું ન હતું ત્યાં આજે દેશ વિદેશથી સહેલાણીઓ આવી રહ્યા છે અને સફેદ રણના પ્રવાસે આવી રહ્યા છે અને રણોત્સવની મજા માણી રહ્યા છે.
રણોત્સવ શરૂ થવાના કારણે ધોરડો તેમજ આસપાસના વિસ્તારોમાં રોજગારીમાં પણ વધારો થયો છે. હસ્તકળા નાં કારીગરો, ગાઈડ, હોમ સ્ટે, રિસોર્ટ, ટેન્ટ હાઉસ જેવા વેપાર ધંધાને પણ વેગ મળ્યો છે. અને તેમાંય ડિસેમ્બર મહિનો અને રણોત્સવ શરૂ થાય એટલે તમામ જગ્યાએ હાઉસ ફૂલના પાટિયા ઝૂલતા જોવા મળે. બન્ની પચ્છમ અને ધોરડો વિસ્તારમાં દિવાળી જેવો માહોલ જોવા મળે છે.
આજે વાત કરવી છે મહેફિલે રણ ની. ધંધાની પુરબહાર સીઝન ચાલતી હોય અને કમાણીનો મોકો હોય તે કોણ મૂકે? પરંતુ જ્યાં હૈયામાં રાષ્ટ્રભાવના ધબકતી હોય તે મુલકની તો વાત જ ન્યારી છે. દેશની સરહદે આર્મીના જવાનો ફરજ બજાવે છે તેમના માટે સલામભાઈ પણ કરે છે અનોખી રીતે આતિથ્ય સત્કાર.
કમાણી કરવાની સૌ કોઈને મહેચ્છા હોય. જેથી ઘર પરિવારનું ગુજરાન સારી રીતે ચાલી શકે. આવા જ હેતુ થી હોડકોના સલામભાઈએ હોડકો ખાતે આજ થી નવેક વર્ષ પહેલા રિસોર્ટ શરૂ કર્યો છે. જ્યાં શુદ્ધ અને ઉત્તમ પ્રકારનું અને સ્વાદિષ્ટ ગુજરાતી ભાણું પીરસવામાં આવે છે. અને તેની રસોઈના વખાણ શું કરવા? તમે જમવા બેસો એટલે આંગળા ચાટી જાવ.
હા, ધંધાની ખૂબ ભરમાર હોય, તેમના રિસોર્ટ માં ગ્રાહકો વેઈટિંગમાં હોય પણ જ્યારે જ્યારે આર્મીના જવાનો અહીં આવે ત્યારે આ સલામભાઈ આતિથ્ય સત્કાર માટે ખડે પગે ઊભા હોય. એટલું જ નહીં પણ ઘરના વ્યક્તિની જેમ જમાડી લીધા બાદ એક પણ રૂપિયો ચાર્જ માંગતા નથી. આર્મીના જવાનો ખુશી ખુશી આપે તો સહર્ષ સ્વીકાર કરે પણ ભોજનનો બિલ ક્યારેય ન માંગે. આમ અનોખી સેવા કરે છે સલામભાઈ.
સલામભાઈના મહેફિલે રણ રિસોર્ટમાં બોલીવુડના કલાકાર જ્હોન અબ્રાહમ અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના વ્યક્તિઓ આતિથ્ય સત્કાર માણી ચૂક્યા છે. તો કચ્છ વિસ્તારના લોક લાડીલા સાંસદ વિનોદ ચાવડા સહિત ધારાસભ્યો પણ આ રિસોર્ટ માં ભોજન સત્કાર માણ્યું છે. અને અનેક નામી અનામી વ્યક્તિઓને કચ્છના આતિથ્ય સત્કાર નો સ્વાદ ચખાડી રાજી ના રેડ કરી દીધા છે.
ધ ન્યુઝ ટાઈમ્સ સાથે વાત કરતા સલામભાઈએ જણાવ્યું હતું કે, દેશના જવાનો જે રીતે દેશની સેવા કરે છે જેના કારણે આપણે શાંતિ થી ઊંઘી શકીએ છીએ. તેમની સેવા સામે ભોજન સત્કાર કરાવવાની મારી સેવા કંઈ જ ન કહેવાય. આર્મીના જવાનો પાસે અનુશાસન, ફરજ જેવું ઘણું બધું શીખું છું. પણ મારી આ વાતને સમાચાર માં ન છાપજો તેવું કહી પોતાની વાતને વિરામ આપ્યો હતો.
જો તમે પણ રણોત્સવમાં ફરવા જવાનું વિચારી રહ્યા હોવ તો એકવખત સલામભાઈનું આતિથ્યસત્કાર જરૂર માણજો. અને ત્યારે તમારા મોઢા માંથી પણ શબ્દો સરી પડશે કે, સલામ છે આ સલામ ને
અહેવાલ - રોહીતસિંહ પઢીયાર, ભુજ.
મો. 966 492 8653
અમારી સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો.
ધ ન્યુઝ ટાઈમ્સ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે.
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ધ ન્યુઝ ટાઈમ્સ (The News Times) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ધ ન્યુઝ ટાઈમ્સ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android એપ. લેટેસ્ટ ન્યૂઝ થી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયા પ્લેટફોર્મ પર અમારી સાથે જોડાઓ.
0 Comments