એકલવાયું જીવન જીવતા ૮૦ વર્ષના વૃદ્ધાના ઘર ઉપર પડેલા વડના વૃક્ષને તાત્કાલિક દૂર કરતું વહીવટીતંત્ર

Live Viewer's is = People

એકલવાયું જીવન જીવતા ૮૦ વર્ષના વૃદ્ધાના ઘર ઉપર પડેલા વડના વૃક્ષને તાત્કાલિક દૂર કરતું વહીવટીતંત્ર

બિપરજોય

જીલ્લા વહીવટીતંત્રને ઘટનાની જાણકારી થતાં જ વન વિભાગની યુદ્ધના ધોરણે કામગીરી કરાઈ 

બિપરજોય

ઘરને નુકસાન પહોંચાડ્યા વિના વડના ઝાડને દૂર કરાયું 

બિપરજોય

કચ્છ જિલ્લા વહીવટીતંત્રને જાણ થઈ હતી કે કચ્છના કેરા ગામે એકલવાયું જીવન ગુજારતા ૮૦ વર્ષના વૃદ્ધાના ઘર ઉપર બિપરજોય વાવાઝોડાના લીધે વડનું મોટું વૃક્ષ ધરાશાયી થયું છે. જો આ વૃક્ષ દૂર ના કરવામાં આવે તો તેમના ઘરને પણ નુકસાન થઈ શકે એવી પરિસ્થિતિ હતી. જોકે, આ ઘટનાની જાણ થતાં જ જીલ્લા કલેક્ટર અમિત અરોરાના માર્ગદર્શનમાં નાયબ‌ વન સંરક્ષક સામાજિક વનીકરણ હરેશ મકવાણાએ પોતાની ટીમ રવાના કરી હતી. 

બિપરજોય


આ ટીમે કેરા ગામે પહોંચીને ઘર‌ ઉપર પડેલા ઝાડને દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી. ૩ કલાકથી વધારેની જહેમત બાદ વન વિભાગ સહિત સંબંધિત વિભાગોના કર્મચારીઓએ સંયુક્ત રીતે કામગીરી કરીને ઘરને નુકસાન પહોંચાડ્યા વિના ઝાડને દૂર કર્યું હતું. 


આ કામગીરી જોઈને વૃદ્ધા ભાવુક થઈ ગયા હતા. તેઓએ જિલ્લા વહીવટીતંત્ર, કચ્છ કલેકટરશ્રીનો અને વન વિભાગ સહિત ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, વનવિભાગ, નગરપાલિકા અને માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ દ્વારા સંયુક્ત કામગીરીથી વાવાઝોડા બાદ ધરાશાયી થયેલા અનેક વૃક્ષોને દૂર કરવામાં આવ્યા છે.


અહેવાલ : રોહિતસિંહ પઢીયાર, ભુજ-કચ્છ.

મો. 966 492 8653


અમારી સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો.

ધ ન્યુઝ ટાઈમ્સ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે.


ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ધ ન્યુઝ ટાઈમ્સ (The News Times) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ધ ન્યુઝ ટાઈમ્સ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયા પ્લેટફોર્મ પર અમારી સાથે જોડાઓ.

Post a Comment

0 Comments

close