ભુજના પસ્તી ગ્રુપની અનોખી સેવા :પસ્તીના માધ્યમથી૧૫૦૦ જેટલા વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ અપાઈ

Live Viewer's is = People

અગિયાર વર્ષના સમયગળામાં કૂલ્લ ૧૬ હજાર જેટલી શૈક્ષણિક કીટ નિશુલ્ક વિતરણ કરવામાં આવી


ભુજમાં વર્ષ ૨૦૧૧ માં વધુ પડતા વરસાદના કારણે પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું. અને અનેક કોલોની વિસ્તારમાં છ થી દસ ફૂટ જેટલા પાણી ભરાયા હતા. કેટલાય લોકોની ઘરવખરી તણાઈ ગઈ અને ઇલે્ટ્રોનિક્સ સાધનો ફ્રીઝ, ટીવી પંખા જેવા સાધનોને પણ નુકશાન થયું હતું. જ્યાં ઘરની ઘર વખરી તણાઈ જાય ત્યારે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સામગ્રીએ પણ જળસમાધિ લીધી હતી. જેમાં મધ્યમ વર્ગના માનવી માટે આ મોટી આફત ઊભી થઈ હતી. આવા આફતના સમયે ભુજના પાંચ થી છ જેટલા યુવાનોને શિક્ષણ ક્ષેત્રે સેવા કરવાનો વિચાર આવ્યો.

કેશુભાઈ પટેલ

સારા વિચારોને અમલમાં મૂકવાની સાથે અમુક અઘરી શરત પણ નક્કી કરાઈ કે, કોઈપણ નાગરિક પાસે એક પણ રૂપિયાનો દાન લેવું જ નહીં, અને પોતાનો કિંમતી સમય સેવાકાર્ય પાછળ વ્યતીત કરવો. ત્યારે એક પણ રૂપિયાનો દાન લીધા વિના માત્ર સમયના દાન કરવાથી ભુજ શહેરના અનેક પૂરગ્રસ્ત વિદ્યાર્થીઓની અભ્યાસ સામગ્રી ખરીદી માટે ફંડ ક્યાંથી ઉભું કરવું? 

Reshma Zaveri

જેમને સેવા જ કરવી હોય તેને ક્યાંક રસ્તો મલી જાય છે તેમ આ નવયુવાનોને ડોર ટુ ડોર પસ્તી દાનમાં લેવા અને તેમાંથી ફંડ એકઠું કરવા માટે નક્કી થયું. અને બીજા જ દિવસે વિચારોને અમલમાં મૂકી યુવાનો પસ્તી દાન લેવા નીકળી પડ્યા. અનેં ચોથા દિવસે સાડાચાર હજાર કિલો પસ્તી દાન માં મળી. જેમાંથી અસરગ્રસ્ત વિદ્યાર્થીઓ માટે કંપાસ, નોટબુક, બોલપેન, પેન્સિલ, રબ્બર જેવા સાધનો થી શૈક્ષણિક કીટ તૈયાર કરવામાં આવી અને નિશુલ્ક વિતરણ કરવામાં આવી. ત્યારથી પસ્તી ગ્રુપ અમલ માં આવ્યો. અને જોત જોતાંમાં એક પણ રૂપિયાનો રોકડ રકમ નો દાન લીધા વિના અગિયાર વર્ષ જેટલો સમય પસાર થઈ ગયો. અને આ સમયગળામાં અત્યાર સુધી ૧૬ હજાર જેટલા વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ અપાઈ ગઈ. ગ્રુપના સભ્યો આજે પણ દર રવિવારે સવારે યુનિફોર્મમાં સજ્જ થઈ પસ્તીના દાન માંગતા જોવા મળે છે. અને પસ્તી દાતાઓ પણ સામે થી ફોન કરીને ઘરમાં પડેલી પસ્તિનો સદુપયોગ કરવાની અપેક્ષાએ પસ્તીનું દાન લઈ જવા જણાવે છે.

