રાજકોટ નાગરિક બેંક દ્વારા કચ્છના વહીવટી અધિકારીઓને સુંદર કામગીરી બદલ સન્માનિત કરાયા

Live Viewer's is = People

બિપરજોય વાવાઝોડામાં રાહત બચાવની ઉત્તમ કામગીરી કરનારા કચ્છ વહીવટીતંત્રના અધિકારીઓને રાજકોટ નાગરિક સહકારી બેંક દ્વારા સન્માન કરવામાં આવ્યું.


શાલ, મોમેન્ટો આપીને અધિકારીઓની કામગીરીને બિરદાવતી રાજકોટ નાગરિક સહકારી બેંક.                                                


બિપરજોય વાવાઝોડા દરમિયાન રાહત બચાવની ઉત્તમ કામગીરી કરનારા કચ્છ જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓનો સન્માન સમારોહ જીલ્લા કલેક્ટર કોન્ફરન્સ હોલ ખાતે રાજકોટ નાગરિક સહકારી બેંક દ્વારા કરવામાં આવ્યું હતું. 


જિલ્લા કલેક્ટરશ્રી અને કાર્યક્રમના અધ્યક્ષ અમિત અરોરાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, રાજકોટ નાગરિક સહકારી બેંક પોતાનું સામાજિક ઉત્તરદાયિત્વ સુપેરે નિભાવી રહી છે. માત્ર બેંકિંગ જ નહીં પણ લોકોની સેવાનો પ્રશ્ન હોય ત્યારે રાજકોટ નાગરિક સહકારી બેંક પ્રથમ હરોળમાં હોય છે. તેઓએ વહીવટીતંત્રની સમગ્ર ટીમના સન્માન બદલ બેંકનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, સમગ્ર જીવનમાં એકપણ વ્યક્તિનો જીવ બચાવી શકાય તો તે મોટું કાર્ય કહેવાય. બિપરજોય વાવાઝોડા દરમિયાન કચ્છ જિલ્લા વહીવટીતંત્રે ઝીરો કેઝ્યુઆલટીના લક્ષ્યાંકને હાંસલ કરીને નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરી હતી. આ પ્રસંગે જીલ્લા કલેક્ટરે મીડિયાના તમામ પ્રતિનિધિઓનું પણ આભાર વ્યક્ત કરીને કહ્યું હતું કે, બિપરજોય વાવાઝોડા દરમિયાન તમામ મીડિયાએ જવાબદારીપૂર્વક કામગીરી કરીને લોકોને સાચી માહિતીથી માહિતગાર કરવાની ભૂમિકા અદા કરી છે. 


રાજકોટ નાગરિક સહકારી બેંકના સીઈઓ વિનોદ શર્માએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, બિપરજોય વાવાઝોડામાં એકપણ વ્યક્તિએ જીવ ગુમાવ્યો નથી એવી કાબિલેદાદ કામગીરી કચ્છ જીલ્લા વહીવટીતંત્રે કરી છે. જેથી રાજકોટ નાગરિક સહકારી બેંક આજરોજ પોતાનું સામાજિક દાયિત્વ સમજીને વહીવટીતંત્રની સમગ્ર ટીમનું સન્માન કરી રહી છે. આ ઉપરાંત તેઓએ રાજકોટ નાગરિક સહકારી બેંકની વિવિધ સિદ્ધિઓથી ઉપસ્થિત સૌને માહિતગાર કર્યા હતા. 


બેંકના ડિરેક્ટર દિનેશ પાઠકે જણાવ્યું હતું કે, રાજકોટ નાગરિક બેંક એ નાના માણસોની મોટી બેંક છે. જ્યાં નાનામાં નાના કર્મચારીથી માંડીને મોટામાં મોટા અધિકારીઓ સૌ સહકારની ભાવનાથી કામગીરી કરે છે. તેઓએ રાજકોટ નાગરિક સહકારી બેંક માનવીય સંવેદના સાથે કેવી રીતે પોતાની સામાજીક જવાબદારી નિભાવી રહી છે તેનો વિસ્તૃત ચિતાર આપ્યો હતો. 


