ભુજ પાલિકામાં થયો ડખ્ખો, તું જા તારા ઘરે ને હું જાઉં મારા ઘરે

Live Viewer's is = People

મામલો બીચકે તે પહેલા પોલીસ ઘટના સ્થળે આવી ગઈ અને મામલો થાળે પડ્યો 



ભુજ, બુધવાર;દિવાળીના તહેવારોના સમયગાળામાં દબાણો હટાવવાના નામે નાના વેપારીઓને ટાર્ગેટ કરીને કામગીરી કરાતી હોવાની રાવ સાથે સત્તાપક્ષના નગરસેવકે રજૂઆત કરી હતી. જેને લઇ નગરસેવક અને ચીફ ઓફિસર વચ્ચે બોલાચાલી થઈ હતી. ધક્કા મુક્કી બાદ સમગ્ર મામલો વણસે તે પહેલા પોલીસ ઘટના સ્થળે આવી ગઈ હતી. જ્યારે સત્તાપક્ષના નગરસેવકો ધારણા પર બેસી ગયા હતા.



ભુજ નગરપાલિકાના નગરસેવક દિવ્યરાજસિંહ જાડેજા દબાણ હટાવવાના મુદ્દે રજૂઆત કરવા ગયા હતા. ચીફ ઓફિસર સમક્ષ રજૂઆત કરતા તેમણે જણાવ્યું હતું કે, કોઈપણ એક વ્યક્તિને અથવા એક માર્ગ પર ટાર્ગેટ કરવાના બદલે સમગ્ર ભુજમાં જ્યાં જ્યાં દબાણો છે તે હટાવવા જોઈએ. અને સમાન નીતિ થી કામ કરવું જોઈએ. તહેવારોની સીઝન દરમિયાન નાના વેપારીઓને હેરાન ન કરવા જોઈએ. આવી રજૂઆત સંભાળ્યા બાદ ભુજ નગરપાલિકાના ચીફ ઓફિસર સાથે નગર સેવકની બોલાચાલી શરૂ થઈ હતી. જેણે ઉગ્ર સ્વરૂપ લઈ લીધો હતો. ત્યારે નગરસેવકે ચીફ ઓફિસરને જણાવ્યું હતું કે, જ્યાં સુધી આ અંગે નિર્ણય ના આવે ત્યાં સુધી અમો આપને બહાર જવા નહીં આપીએ. જે બાદ નગર સેવકને ધક્કો મારી ઓફિસથી બહાર ધકેલવામાં આવ્યા હતા.

સમગ્ર મામલે પોલીસને જાણ કરતા પોલીસ મોડી સાંજે ઘટના સ્થળે દોડી આવી હતી અને ચીફ ઓફિસરની ચેમ્બરમાં રહેલા સીસીટીવી ફૂટેજ ચેક કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. જ્યાં સુધી પોલીસ તેની કાર્યવાહી કરી રહી હતી ત્યાં સુધી ભુજ નગરપાલિકાના ૧૮ થી ૨૦ નગરસેવકો ચીફ ઓફિસરની ગાડી આગળ ખુરશીઓ પાથરી ધરણાં પર બેસી ગયા હતા. 

ભુજ પાલિકાના પૂર્વ પ્રમુખ બાપાલાલ જાડેજાના પુત્ર અને નગરસેવક દિવ્યરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, જ્યાં સુધી આ અંગે નિર્ણય ન આવે ત્યાં સુધી ભુજ નગરપાલિકાના ચીફ ઓફિસરને અહીંથી ખસવા દેશું નહીં. પરંતુ સમગ્ર મામલે ઘી ના ઠામમાં ઘી પડી જતા આખરે બંધ બારણે સમાધાન થયું હોવાની વાત ફેલાઈ હતી.ધક્કાધુમી સુધી પહોચેલો મામલો થોડી કલાકોમાંજ ઉકેલાઈ ગયો.પરંતુ સવાલ એ થાય છે કે,ચીફ ઓફીસરે માફી માંગી કે પછી પાર્ટીના આદેશથી નગરસેવકો પાણીમા બેસી ગયા? તે અંગે સૌ કોઇ મૌન છે. જો કે કારોબારી ચેરમેને પત્રકારો પાસે કાઉન્સીલરોની માંગ મુજબ મામલો ઉકેલાઇ ગયો તેવી ગોળ ગોળ વાત કરી હતી.

માફી માંગવાની વાત અંગે ખરાઈ કરવા માટે ચીફ ઓફીસરનો સંપર્ક કરવનો પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો. કારણ કે, તેઓએ પોતાનો ફોન સ્વિચ ઓફ કરી નાંખ્યો હતો. બીજી તરફ માફી માંગવાની માંગ સબબ પાલિકાના કોઇ પનગરસેવકે સમર્થન આપવાનુ ટાળ્યુ હતુ.ભુજમાં જ્યા ચુંટાયેલા પ્રતિનીધીઓની રજુઆત પણ સંભળાતી નથી અને ધક્કા મારીને બહાર કઢાય છે ત્યાં પ્રજાની વાત કોણ સાંભળશે? 

જે અધિકારી ભુજના પાર્કિંગ પ્લોટના દબાણો હટાવી શકતા નથી. અને પાર્કિંગ પ્લોટ પરના દબાણો દૂર કરવા માટે રજૂઆત કરનાર અરજદાર સામે પણ તોછડી ભાષામાં વર્તન કર્યો હોવાનો વિડિયો પણ સ્થાનિક સમાચારોમાં ખૂબ વાયરલ થયો હતો. ભુજના નાગરિકોના હિતમાં મામલો તો ઉકેલાઈ ગયો.પરંતુ અંદરખાને ભારે રંજીસ રાખીને બેઠેલ અધિકારી આગામી દિવસોમા અહમની લડાઇ મા આ મામલો અંદરખાને વધુ પેચીદો ચોક્કસ બનશે.

અહેવાલ - રોહીતસિંહ પઢીયાર, ભુજ.

અમારી સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો.

ધ ન્યુઝ ટાઈમ્સ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે.

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ધ ન્યુઝ ટાઈમ્સ (The News Times) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ધ ન્યુઝ ટાઈમ્સ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android એપ. લેટેસ્ટ ન્યૂઝ થી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયા પ્લેટફોર્મ પર અમારી સાથે જોડાઓ.

Post a Comment

0 Comments

close