ભારત સરકારના સ્વચ્છતા વિશેવા અંતર્ગત ભુજોડી ખાતે આવેલ બેંક ઓફ બરોડા સંચાલિત આરસેટી ભુજોડી ખાતે સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં સંસ્થા તેમજ તેની આસપાસના વિસ્તારમાં સાફ-સફાઈ કરી કચરાનું નિકાલ કરવામાં આવ્યું હતું અને સમગ્ર સંકુલને સ્વચ્છ કરવામાં આવ્યું હતું. આ તકે બેંક ઓફ બરોડાના રિજીયોનલ મેનેજર લલિત કુમાર અદલખા મુખ્ય અતિથિ તરીકે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. અને તાલીમાર્થીઓ સાથે જોડાઈને જાતે સાફ-સફાઈ આદરી હતી. સ્વચ્છતા હી સેવા અભિયાનના આ કાર્યક્રમમાં તાલીમાર્થી બહેનો તેમજ વર્તમાન નગર અને માનકુવા ની સખી મંડળીની બહેનો જોડાઈ હતી. જેમાં રિજીયોનલ મેનેજરે સંબોધનમાં પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા સાથે સ્વચ્છતા રાખવા અંગે વિસ્તારપૂર્વક સમજણ આપી હતી અને જણાવ્યું હતું કે, જ્યાં સ્વચ્છતા હોય ત્યાં આરોગ્ય આપોઆપ સારું રહે છે. અને લોકો આરોગ્યપ્રદ જીવન પસાર કરી શકે તેમ છે. એમ કહી સ્વચ્છતા પર ભાર મૂક્યો હતો.
બેંક ઓફ બરોડા ના રીજીઓનલ મેનેજરના અધ્યક્ષ સ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં રિજીયોનલ ઓફિસના અધિકારીઓ રાજ શેખર, આરસેટીના ડાયરેક્ટર હિરેન કોટડીયા, સ્ટાફના કર્મચારીઓ, મિલાપ વૈષ્ણવ, હર્ષદ વાસાણી, હિમાંશી આયર, વિવેક પરમાર, પૃથ્વીરાજસિંહ જાડેજા, સખી મંડળની બહેનો તેમજ અગ્રણીઓ જોડાયા હતા. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે આરસેટીના સ્ટાફગણે ભારે જહેમત ઉઠાવી હતી.
અહેવાલ - રોહીતસિંહ પઢીયાર, ભુજ.
અમારી સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો.
ધ ન્યુઝ ટાઈમ્સ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે.
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ધ ન્યુઝ ટાઈમ્સ (The News Times) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ધ ન્યુઝ ટાઈમ્સ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયા પ્લેટફોર્મ પર અમારી સાથે જોડાઓ.
0 Comments