ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુના આયુષ્યમાન ભવઃ અભિયાનના રાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમના શુભારંભનું જીવંત પ્રસારણ નિહાળતા અગ્રણીઓ અને અધિકારીઓ
તા.૧૭ સપ્ટેમ્બરથી ૨ ઓક્ટોબર સુધી સેવા પખવાડિયામાં 'આયુષ્માન આપ કે દ્વાર',
'આયુષ્માન આરોગ્ય મેળો' અને 'આયુષ્માન સભા' ના કાર્યક્રમો યોજાશે.
ભુજ, બુધવાર, તા.૧૩/૦૯,
દેશના છેવાડાના લોકો સુધી આરોગ્યની સેવા પહોંચાડવા આજે ગાંધીનગર ખાતેથી ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતિ દ્રૌપદી મુર્મુ એ આયુષ્માન ભવઃ અભિયાનના રાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો હતો. આ આયુષ્માન ભવઃ કાર્યક્રમ અંતર્ગત જી.કે.જનરલ હોસ્પિટલ ખાતે મહાનુભાવોએ ઉપસ્થિતિ રહી જીવંત પ્રસારણ નિહાળ્યું હતું અને લાભાર્થીઓને આયુષ્માન કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ "આયુષ્માન ભવ:" અભિયાન હેઠળ દેશભરમાં તા.૧૭ સપ્ટેમ્બરથી ૨જી ઓક્ટોબર દરમિયાન સેવા પખવાડિયામાં 'આયુષ્માન આપ કે દ્વાર', 'આયુષ્માન આરોગ્ય મેળો' અને 'આયુષ્માન સભા' ના કાર્યક્રમો યોજાશે.
આ તકે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતિ પારૂલબેન કારા જણાવ્યું હતું કે, લોકોના આરોગ્યની જાળવણી સરકાર કરી રહી છે. આરોગ્યલક્ષી કાર્યક્રમો થકી આયુષ્માન કાર્ડ આપવામાં આવશે. જે લોકો પાસે કાર્ડ ન હોય તેમનો સંપર્ક કરી કાર્ડ કાઢી આપવામાં આવશે. આજે લોકોની બિમારીની ચિંતા સરકાર કરી રહી છે અને આરોગ્ય કવચ તરીકે આયુષ્માન કાર્ડ આપવામાં આવે છે. જીલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેનશ્રી મહેન્દ્રભાઈ ગઢવીએ આ પ્રસંગે પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. આભા કાર્ડની શ્રેષ્ઠ કામગીરી કરનારા અંજાર તાલુકાના ત્રણ સબ સેન્ટરો કોટડા, આંબાપર, અને મથડાના કર્મચારીઓને સન્માનિત કરવામાં આવ્યા અને એનકવાસમાં આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સુખપર અને ગોરેવલીના કર્મચારીઓનું સન્માન કરવામાં આવેલ.
આ રાષ્ટ્રવ્યાપી કાર્યક્રમ અંતર્ગત અદાણી મેડીકાલ કોલેજના હોલ ખાતે કચ્છ જીલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતિ પારૂલબેન કારા, જીલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન મહેન્દ્રભાઈ ગઢવી, જીલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન કરસનજી જાડેજા, જીલ્લા કલેકટર અમિત અરોરા, અધિક કલેકટર ઓઝા, ગેમ્સના ડીન ડો.એ.એન.ઘોષ, ડાયરેક્ટર ડો.બાલાજી પીલ્લાઈ,સુપ્રિ.નરેન્દ્ર હિરાણી , મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડો.આર.આર.ફૂલમાલી તથા સી.ડી.એમ.ઓ. ડો.કશ્યપ બુચ સહિતના મહાનુભાવોના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.
આયુષ્માન મેળા- હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ખાતે આરોગ્ય મેળા- ૧૭ મી સપ્ટેમ્બર, ૨૦૨૩ થી આયુષ્યમાન ભારત હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરના સ્તરે સાપ્તાહિક આરોગ્ય મેળા યોજાશે,જેમા મુખ્યત્વે આરોગ્ય સંભાળનો શ્રેષ્ઠ ઉપયોગ અને જન-જાગૃતિ પેદા કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામા આવશે. સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે તબીબી કેમ્પ- સ્ત્રીરોગ, બાળરોગ,સર્જરી,ઇએનટી, આંખ અને મનોરોગ વગેરેમાં નિષ્ણાંતો દ્વારા સેવાઓ સુનિશ્ચિત કરવા માટે મેડીકલ કોલેજ દ્વારા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે તબીબી કેમ્પોનુ આયોજન કરવામાં આવશે.
આ કાર્યક્રમ દરમિયાન મહાનુભાવોના હસ્તે શહેરી અને ગ્રામ્ય વિસ્તારના આયુષ્માન કાર્ડના લાભાર્થીઓને આયુષ્માન કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું. તે ઉપરાંત ટીબીના દર્દીને મદદરૂપ થતા નિક્ષય મિત્રનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે ટીબી ઓફિસર ડો.મનોજ દવે દ્વારા નિક્ષય મિત્ર અંગે માહિતી આપી હતી.
આ કાર્યક્રમમાં રાષ્ટ્રગીત તેમજ અંગદાન માટેની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી. આ તકે નગરપાલિકાના ઉપપ્રમુખ રેશ્માબેન ઝવેરી, આર.સી.એચ.ઓ. ડો.જે.એ.ખત્રી, ડી.ટી.ઓ. ડો. મનોજ દવે , ઈએમઓ ડો. જીતેશ ખુરશીયા સહિતના પદાધિકારી-અધિકારીઓ, આરોગ્ય વિભાગનો સ્ટાફ, ભુજ તાલુકા આરોગ્ય સ્ટાફ અને આરબીએસકે સ્ટાફ તેમજ નર્સીંગ કોલેજની વિધાર્થીનીઓ ઉપસ્થિત રહી હતી. આ કાર્યક્રમમાં પ્રાસંગિક પ્રવચન મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડો.આર આર ફૂલમાલીએ આપ્યું હતું.આભારવિધિ ડો.અમીન અરોરાએ કરી હતી.
અહેવાલ : રોહિતસિંહ પઢીયાર, ભુજ-કચ્છ.
મો. 966 492 8653
અમારી સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો.
ધ ન્યુઝ ટાઈમ્સ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે.
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ધ ન્યુઝ ટાઈમ્સ (The News Times) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ધ ન્યુઝ ટાઈમ્સ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયા પ્લેટફોર્મ પર અમારી સાથે જોડાઓ.
0 Comments