માધાપર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી જુગારીઓને દબોચતી એલસીબી પોલીસ

Live Viewer's is = People

માધાપર પોલીસ સ્ટેશન વિસ્તારમાથી જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી લોકલ ક્રાઇમ બ્રાન્ય, પશ્ચિમ કચ્છ ભુજએલ.સી.બી. સ્ટાફના એ.એસ.આઈ. જયદીપસિંહ ઝાલા, પોલીસ હેડ કોન્સ્ટેબલ સુરેન્દ્રસિંહ ઝાલા,મયુરસિંહ જાડેજા,નવીનભાઈ જોષી, રાજેન્દ્રસિંહ રાઠોડ,ભાવેશભાઈ ખટાના તથા પોલીસ કોન્સ્ટેબલ કલ્પેશભાઈ ચૌધરી સહિતના જવાનો ભુજ તાલુકા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન પોલીસ હેડ કોન્સ્ટેબલ સુરેન્દ્રસિંહ ઝાલા તથા નવીનભાઈ જોષીનાઓને ખાનગી રાહે બાતમી હકિકત મળેલ કે, નાના વરનોરા ગામની પુર્વ દીશામા આવેલ જંગલમા બાવળોની ઝાડીમા અમુક વ્યકિતિઓ ધાણી પાસા વડે રૂપીયાનો હારજીતનો જુગાર રમી રહેલ છે અને હાલે જુગાર ચાલુમાં છે, 



જેથી પશ્ચિમ કચ્છ એલસીબી ની ટીમ દ્વારા તુરત જ વર્કઆઉટ કરી બાતમી વાળી જગ્યાએ જઇ રેડ કરતા નીચે મુજબના ઇસમોને ધાણી પાસા વડે રૂપીયાની હાર જીતનો જુગાર રમતા ભુજના દિન દયાલ નગરમાં રહેતા છવિસ વર્ષીય કિશનગીરી કાન્તીગીરી ગોસ્વામી તેમજ ભુજ તાલુકાના કાલી તલાવડીના ગગડા વાસ ખાતે રહેતા બેતાલીસ વર્ષીય લતીફ ઇબ્રાહિમ ગગડા ની જુગારધારા ની કલમો હેઠળ અટક કરવામાં આવી છે. 



આ દરોડા દરમિયાન નાના વરનોરાના જાવેદ જબસ મમણ(પટેલ) હબીબ લતીફ મમણ તેમજ ભુજના લખુરાઈ ચાર રસ્તા પાસે રહેતા ઇસ્માઇલ ઉર્ફે માલી અબ્દુલ મ્યાત્રા ને પકડી પાડવા માટે ચક્રો ગતીમાન કરવામાં આવ્યા છે.


પકડાયેલા આરોપીઓ પાસેથી રોકડા રૂપિયા – ૧૭,૨૦૦/- હીરો સ્પેલન્ડર પ્લસ મોટર સાઇકલ જેના રજીસ્ટ્રેશન નંબર.GJ-12-ER-8151 કિ.ગ્ન.૪૦,૦૦૦/- મોબાઇલ ફોન નંગ-૦૧ કિ.રૂા.૩૦૦૦/- ધાણી પાસા નંગ-૦૨ કિ..૦૦/-એમ કુલ રૂપિયા.૬૦,૨૦૦/- ના મુદ્દામાલ સાથે ઉપરોકત પકડાયેલ તેમજ નાશી જનાર આરોપીઓ વિરૂધ્ધ માધાપર પોલીસ સ્ટેશન ખાતે જુગાર ધારા મુજબ ગુનો રજીસ્ટર કરાવી આગળની કાર્યવાહી માટે સોંપવામા આવેલ છે.


વિડિયો સમાચાર જોવા અહીં ક્લિક કરો 


પ્રકાશિત : રોહિતસિંહ પઢીયાર, ભુજ

Post a Comment

0 Comments

close