Manish Niranjan Pasti Group


દર વર્ષની જેમ આ વર્ષે પણ ભુજના ટાઉનહોલ ખાતે પસ્તી ગ્રુપ દ્વારા 11 મો શૈક્ષણિક કીટ વિતરણ સમારંભનો આયોજન કરવામાં આવ્યું. જેમાં ભુજની સરકારી સ્કૂલના જરૂરત મંદ વિદ્યાર્થીઓની યાદી શાળાના આચાર્ય પાસેથી મંગાવી, યાદી મુજબ નોટબુક બોલપેન, કંપાસ જેવી સામગ્રી ભેગી કરી એજ્યુકેશન કીટ બનાવી વિદ્યાર્થીઓને ૧૫૦૦ જેટલી શૈક્ષણિક કીટ નિશુલ્ક વિતરણ કરવામાં આવી હતી. શૈક્ષણિક કીટ મળવાને કારણે વિદ્યાર્થીઓના ચહેરા પરની સ્માઈલ, અને ખુશીના દ્રશ્યોએ  ઉપસ્થિત તમામને ભાવવિભોર કર્યા હતા.

Pasti Group


આ કાર્યક્રમમાં ભુજ વિસ્તારના ધારાસભ્ય કેશુભાઈ પટેલ, નગરપાલિકાના ઉપાધ્યક્ષ રેશ્માબેન ઝવેરી, કાઉન્સિલર મહિદીપ સિંહ જાડેજા, બિંદીયાબેન ઠક્કર, ભાજપના મહામંત્રી પ્રફુલસિંહ જાડેજા, રાજેન્દ્રસિંહ જાડેજા સહિત અગ્રણીઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આજના આ કાર્યક્રમમાં યાદી મુજબના વિદ્યાર્થીઓને ૧૫૦૦ જેટલી શૈક્ષણિક કીટ ઉપસ્થિત મહેમાનો અને પસ્તી દાતાઓના હસ્તે વિતરણ કરાઈ હતી. ઠસોઠસ ભરેલા ટાઉન હોલ માં વિદ્યાર્થીઓએ તાળીઓના ગડગડાટથી પસ્તી ગ્રુપના કાર્યકરોએ કરેલી કામગીરીને બિરદાવી હતી. 

આજના આ કાર્યક્રમને ભુજના ધારાસભ્ય, ઉપપ્રમુખ, નગર પાલિકાના કાઉન્સિલર,તેમજ ઉપસ્થિત મહાનુભાવો એ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લું મૂક્યું હતું અને પસ્તી દાતાઓ તેમજ ઉપસ્થિત મહેમાનોનું શાળાના વિદ્યાર્થીઓએ પુષ્પ આપી સ્વાગત કર્યું હતું પસ્તી ગ્રુપના મનીષ નિરંજને આમંત્રિત મહેમાનો તેમજ ઉપસ્થિત મહાનુભાવો નું શાબ્દિક સ્વાગત કરી તેમનો આભાર માન્યો હતો સાથે પસ્તી ગ્રુપના તમામ કાર્યકરોએ પોતાનો કિંમતી સમય આપ્યા બદલ તેમનો પણ હૃદય પૂર્વક આભાર માન્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન રશમિકાંત ઠક્કરે સંભાળ્યું હતું. જ્યારે ભુજ નગર પાલિકા દ્વારા ટાઉન હોલનો સહયોગ પૂરો પાડવામાં આવ્યું હતું.

Manish Niranjan Pasti Group


અહેવાલ : રોહિતસિંહ પઢીયાર, ભુજ-કચ્છ.

મો. 966 492 8653

અમારી સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો.

ધ ન્યુઝ ટાઈમ્સ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે.

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ધ ન્યુઝ ટાઈમ્સ (The News Times) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ધ ન્યુઝ ટાઈમ્સ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયા પ્લેટફોર્મ પર અમારી સાથે જોડાઓ.

Post a Comment

0 Comments

close