ભુજના નવા બસપોર્ટમાં હથિયાર સાથે ઘૂસ્યા આતંકવાદીઓ: બે આતંકી ઝબ્બે
ભુજ તા.૮, સોમવાર: ભુજના બસ પોર્ટને લોકાર્પણ થયાને હજુ થોડા જ દિવસો થયા છે. ત્યાં આતંકીઓએ ડોળો નાખ્યો હતો. અને હથિયાર સાથે બે આતંકવાદીઓ ઘૂસ્યા હતા. જેના કારણે પ્રવાસીઓમાં ભયનો માહોલ ફેલાયો હતો.
આતંકવાદીઓ ઘૂસવાની માહિતી મળતાની સાથે જ પશ્ચિમ કચ્છ પોલીસ, એટીએસ, એલસીબી, એસઓજી સહિતનો કાફલો બસપોર્ટને ઘેરી લીધો હતો. અને ભારે જહેમત બાદ કોઈપણ પ્રકારના નુકશાન વિના હથિયારબંધ આતંકવાદીઓને જીવતા પકડી લેવાયા હતા. બાદમાં પ્રવાસીઓએ રાહતના શ્વાસ લીધા હતા.
જો કે બાદમાં જાણવા મળ્યું હતું કે, પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા આ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે મોડી સાંજે ભુજના બસપોર્ટ ખાતે યોજાયેલી મોકડ્રીલમાં એસઓજી પી.આઈ. વી.વી. ભોલા, એ ડિવિઝન પી. આઈ. એ.સી. પટેલ, પી.એસ.આઈ. એન.કે. ખાંભડ સહિતનો સ્ટાફ જોડાયો હતો.
અહેવાલ :- રોહિતસિંહ પઢિયાર, ભુજ - કચ્છ.
અમારી સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો.
ધ ન્યુઝ ટાઈમ્સ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે.
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ધ ન્યુઝ ટાઈમ્સ (The News Times) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ધ ન્યુઝ ટાઈમ્સ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android એપ. લેટેસ્ટ ન્યૂઝ થી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયા પ્લેટફોર્મ પર અમારી સાથે જોડાઓ.
0 Comments