રાજકોટ નાગરિક બેંકની ભુજ શાખાના કન્વીનર દિલિપ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, કચ્છ જિલ્લાએ અનેક આપદાઓનો સામનો કર્યો છે. બિપરજોય વાવાઝોડું પણ જાનમાલનું નુકસાન સર્જી શકે એમ હતું પણ જીલ્લા વહીવટીતંત્રના અધિકારીઓએ રાત-દિવસ પોતાની ફરજ નિભાવીને લોકોને આ મુશ્કેલીમાંથી બહાર કાઢી ઉત્તમ કામગીરી કરી છે. તેઓએ કચ્છ જીલ્લા વહીવટીતંત્રની સમગ્ર ટીમને અભિનંદન આપ્યા હતા. 


જીલ્લા કલેક્ટર અમિત અરોરા, પીજીવીસીએલના જોઈન્ટ એમડી શ્રીમતિ પ્રીતિ શર્મા, બીએસએફના ડીઆઈજી અનંત સિંઘ, પશ્ચિમ કચ્છ જીલ્લા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક ડૉ.કરણરાજ વાઘેલા, નિવાસી અધિક કલેક્ટર મિતેશ પંડ્યા, ઈન્ચાર્જ ભુજ પ્રાંત અધિકારી સુનિલ સોલંકી, અધિક જીલ્લા કલેક્ટરશ્રી આર.કે.ઓઝા, અંજાર પ્રાંત અધિકારી મેહુલ દેસાઈ, મુંદ્રા પ્રાંત અધિકારી ચેતન મિસણ, માર્ગ અને મકાન વિભાગ સ્ટેટના કાર્યપાલક ઈજનેર વી.એન.વાઘેલા, પીજીવીસીએલના અધિક્ષક ઈજનેર અમૃત ગરવા, પશ્ચિમ કચ્છ નાયબ વન સંરક્ષક યુવરાજસિંહ ઝાલા, જીલ્લા શિક્ષણાધિકારી સંજય પરમાર, જીલ્લા ખેતીવાડી અધિકારી કે.ઓ.વાઘેલા, નાયબ માહિતી નિયામક મિતેશ મોડાસિયા, નાયબ પશુપાલન અધિકારી હરેશ ઠક્કર, જીલ્લા આંકડા અધિકારી રોહિત બારોટ, ઈન્ચાર્જ ડિઝાસ્ટર મામલતદાર કલ્પનાબેન ગોંદિયા, ભુજ ગ્રામ્ય મામલતદાર વિવેક બારહટ, ચીફ ઓફિસર ભુજ જીગર પટેલ, ચીફ ઓફિસર અંજાર પારસ મકવાણા, લેબર ઓફિસર ચિંતન ભટ્ટ સહિતના અધિકારીઓનું સન્માન આ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત જે પણ અધિકારીઓ સંજોગોવસાત કાર્યક્રમમાં હાજરી આપી શક્યા નહોતા તે તમામ અધિકારીઓની કામગીરી પણ બિરદાવવામાં આવી હતી.


રાજકોટ નાગરિક બેંકના ડિરેક્ટર દિપક બકરાણીયા, શૈલેષ મકવાણા, કિશોર મુંજપરા, સાગર શાહ સહિત કમિટીના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આ તકે મીડિયાના પ્રતિનિધિઓનું પણ શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પંકજ ઝાલાએ કર્યું હતું.


અહેવાલ : રોહિતસિંહ પઢીયાર, ભુજ-કચ્છ.

મો. 966 492 8653

અમારી સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો.

ધ ન્યુઝ ટાઈમ્સ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે.

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ધ ન્યુઝ ટાઈમ્સ (The News Times) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ધ ન્યુઝ ટાઈમ્સ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયા પ્લેટફોર્મ પર અમારી સાથે જોડાઓ.

Post a Comment

0 Comments

close